રિસર્ચ / જન્મ સમયે બાળકોનું વજન ઓછું હોવાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે

At birth babies are underweight and have difficulty breathing

 • આવા બાળકોમાં હૃદય અને શ્વસન સંબંધી બીમારી આખી જીંદગી રહે છે
 • 1995માં બાળકોમાં હૃદય અને શ્વસન સંબંધી સમસ્યા 27 ટકા હતી, જે 2017માં વધીને 47 ટકા થઈ ગઈ

Divyabhaskar.com

Feb 05, 2020, 02:25 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જન્મ સમયે જે બાળકોનું વજન ઓછું હોય છે તેમને હૃદય અને શ્વસન સંબંધી સમસ્યાઓ વધારે હોય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આવા બાળકોમાં હૃદય અને શ્વસન સંબંધી બીમારી આખી જીંદગી રહે છે. ઉપરાંત શ્વાસ ફૂલવાની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સ્વસ્થ રહેવા માટે હૃદય અને સ્વસ્થ રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી ઘણી બીમારીઓ અને સમયથી પહેલા મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે. આ રિસર્ચ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (JAMA)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, 1995માં ઓછા વજન વાળા બાળકોમાં હૃદય અને શ્વસન સંબંધી સમસ્યા 27 ટકા હતી, જે 2017માં વધીને 47 ટકા થઈ ગઈ. સંશોધકોના જણાવ્યા અનુસાર તફાવત એકદમ ચિંતાજનક છે.

આ લક્ષણો છે કુપોષણના

 • કમજોર અથવા નબળું શરીર
 • શ્વાસ લેવામાં સમસ્યા થવી
 • વધારે પડતી ઠંડી લાગવી
 • થાક લાગવો અને ઉદાસીનતા
 • વારંવાર બીમાર પડવું
 • સ્નાયુઓનું નુકસાન અથવા નબળાઈ
 • માનસિક વિકાસ ઓછો અને ધીમે થવો
 • પાચન સંબંધી સમસ્યા થવી
 • કાર્યક્ષમતામાં ઘટાડો થવો

કુપોષણથી કેવી રીતે છૂટકારો મેળવવો

 • રાતે 50 ગ્રામ કિસમિસને પાણીમાં પલાળીને રાખો અને સવારે સારી રીતે ચાવીને ખાઓ. નિયમિત રીતે 2થી 3 મહિના સુધી ખાવાથી તમે ત્રણ મહિનામાં કુપોષણ મુક્ત થઈ જશો અને તમારું વજન વધી જશે.
 • તમારા આહારમાં પ્રોટીનની માત્રા વધારવી. કઠોળ એ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે, તેથી કઠોળ વધારે ખાવા.
 • દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુનું સેવન કરવાથી તમે કુપોષણથી છૂટકારો મેળવી શકો છો. તેના માટે તમારે દરરોજ 300-500 મિલી લીટર દૂધ પીવું.
 • પૂરતી ઊંઘ ન લેવાને કારણે તેની અસર તમારા શરીર પર પડે છે અને શરીરને થાક લાગે છે. એટલા માટે દરરોજ 7થી8 કલાક ઊંઘ જરૂરથી લેવી. દરરોજ 100થી 200 ગ્રામ કાળા શેકેલા ચણા ખાવાથી તમે કુપોષણની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
X
At birth babies are underweight and have difficulty breathing

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી