રિસર્ચ / કિશોરો આખા વર્ષ દરમિયાન એક બાથટબ જેટલાં સુગરયુક્ત પીણાં પીવે છે

Adolescents drink up to one bathtub of sugary drinks throughout the year

  • સંશોધકોએ દાવો કર્યો છે કે, 11થી 18 વર્ષના કિશોરો એક વર્ષમાં સરેરાશ એક બાથટબ સુગરયુક્ત પીણાં પીવે છે
  • ઈંગ્લેન્ડના કિશોરો અને બાળકો સૌથી વધારે સુગરયુક્ત પીણાં પીવે છે
  • કિશોર અને નાના બાળકો રૅકમૅન્ડ( ભલામણ) કરવામાં આવેલ સુગરનું વધારે માત્રામાં બે વખત સેવન કરે છે

Divyabhaskar.com

Sep 03, 2019, 12:15 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સંશોધકોએ દાવો કર્યો છે કે, 11થી 18 વર્ષના કિશોરો એક વર્ષમાં સરેરાશ એક બાથટબ સુગરયુક્ત પીણાં પીવે છે. નેશનલ ડાયટ એન્ડ ન્યૂટ્રિશન સર્વે દ્વારા એકઠાં કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ઈંગ્લેન્ડના કિશોરો અને બાળકો સૌથી વધારે સુગરયુક્ત પીણાં પીવે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 4 થી 10 વર્ષની વયના બાળકો દર વર્ષે લગભગ અડધું બાથટબ ભરાય તેટલું સુગરયુક્ત પીણાં પી રહ્યાં છે.

રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિશોર અને નાના બાળકો રૅકમૅન્ડ( ભલામણ) કરવામાં આવેલ સુગરનું વધારે માત્રામાં બે વખત સેવન કરે છે. 11થી 18 વર્ષના બાળકો રેકમન્ડની મર્યાદા કરતા ત્રણ ગણું વધારે ખાય છે અને પીવે છે. રિસર્ચમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે શરૂઆતમાં ગોળમટોળ બાળકો સ્થૂળતાની સાથે મોટા થાય છે. તેમાં અન્ય બાળકોની અપેક્ષાએ પુખ્તવયના થાય ત્યાં સુધીમાં મેદસ્વીતા પાંચ ગણી વધી જાય છે. આ ઉપરાંત વધારે વજનને કારણે કેન્સર તથા અન્ય બીમારીનું જોખમ પણ વધી જાય છે.

તાજેતરમાં કેન્સર રિસર્ચ યુકેના એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે 20 પૈસા પ્રતિ લીટર સુગર ટેક્સ આવતા દસ વર્ષમાં સ્થૂળતાના 3.7 મિલિયન કેસોને અટકાવી શકાય છે. કેન્સર રિસર્ચ યુકેના ડિરેક્ટર એલિસન કોક્સે જણાવ્યું હતું કે આ ચોંકાવનારી વાત છે કે કિશોર એક વર્ષમા સરેરાશ એક બાથટબ સુગરયુક્ત પીણાં પીવે છે. આ સારી બાબત નથી અને આને તરત અટકાવવું જરૂરી છે.

X
Adolescents drink up to one bathtub of sugary drinks throughout the year

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી