રિસર્ચ / વાયુ પ્રદૂષણથી ગર્ભમાં ઊછરી રહેલા શિશુને ગંભીર નુકસાન પહોંચે છે

Air pollution causes serious harm to infants in the womb

  •  વિશ્વભરમાં વધતા વાયુ પ્રદૂષણથી માત્ર લોકોને જ નહીં પરંતુ ગર્ભમાં ઉછરી રહેલાં શિશુને પણ નુકસાન પહોંચે છે
  • બાળક જન્મ સમયે જ ઘણી વિકૃતિ સાથે પેદા થઈ શકે છે
  • વાયુમાં વધારે પ્રદૂષણના કારણે ગર્ભમાં ઊછરી રહેલા શિશુ પર ખરાબ અસર પડે છે

Divyabhaskar.com

Nov 21, 2019, 03:32 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વિશ્વભરમાં વધતા વાયુ પ્રદૂષણથી માત્ર લોકોને જ નહીં પરંતુ ગર્ભમાં ઉછરી રહેલાં શિશુને પણ નુકસાન પહોંચે છે. વાયુ પ્રદૂષણના રજકણો હવા દ્વારા વ્યક્તિના ફેફસામાં પ્રવેશ કરે છે. તે ન માત્ર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે પરંતુ ગર્ભમાં ઊછરી રહેલાં શિશુને પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે બાળક જન્મ સમયે જ ઘણી વિકૃતિ સાથે પેદા થઈ શકે છે. તાજેતરમાં ‘ટેલ અવીવ યુનિવર્સિટી’ના સંશોધકો દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, વાયુમાં વધારે પ્રદૂષણના કારણે ગર્ભમાં ઊછરી રહેલા શિશુ પર ખરાબ અસર પડે છે અને જન્મ સમયે ખોડખાપણનું જોખમ પણ વધારે રહે છે.

ગર્ભમાં ઊછરી રહેલા શિશુના સ્વાસ્થ્ય પર અસર
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ગર્ભવતિ મહિલાઓ પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે ત્યારે તે ફેફસાંની આગળ જઈને પ્લેસેન્ટા સુધી પહોંચી શકે છે. શ્વેત રક્તકણો ત્યાં વધે છે. જ્યારે ત્યાં એકત્રિત થઈ જાય છે તો બાળક સુધી લોહી નથી પહોંચવામાં સમસ્યા ઉભી થાય છે. તેનાથી બાળકના વિકાસ પર અસર પડે છે. બાળક શારીરિક અથવા માનસિક રીતે અપંગ હોઈ શકે છે. જો પ્લેસેન્ટા યોગ્ય રીતે રક્ત પ્રવાહ ન કરી શકે તો સમય પહેલા ડિલિવરી, જન્મથી જ શારીરિક અથવા માનસિક ખામી અને મૃત્યુ પણ થઈ શકે છે.

બાળકો માટે વધુ જોખમ
પર્યાવરણીય થિંક ટેન્ક સીએસઈના સ્ટેટ ઓફ ઈન્ડિયા એન્વાયરન્મન્ટ (SOE)રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં 10,000 બાળકોમાંથી સરેરાશ 8.5 બાળકો પ્રદૂષિત હવાને લીધે પાંચ વર્ષના થાય તે પહેલાં જ મૃત્યુ પામે છે.

વયસ્કો માટે પણ જોખમ
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ધૂમ્રપાન ન કરતા લોકોમાં 28 વર્ષની ઉંમરના લોકોમાં પણ ચોથા તબક્કાનું કેન્સર જોવા મળ્યું છે. વર્ષ 1988માં 90% ફેફસાંનું કેન્સર ધૂમ્રપાન કરનારાઓમાં થયું. હવે 50% કિસ્સાઓ ધૂમ્રપાન ન કરતા લોકોમાં જોવા મળે છે.

X
Air pollution causes serious harm to infants in the womb

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી