WHO રિપોર્ટ / બજારમાં મળતા બેબી ફૂડ બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે

Baby food available in the market is dangerous for children's health

  •  બેબી ફૂડ્સમાં વધારે પ્રમાણમાં સુગરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
  •  બેબી ફૂડ બનાવતી કંપનીઓ તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વધારે માત્રામાં સુગર મિક્સ કરી રહી છે
  •  6 થી 36 મહિનાના બાળકો માટે વધુને વધુ બેબી ફૂડ માર્કેટમાં વેચાય છે

Divyabhaskar.com

Jan 05, 2020, 11:39 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારે માતા-પિતા પોતાના બાળકોનો જલ્દી ઉછેર કરવા અને સ્વસ્થ રાખવાના હેતુથી બજારમાં ઉપલબ્ધ બેબી ફૂડનો ઉપયોગ કરી રહ્યાં છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, બજારમાં મળતા બેબી ફૂડ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. 6થી 36 વર્ષ મહિનાના બાળકો માટેના રિપોર્ટ ચોંકાવનારા છે.

બેબી ફૂડ્સમાં સુગર વધારે હોય છે
જો તમે શિશુ અથવા મોટા થઈ રહેલ બાળકોના માતા-પિતા છો તો, તમારે તેમના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે તમારા લાડકવાયાને બેબી ફૂડ આપી રહ્યા હો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, બેબી ફૂડ્સમાં વધારે પ્રમાણમાં સુગરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ રિસર્ચમાં ખુલાસો કર્યો છે કે, સમગ્ર વિશ્વના ઘણા દેશો બેબી ફૂડનો અયોગ્ય રીતે પ્રચાર કરી રહ્યા છે. બેબી ફૂડ બનાવતી કંપનીઓ તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વધારે માત્રામાં સુગર મિક્સ કરી રહી છે. આ કંપનીઓની મજબૂત માર્કેટિંગ ટેક્નીકથી પ્રભાવિત થઈને માતા-પિતા બેબી ફૂડ્સને બાળકો માટે તંદુરસ્ત સમજીને તેનો ઉપયોગ કરી રહ્યા છે.

ડોક્ટરની સલાહ લેવી
WHOના જણાવ્યા પ્રમાણે, 6 થી 36 મહિનાના બાળકો માટે વધુને વધુ બેબી ફૂડ માર્કેટમાં વેચાય છે. જ્યારે 6 મહિનાના બાળકો માટે કોઈ પણ પ્રકારના ફૂડ્સ પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ છે. WHOએ અપીલ કરી છે કે, બેબી ફૂડ બાળકોને આપતા પહેલા માતા-પિતાએ પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી.

X
Baby food available in the market is dangerous for children's health
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી