• Home
  • Lifestyle
  • Health
  • Breast cancer often recurred due to hormones therapy going to cancer sales sleep stage

રિસર્ચ / હોર્મોન્સ થેરપીથી કેન્સરના સેલ્સ સ્લીપ સ્ટેજમાં જતા રહેવાથી ઘણીવાર બ્રેસ્ટ કેન્સર ફરીથી થાય છે

Breast cancer often recurred due to hormones therapy going to cancer sales sleep stage

  • લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે હોર્મોન થેરપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
  • આ રિસર્ચમાં લેબોરેટરીમાં બ્રેસ્ટ કેન્સર સેલ્સ પર હોર્મોન્સનો પ્રભાવ જોવા મળ્યો હતો

Divyabhaskar.com

Sep 04, 2019, 12:17 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે હોર્મોન થેરપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બ્રેસન્ટ કેન્સરમાં ઘણીવાર જોવામાં આવ્યું છે કે સારવાર બાદ ઠીક થઈ જાય છતાં ઘણી વખત ફરીથી થાય છે. હવે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હોર્મોન થેરપીથી કેટલાક કેન્સર સેલ્સ સ્લીપ મોડમાં જતા રહે છે, જે બાદમાં ફરીથી સક્રિય થઈ શકે છે. આ રિસર્ચ બાદ હવે એક નવી રીત શોધવામાં આવશે કે જેના દ્વારા આ સેલ્સને લાંબા સમય સુધી સ્લીપ મોડમાં રાખી શકાય છે અથવા સક્રિય કરીને સારવાર દરમિયાન તેને આ સેલ્સને દૂર કરવામાં આવે.

આ રિસર્ચમાં લેબોરેટરીમાં બ્રેસ્ટ કેન્સર સેલ્સ પર હોર્મોન્સનો પ્રભાવ જોવા મળ્યો હતો. લીડ રિસર્ચર લુસા મગનાનીના જણાવ્યા અનુસાર, આ અંગે જાણવું બહું જરૂરી છે કેમ કે બ્રેસ્ટ કેન્સરના મોટાભાગના કેસમાં હોર્મોન્સ થેરપીથી સારવાર કરવામાં આવે છે. તેમને જણાવ્યું હતું કે આ ડોર્મેટ સેલ્સ વિશે સારી રીતે જાણી શકાય તો ફરીથી થતા કેન્સરને અટકાવી શકાય છે.

બ્રેસ્ટ કેન્સરના મોટાભાગના કેસમાં ટ્યૂમર કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને હોર્મોન્સ થેરપી આપવામાં આવે છે. જોકે, કેટલાક દર્દીઓને ફરીથી કેન્સર થઈ જાય છે. કેટલાક કેસમાં તો 20 વર્ષ બાદ કેન્સર ઉથલો મારે છે. કેન્સરનું આટલા લાંબા સમય બાદ ઊથલો મારવું તે જોખમી હોય છે કેમ કે, ત્યાં સુધી તે શરીરના અન્ય ભાગમાં ફેલાઈ ગયું હોય છે અને કેન્સરના સેલ્સ દવાઓ માટે પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લે છે.

X
Breast cancer often recurred due to hormones therapy going to cancer sales sleep stage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી