જાણકારી / 35 વર્ષ બાદ ગર્ભધારણ કરવા માટે આટલી સાવધાની રાખવી જરૂરી છે

After 35 years of age if you conceive then you have to take care of yourself

Divyabhaskar.com

Jul 10, 2019, 03:26 PM IST

દિવ્ય શ્રી ડેસ્કઃ ગર્ભધારણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય 22થી 30 વર્ષનો મનાય છે. પરંતુ અત્યારના આધુનિક સમયમાં ઘણી યુવતીઓ 35 વર્ષની ઉંમર પછી ગર્ભધારણ કરવાનું પસંદ કરે છે. 35 વર્ષ બાદ માં બનવું અશક્ય નથી તે સમયે મહિલા પણ મહિલાનું શરીર ગર્ભધારણ કરી શકે છે. પરંતુ આ ઉંમરે સરળતાથી ગર્ભધારણ કરવામાં સમસ્યા પેદા થતી હોય છે. તેથી, કેટલીક સાવધાની વર્તવી જરૂરી છે.


ગર્ભધારણ કરતા પહેલાં ચેકઅપ કરાવવું
સ્વસ્થ અને સુરક્ષિત ગર્ભધારણ માટે પ્રિનેટલ ચેકઅપ કરાવવું જરૂરી છે. જેમાં ડોક્ટર સંપૂર્ણ તપાસ કરવાની સાથે તમારા પતિ અને પરિવારની મેડિકલ તપાસ કરે છે. ત્યારબાદ જરૂર મુજબ ટ્રીટમેન્ટ શરૂ કરી શકાય છે.


ગર્ભાવસ્થા માટે સપ્લિમેન્ટ્સ
35 વર્ષની ઉંમર પછી શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થવાથી પ્રેગ્નન્સી પર ખરાબ અસર ન થાય તે માટે પ્રિ-નેટલ સપ્લિમેટ્સ શરૂ કરવામાં આવે છે. આ દવા માત્ર ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઈએ. આ દવાઓમાં ફોલિક એસિડ અને ઓમેગા 3 ફેટી એસિડ સામેલ હોય શકે છે.


નિયમિત શારિરીક સંબંધ
35 વર્ષ બાદ ગર્ભધારણ કરવું થોડું અઘરું બને છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે નિયમિત શારિરિક સંબંધ રાખવો હિતાવહ છે. ફેમિલી પ્લાનિંગ કરતા હો ત્યારે ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી પણ અનિવાર્ય છે.
35 વર્ષ બાદ પ્રેગ્નેન્ટ થવું અશ્કય નથી. પરંતુ આ સમયે શારીરિક રીતે માતા બનવાની ક્ષમતા ઘટી જાય છે. તેથી જરૂરી છે કે પહેલેથી જ ફૂલ બોડી ચેકઅપ કરાવી લેવું, જેથી જો શરીરમાં કોઈ સમસ્યા અથવા બીમારી હોય તો અગાઉથી જ તેની સારવાર કરાવી શકાય.

X
After 35 years of age if you conceive then you have to take care of yourself
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી