રિસર્ચ / 10થી 12 વર્ષના બાળકો રસોઈ શો જોઈને હેલ્ધી ફૂડ ખાવાનું પસંદ કરે છે

Children aged 10 to 12 like to eat healthy food by watching cooking shows

  •  હેલ્ધી ફૂડના એપિસોડ જોનાર બાળકોએ બાદમાં નાસ્તા માટે હેલ્ધી સ્નેક્સની પસંદગી કરી હતી
  • એજ્યુકેશન સિસ્ટમમાં આ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ

Divyabhaskar.com

Jan 06, 2020, 11:42 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. 10થી 12 વર્ષની ઉંમરના બાળકો જો એવા રસોઈ શો જુએ છે જેમાં હેલ્ધી ફૂડથી બનતી વાનગીઓ બતાવવામાં આવે છે તો તેઓ અનહેલ્ધી ફૂડ ખાવાનું બંધ કરીને હેલ્ધી ફૂડ ખાવાનું શરૂ કરશે. જર્નલ ઓફ ન્યૂટ્રિશિયન એજ્યુકેશન એન્ડ બિવેહિયરમાં પ્રકાશિત રિસર્ચમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

આ રિસર્ચ માટે નેધરલેન્ડની પાંચ સ્કૂલોના 10થી 12 વર્ષના 125 વિદ્યાર્થીઓને ડચ કૂકિંગ શોના એપિસોડ બતાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને બે જૂથોમાં વિભાજીત કરવામાં આવ્યા હતા, જેમાંથી એક જૂથને હેલ્ધી ફૂ઼ડથી બનેલી વાનગીઓના એપિસોડ બતાવવામાં આવ્યો હતો તો બીજા જૂથને અનહેલ્ધી વાનગીઓના એપિસોડ બતાવવામાં આવ્યો હતો.

સર્વેમાં સામે આવ્યું કે, શો જોયા બાદ હેલ્ધી ફૂડના એપિસોડ જોનાર બાળકોએ બાદમાં નાસ્તા માટે હેલ્ધી સ્નેક્સની પસંદગી કરી હતી. જ્યારે બીજા જૂથના બાળકોમાં તેનાથી વિરુદ્ધ જોવા મળ્યું હતું. રિસર્ચના મુખ્ય ઓથર ફ્રેંક ફોકવોર્ડના જણાવ્યા પ્રમાણે, એજ્યુકેશન સિસ્ટમમાં આ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ.

ફોકવર્ડના જણાવ્યા મુજબ, સ્કૂલ એક મોટા વર્ગ સુધી પહોંચવા માટેનું મહત્વપૂર્ણ અને અસરકારક માધ્યમ છે. તેમાં બાળકોની સાથે સ્ટાફ પણ સામેલ હોય છે. જો શિક્ષક વિદ્યાર્થીને બાળપણથી સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ શીખવે તો બાળકો મોટું થાય તો તે હેલ્ધી ખાવાનું પહેલા પસંદ કરશે.

જો કે, આ રિસર્ચમાં તે પણ જાણવા મળ્યું કે, એવા બાળકો જે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરવામાં અચકાતા હોય છે તેઓ કદાચ હેલ્ધી ફૂડ પ્રોગ્રામ જોયા બાદ પણ હેલ્ધી ફૂડ ખાવું કે અનહેલ્ધી ફૂડ ખાવું ઓપ્શનને પસંદ ન કરી શકે. પરંતુ મોટા થાય ત્યારે તેઓ સમજદાર થઈ જાય છે અને બાળપણમાં જોયેલા પ્રોગ્રામની મેમરીને આધારે તેઓ હેલ્ધી ફૂડ પસંદ કરવાનું શરૂ કરી શકે છે.

X
Children aged 10 to 12 like to eat healthy food by watching cooking shows

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી