ફાયદા / બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓને સ્તન અને ઓવરી કેન્સરનું જોખમ ઓછું રહે છે

Breastfeeding women are less at risk for breast and ovarian cancer

Divyabhaskar.com

Aug 14, 2019, 12:45 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. માતાનું દૂધ નવજાત શિશુ માટે કેટલું જરૂરી છે, તે વાત બધાને ખબર હોય છે. છ માસથી એક વર્ષ સુઘીના બાળકને માતાના દૂધથી જરૂરી પોષક તત્ત્વો મળે છે. પરંતુ બ્રેસ્ટફીડિંગથી મહિલાઓને ઓવરી (અંડાશય) સંબંધી બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. તે ઉપરાંત પણ બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓને ઘણા ફાયદા થાય છે.

બ્રેસ્ટફીડિંગ છોડાવવાનો યોગ્ય સમય

બાળક 6 મહિનાનું થાય ત્યાંથી લઈને દોઢ વર્ષ સુધી સ્તનપાન કરાવવું જોઈએ. તેનાથી વધારે માતાનું દૂધ પીવડાવવાથી મહિલાઓના શરીર પર ખરાબ અસર પડે છે. કેમ કે, આ સમય બાદ મહિલાઓના સ્તનમાં દૂધ બનવાનું બંધ થઈ જાય છે.

બ્રેસ્ટફીડિંગ કરાવવાના ફાયદા

ચેપથી બચાવે છે

બ્રેસ્ટફીડિંગથી શિશુઓમાં શ્વાસ સંબંધી સમસ્યા અથવા કાનના ચેપ જેવી સમસ્યાઓથી રક્ષણ આપે છે. આ ઉપરાંત, તે બાળકોમાં ડાયાબિટીસ અને શ્વેત લોહી અને અસ્થમા અને ખરજવું જેવી અન્ય એલર્જીનું જોખમ ઘટાડે છે.

શિશુનું વજન વધે છે

બ્રેસ્ટફીડિંગ સમયથી પહેલાં જન્મેલા (પ્રિમેચ્યોર) બાળકના સ્વાસ્થ્યને સુધારે છે. હંમેશાં એવું જોવા મળે છે કે, સમય કરતાં પહેલાં જન્મેલા બાળકોનું વજન ઓછું હોય છે. સ્તનપાન દ્વારા બાળકનું વજન વધારી શકાય છે.

ચરબી
સ્તનપાનથી શિશુઓને બાળપણમાં સ્થૂળતાનું જોખમ ઘટાડી શકાય છે. બહારના દૂધ કરતાં માતાના દૂધમાં ઇન્સ્યુલિન ઓછું હોય છે.

સ્વસ્થ આદતોનો વિકાસ

સ્તનપાન કરતાં શિશુઓ નિયમિતપણે તેમનું ભોજન લે છે અને જેમ જેમ તેમનો શારીરિક વિકાસ થાય છે, તેમ તેમ તંદુરસ્ત આદતોને વિકસિત કરવામાં પણ વધારે કાર્યક્ષમ હોય છે.

મગજનો વિકાસ
માતાના દૂધમાં ઘણાં એવાં તત્ત્વો હોય છે, જે શિશુના મગજના વિકાસ માટે જરૂરી છે. એક રિસર્ચમાં આ વાત સાબિત થઈ ગઈ છે કે, સ્તનપાન કરતાં શિશુ બુદ્ધિમાન હોય છે.

શરીરનું તાપમાન સામાન્ય રહે છે

બાળકના જન્મના શરૂઆતનાં અઠવાડિયાંમાં મોટાભાગનાં બાળકોનાં શરીરનું તાપમાન સામાન્ય કરવામાં મુશ્કેલી આવે છે. સ્તનપાન તમારા શિશુના શરીરનું તાપમાન સામાન્ય રાખવામાં મદદ કરે છે. તેને નોર્મલ ટેમ્પરેચર સુધી ગરમ રાખવા ઉપરાંત, ત્વચા અને ત્વચાના સ્પર્શ તમારા અને તમારા શિશુની વચ્ચે મજબૂત ભાવનાત્મક સંબંધ બનાવે છે.

ઓવરી કેન્સરનું જોખમ ઘટી જાય છે
જે મહિલાઓ બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવતી હોય છે તેમને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર નથી થતું. પોતાની જાતને અને બાળકોને બીમારીઓથી દૂર રાખવા માટે તેમને સ્તનપાન કરાવવું જરૂરી છે. હંમેશાં સ્વસ્થ રહેવા માટે બાળકોને ઓછામાં ઓછા 6 મહિના સુધી સ્તનપાન કરાવવું જોઈએ.

માતાનું વજન ઘટે છે

સ્તનપાન કરાવતી મહિલાઓ વધારે કેલરીનો ઉપયોગ કરતી હોય છે જેના કારણે તેમનું વજન વધી જાય છે. પરંતુ પ્રાકૃતિક રીતે વજન ઓછું કરવામાં અને ​​​​​​​સ્થૂળતાથી બચવા માટે સ્તનપાન એકદમ બેસ્ટ છે

તણાવને દૂર કરવામાં મદદ કરે છે

જ્યારે બાળકની તબિયત સારી ન હોય ત્યારે તે બેચેની મહેસૂસ કરે છે ત્યારે સ્તનપાન કરાવવાથી બાળકને રાહત મળે છે. સ્તનપાન શિશુ ઓછું રડે છે અને તમને પણ તણાવમુક્ત રાખવામાં મદદ કરે છે.

કેન્સરનું જોખમ ઘટી જાય છે

સ્તનપાન કરાવતી માતાઓને સ્તન અથવા ગર્ભાશયના કેન્સરનું જોખમ ઓછું રહે છે. સ્તનપાન એક પ્રાકૃતિક ગર્ભનિરોધક છે. બ્રેસ્ટફીડિંગ કરાવવાથી બાળકની
સાથોસાથ માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

X
Breastfeeding women are less at risk for breast and ovarian cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી