ટિપ્સ / લિક્વિડ લિપસ્ટિક લગાવતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખો

Be careful about such things when applying liquid lipstick

Divyabhaskar.com

Aug 01, 2019, 08:34 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. લિક્વિડ લિપસ્ટિક રેગ્યુલર લિપસ્ટિક જેવી નથી હોતી. તેને હોઠ પર લગાવવા માટે અલગ રીત છે જે તમારી સુંદરતા વધારો કરે છે. જો તેને યોગ્ય રીતે લગાવવામાં ન આવે તો તમારો ચહેરો ખરાબ દેખાય છે.

થોડો સમય આપવો

લિક્વિડ લિપસ્ટિકનો લગાવવા માટે થોડો સમય લાગે છે. ઉતાવળમાં લગાવવાથી અથવા યોગ્ય રીતે હોઠ પર ન લગાવવામાં આવે તો હોઠની આજુબાજુ લિપસ્ટિક લાગી જાય છે.

મેકઅપ પણ જરૂરી છે
સામાન્ય રીતે મહિલાઓ માત્ર લિપસ્ટિક લગાવવાનું પસંદ કરતી હોય છે. પરંતુ લિક્વિડ લિપસ્ટિકની સાથે થોડો મેકઅપ કરવો જરૂરી છે, કેમ કે મેકઅપ વગર માત્ર લિક્વિડ લિપસ્ટિક લગાવવાથી તમારો લુક ખરાબ દેખાઈ શકે છે. ડાર્ક લિક્વિડ લિપસ્ટિક લગાવી રહ્યા હો તો થોડો મેકઅપ જરૂરથી કરવો. તેનાથી તમારી સુંદરતા વધી જશે.

વધારે ન લગાવવી જોઈએ

લિક્વિડ લિપસ્ટિક એક લેયર લગાવ્યા બાદ બીજી વખત લગાવવાની જરૂર નથી રહેતી. લિપસ્ટિક લગાવ્યા બાદ વધારે લિપસ્ટિક દેખાતી હોય તો તેને દૂર કરવી.તેનાથી એક સારું ટેક્સ્ચર મળશે. સામાન્ય લિપસ્ટિકની જેમ લિક્વિડ લિપસ્ટિકના વધારે લેયર લગાવવાથી તેની સુંદરતા ખરાબ થઈ જાય છે.

ફાટી ગયેલા હોઠ પર ન લગાવવી

કોઈ પણ લિપસ્ટિક લગાવતા પહેલાં ધ્યાનમાં રાખવું કે હોઠ ફાટી ગયેલા ન હોવા જોઈએ. જો હોઠ પર મૃત ત્વચા હોય તો તેને દૂર કરવી. તેનાથી હોઠ મુલાયમ થઈ જશે ત્યારબાદ લિક્વિડ લિપસ્ટિક લગાવવી. તેનાથી હોઠની સુંદરતા વધી જશે અને ચહેરો પણ આકર્ષક લાગશે.

શેપ આપવો

ઘણા લોકોના હોઠનો આકાર પાતળો હોય છે. એવામાં લિપસ્ટિક લગાવવાથી તે ફેલાઈ જાય છે. જો હોઠને યોગ્ય આકાર આપવો હોય તો પહેલાં લિપ લાઈનરથી આઉટ લાઈન કરવી ત્યારબાદ લિપસ્ટિક લગાવવી જેથી હોઠનો શેપ સારો દેખાશે.

X
Be careful about such things when applying liquid lipstick

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી