રિસર્ચ / ભારતમાં 8માંથી 10 ટકા ગર્ભવતી મહિલાઓ દર વર્ષે પ્રિક્લેમ્પ્સિયાથી પ્રભાવિત થાય છે

About 8 percent of pregnant women in India are affected by preeclampsia every year

  • પ્રિક્લેમ્પ્સિયા દુનિયામાં માતૃભ્રૂણ મૃત્યુ દરનાં મુખ્ય કારણોમાંથી એક છે
  • ક્લેમ્પ્સિયા સામાન્ય રીતે ગર્ભાવસ્થાના થોડા મહિના બાદ અથવા 9 મહિના પૂરા થવાના હોય તે પહેલાં થાય છે
  • પ્રિક્લેમ્પ્સિયા પ્લેસેન્ટામાં બ્લડ સર્કયુલેશન ઘટાડે છે

Divyabhaskar.com

Oct 31, 2019, 12:49 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. પ્રિક્લેમ્પ્સિયા દુનિયામાં માતૃભ્રૂણ મૃત્યુ દરનાં મુખ્ય કારણોમાંથી એક છે. પ્રિક્લેમ્પ્સિયા ગર્ભવતી મહિલાઓમાં જોવા મળતી બીમારી છે. જ્યારે પ્લેસેન્ટા યોગ્ય રીતે કામ ન કરે, ત્યારે આ બીમારી થાય છે. પ્રિક્લેમ્પ્સિયા પ્લેસેન્ટામાં બ્લડ સર્કયુલેશન ઘટાડે છે. તેનો અર્થ એ થયો કે તમારા ગર્ભમાં ઊછરી રહેલ બાળકને પૂરતાં ઓક્સિજન અને પોષક તત્ત્વો નથી મળી રહ્યાં, જેને કારણે બાળકનો વિકાસમાં યોગ્ય રીતે નથી થઈ શકતો. સંશોધકોએ પ્રિક્લેમ્પ્સિયા પહેલાં જ તપાસ કરીને તેની સારવાર માટે એક સરળ, ઓછી ખર્ચાળ પદ્ધતિ વિકસિત કરી છે. પ્રિક્લેમ્પ્સિયા સામાન્ય રીતે ગર્ભાવસ્થાના થોડા મહિના બાદ અથવા 9 મહિના પૂરા થવાના હોય તે પહેલાં થાય છે. આ રીતે બીમારીને ઓળખવામાં મોડું થઈ જાય છે. ભારતની વાત કરીએ તો ભારતમાં 8માંથી 10 ટકા ગર્ભવતી મહિલાઓ દર વર્ષે આ બીમારીથી પ્રભાવિત થાય છે.

ઓસ્ટ્રેલિયાના એડિથ કોવાન યુનિવર્સિટીના રિસર્ચમાં સંશોધક એનોચ એંટોના જણાવ્યા પ્રમાણે, વિકાસશીલ દેશોમાં પ્રિક્લેમ્પ્સિયા માતા અને શિશુ બંને માટે મૃત્યુનું મુખ્ય કારણ છે. પરંતુ એનોચ એંટોના જણાવ્યા પ્રમાણે, હવે દવાનો ઉપયોગ કરીને તેની સારવાર કરી શકાય છે. હકીકતમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ બંનેના બ્લડ ટેસ્ટ કરીને આ બીમારી વિશે જાણકારી મેળવી શકાય છે. તે રીતે દવાઓની મદદથી પ્લેસેન્ટામાં બ્લડ પ્રેશર ઘટાડવામાં સફળતા મળી શકે છે.


ઈપીએમએ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ માટે સંશોધકોએ 500થી વધુ ગર્ભવતી મહિલાઓની સ્વાસ્થ્યની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને પેટા આરોગ્ય સંબંધિત પ્રશ્નાવલી ભરાવવામાં આવી. આ દરમિયાન સંશોધકોએ 61 ટકા મહિલાઓમાં પ્રિક્લેમ્પ્સિયા વિકસિત થયા હોવાનાં લક્ષણો જોયાં હતાં. તેમાં મોટાભાગે થાક, હૃદય સંબંધિત સમસ્યા, પાચનક્રિયા અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હતી. માત્ર 17 ટકા મહિલાઓ સ્વસ્થ હતી. આ પરિણામો પરથી આ મહિલાઓનો લોહી ટેસ્ટ કરવામાં આવ્યો, તેમાં જોવા મળ્યું કે, જે મહિલાઓમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઊણપ હતી તેવી મહિલાઓમાં પ્રિક્લેમ્પ્સિયાનાં લક્ષણો વધારે હતાં. આ રીતે સંશોધકોએ અંદાજે 80 ટકા કિસ્સાઓમાં પ્રિક્લેમ્પ્સિયા શરૂઆતના વિકાસ વિશે સચોટ જાણકારી મેળવવામાં સફળ રહ્યા હતા.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પ્રિક્લેમ્પ્સિયાના શરૂઆતના તબક્કામાં ઓળખીને તેની સારવાર કરી શકાય છે. આ રીતે દર વર્ષે હજારો માતાઓ અને તેમના બાળકોનો જીવ બચાવી શકાય છે. એંટોના જણાવ્યા પ્રમાણે, વિકાસશીલ દેશોમાં પ્રિક્લેમ્પ્સિયાની બીમારી સૌથી ઝડપથી વધી રહી છે. ઘણી મહિલાઓ જેમને પ્રિક્લેમ્પ્સિયા હોય છે, તેમને આ વિશે ખબર પણ નથી હોતી. નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવવાથી આ બીમારી વિશે જાણી શકાય છે.


પ્રિક્લેમ્પ્સિયાનાં લક્ષણો

  • હાઈ બ્લડ પ્રેશર
  • પેશાબમાં વધારે પ્રમાણમાં પ્રોટીનની માત્રા
  • માથામાં દુખાવો
  • દૃષ્ટિની સમસ્યા જેમ કે ઝાંખું દેખાવું
  • એસિડિટીની સમસ્યા અને છાતીમાં બળતરા

જો કે, આ તમામ લક્ષણો ગર્ભવતી મહિલાઓમાં સામાન્ય છે. આ લક્ષણો વધી જાય તો તેને સામાન્ય ન સમજવા જોઈએ. તેના માટે જરૂરી છે કે ગર્ભાવસ્થા દરમિયાન તમે સતત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો અને મેગ્નેશિયમ અને કેલ્શિયમ બંને માટે બ્લડ ટેસ્ટ કરાવવો. આ ટેસ્ટ હંમેશાં સાવચેતીથી કરવામાં આવે છે પણ તેનાથી તમારા અને જન્મ લેનાર બાળકનો જીવ બચી શકે છે.

X
About 8 percent of pregnant women in India are affected by preeclampsia every year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી