- મોટી ઉંમરની મહિલાઓની ગર્ભનાળમાં થતા ફેરફારના કારણે તેમનાથી જન્મેલા છોકરાઓને આગળ જતા નુકસાન પહોંચી શકે છે
- 35ની વય બાદ માતા બનનારી મહિલાઓના છોકરાઓને ઘણી સમસ્યાઓ થઈ શકે છે
- મહિલાઓમાં પ્રથમ ગર્ભાવસ્થાની સરેરાશ ઉંમર દિવસે ને દિવસે વધી રહી છે
Divyabhaskar.com
Dec 03, 2019, 01:17 PM ISTદિવ્યશ્રી ડેસ્ક. 35 વર્ષની ઉંમર બાદ માતા બનવું એક પડકાજનક કામ હોય છે. મોટી ઉંમરની મહિલાઓથી જન્મેલા છોકરાઓને હૃદય સંબંધિત બીમારી થવાનું જોખમ વધી જાય છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે, મોટી ઉંમરની મહિલાઓની ગર્ભનાળમાં થતા ફેરફારના કારણે તેમનાથી જન્મેલા છોકરાઓને આગળ જતા નુકસાન પહોંચી શકે છે.
35 વર્ષની ઉંમર બાદ માતા બનવું મુશ્કેલ છે
આ રિસર્ચ ઉંદર પર કરવામાં આવ્યું અને જોવા મળ્યું કે, 35ની વય બાદ માતા બનનારી મહિલાઓના છોકરાઓને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું કે, મોટી ઉંમરમાં માતા બનનારી મહિલાઓના છોકરાઓને નકારાત્મક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ છોકરીઓમાં કોઈ પ્રકારની સમસ્યા જોવા મળતી નથી, પરંતુ તેમાં થોડો ફાયદો જ જોવા મળ્યો હતો. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, માતાની ઉંમર વધારે હોવાથી ગર્ભનાળ દ્વારા બાળક સુધી પોષણ અને ઓક્સિજન પહોંચવાની ક્ષમતા ઘટી જાય છે.
પહેલી વખત માતા બનાવાની વય વધી રહી છે
સંશોધકોનકર્તાના જણાવ્યા પ્રમાણે, મહિલાઓમાં પ્રથમ ગર્ભાવસ્થાની સરેરાશ ઉંમર દિવસે ને દિવસે વધી રહી છે. એટલા માટે તે સમજવું જરૂરી છે કે મોટી ઉંમરમાં માતા બનનારી મહિલાઓના બાળકો જ્યારે વયસ્ક થાય છે ત્યારે તેમને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
સંશોધકોના જણાવ્યા મુજબ, ગર્ભાશયમાં બાળકને માતા સાથે જોડતી ગર્ભનાળળ ખૂબ જ ગતિશીલ હોય છે. મહિલાઓની ઉંમર વધવાથી આનુવંશિક થતા ફેરફારોના કારણે ગર્ભનાળની કાર્ય કરવાની ક્ષમતા પણ નબળી થઈ જાય છે.
મોટી ઉંમરે માતા બનવાથી પોષણની સમસ્યા થઈ શકે છે
સંશોધકર્તા ડોક્ટર ટીના નાપસોના જણાવ્યા પ્રમાણે, મોટી ઉંમરે ગર્ભધારણ કરલું મુશ્કેલ સાબિત થઈ શકે છે કેમ કે, મોટી ઉંમરે માતા બનવાથી બાળકને પોષણ ઓછું મળે છે. રિસર્ચમાં તે પણ જોવા મળ્યું કે, પુરુષ ગર્ભના કિસ્સામાં મોટી ઉંમરની માતાઓની ગર્ભનાળ નબળી થઈ જાય છે અને તે યોગ્ય રીતે કામ પણ નથી કરી શકતી.