રિસર્ચ / હવે બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો પાંચ વર્ષ પહેલાં જ ઓળખાઈ જશે

Breast cancer symptoms will now be known five years ago

  • બોડીમાં બ્રેસ્ટ કેન્સરના લક્ષણો દેખાવાના 5 વર્ષ પહેલાં જ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાને ઓળખી શકાય છે
  • જલ્દી એવું બલ્ડ ટેસ્ટ ઉપલબ્ધ થશે
  • રિસર્ચ અત્યાર સુધી પ્રાપ્ત થયેલ પરિણામને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું હતું

Divyabhaskar.com

Nov 07, 2019, 01:44 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. યુકેમાં કરવામાં આવેલ એક રિસર્ચ સાથે સંકળાયેલા સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જો ફંડ સાથે જોડાયેલ કોઈ સમસ્યા નહી આવે તો જલ્દી એવું બલ્ડ ટેસ્ટ ઉપલબ્ધ થશે જેના દ્વારા બોડીમાં બ્રેસ્ટ કેન્સરના લક્ષણો દેખાવાના 5 વર્ષ પહેલાં જ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાને ઓળખી શકાય છે. સંશોધકો દ્વારા આ દિશામાં કરવામાં આવેલ રિસર્ચ અત્યાર સુધી પ્રાપ્ત થયેલ પરિણામને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું હતું.

પોતાના રિસર્ચમાં ડોકટરોએ તે 90 દર્દીઓના બ્લડના નમૂના લીધે જેમનો બ્રેસ્ટ કેન્સરની સારવાર ચાલી રહી છે અને તે 90 દર્દીઓના બ્લડ સેમ્પલ માટે જે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. હવે સંશધકો 800 દર્દીઓના સેમ્પલ લઈને તેમને 9 અલગ અલગ પેરામીટર્સ પર ટેસ્ટ કરી રહ્યા છે. જેથી અગાઉ કરવામાં આવેલ રિસર્ચની ચોકસાઈનું ફરીથી પરીક્ષણ કરી શકાય અને અલગ દિશામાં તપાસને આગળ વધારી શકાય.

રિસર્ચ સાથે સંકળાયેલ ‘નોટિંઘમ યુનિવર્સિટી’ના પીએચડી વિદ્યાર્થી દનિયા અલફતાનીના જણાવ્યા અનુસાર, બ્લડ ટેસ્ટ દ્વારા બ્રેસ્ટ કેન્સર હોવાનું શરૂઆતના તબક્કામાં ખબર પડી જવાથી આ ટેસ્ટ તે દેશોના લોકો માટે ઉપયોગી સાબિત થશે, જે મધ્યમ અને ઓછી આવક ધરાવે છે. સાથે આ સ્ક્રીનિંગ મેથડ બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે અત્યારે ઉપયોગમાં કરવામાં આવતી પદ્ધતિઓ કરતા પણ આ સ્ક્રિનિંગ પદ્ધતિ ખૂબ સરળ હશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટમા જણાવ્યા પ્રમાણે, દર વર્ષે અંદાજે 21 લાખ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે. એક અંદાજ અનુસાર, ગત વર્ષે બ્રેસ્ટ કેન્સરના કારણે સમગ્ર વિશ્વનાં 6 લાખ 27 હજાર મહિલાઓના મોત થયા હતા. અન્ય પ્રકારના કેન્સરથી થતી મહિલાઓનો મૃત્યુ દર અંદાજે 15 ટાક છે.

અલફતાનીના જણાવ્યા પ્રમાણે, અમે આ રિસર્ચ પર વધુ કામ કરવાની અને તેને વધુ વિકસિત કરવાની જરૂર છે. જો કે, બ્રેસ્ટ કેન્સરને લગતા આ રિસર્ચમાં અમારા માટે એ વાત સ્પષ્ટ થઈ છે કે બ્રેસ્ટ કેન્સર પહેલા તેના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકાય છે. એક વખત અમે આ રિસર્ચની ચોકસાઈને સુધારી લઈશું તો તે વાત એકદમ સ્પષ્ટ થઈ જશે કે એક સરળ બ્લડ ટેસ્ટ દ્વારા બ્રેસ્ટ કેન્સરની સંભાવનાને ઓળખવાથી તેને અટકાવવામાં મદદ મળી શકે છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સંપૂર્ણપણે ફંડ પર આધારિત આ શોધ દ્વારા આગામી ચારથી પાંચ વર્ષમાં બ્રેસ્ટ કેન્સરની તપાસની આ સરળ પ્રક્રિયા ઉપલબ્ધ થશે. આ રિસર્ચ નેશનલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેન્સર કોન્ફરન્સ ગ્લાસગોમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

X
Breast cancer symptoms will now be known five years ago
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી