WHO રિપોર્ટ / દર વર્ષે લગભગ 21 લાખ મહિલાઓ સ્તન કેન્સરનો ભોગ બને છે

About 21 million women suffer from breast cancer every year

  • ભારતમાં દરેક 28મી મહિલાને કોઈકના કોઈ રીતે સ્તન કેન્સર થાય છે
  • જે મહિલાઓ સ્તનપાન કરાવતી હોય છે તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું રહે છે
  • બ્રેસ્ટ કેન્સરને લઈને મહિલાઓમાં જાગૃતિનો અભાવ છે

Divyabhaskar.com

Nov 03, 2019, 12:17 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર દર વર્ષે લગભગ 21 લાખ મહિલાઓ સ્તન કેન્સરનો ભોગ બને છે. ભારતમાં દરેક 28મી મહિલાને કોઈકના કોઈ રીતે સ્તન કેન્સર થાય છે. આ રીતે, મહિલાઓ સૌથી વધારે બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે. કેમ કે, બ્રેસ્ટ કેન્સરને લઈને મહિલાઓમાં જાગૃતિનો અભાવ છે. બ્રેસ્ટ કેન્સરના 12 પ્રકાર હોય છે. કેન્સરના આ પ્રકારની વાત તેના પર નિર્ભર છે તે તે આક્રમક (બીજા અંગોમાં ફેલાઈ છે) અથવા તે યૂનિફોકલ (માત્ર એક ટ્યૂમર) અથવા મલ્ટીફોકલ (ઘણા ટ્યૂમર્સ) છે.

બ્રેસ્ટ કેન્સરની સારવાર શરૂ કરતા પહેલાં એ જાણી લેવું જરૂરી હોય છે કે કેન્સર કયા પ્રકારનું છે. જે મહિલાઓ સ્તનપાન કરાવતી હોય છે તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું રહે છે. સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને અસર કરે છે.


મેડુલરિ બ્રેસ્ટ કેન્સરઃ આ એક દુર્લભ, પરંતુ આક્રમક પ્રકારનું સ્તન કેન્સર છે. તેની શરૂઆત દૂધની નળી (ડક્ટલ કાર્સિનોમા)થી થાય છે. તેને આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તે અસરગ્રસ્ત ટિશ્યૂ મગજમાં રહેલા મેડુલાની જેમ નરમ અને માંસલ હોય છે. મેડુલરી બ્રેસ્ટ કેન્સર કુલ બ્રેસ્ટ કેન્સરના કેસમાં 3-5 ટકા થાય છે. તે 40થી 50 વર્ષની મહિલાઓને સૌથી વધારે પ્રભાવિત કરે છે. તે ધીમે ધીમે ફેલાય છે પરંતુ સ્તનની બહાર કોઈ ટિશ્યૂને પ્રભાવિત નથી કરતું. તેના લક્ષણોની જલ્દીથી ખબર પડી જવાથી જલ્દીથી સારવાર કરવાથી મટાડી શકાય છે.


પેજેટ્સ ડિસીઝ ઓફ ધ બ્રેસ્ટઃ આ બીમારી મોટેભાગે નિપલની આજુબાજુ રહેલા ભાગની ત્વચાને અસર કરે છે. તેની ઓળખ માટે ડોક્ટરો મોટા સેલ્સને શોધે છે. જો કે, મોટાભાગના દર્દીઓને બ્રેસ્ટની અંદર પણ એક-બે ટ્યૂમર હોય છે. આ પ્રકારના કેન્સરના દર્દી 1-4 ટકા હોય છે. પેજેટ કેન્સર દરેક ઉંમરની મહિલાઓને પોતાનો ભોગ બનાવી શકે છે. કિશોરીઓથી લઈને 80 વર્ષ સુધીની મહિલાઓને પણ આ કેન્સર થઈ શકે છે.

ટ્રિપરલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરઃ આ પ્રકારના કેન્સરની સારવાર માટે જરૂરી છે કે ટ્યૂમરમાં ત્રણ લક્ષણો એસ્ટ્રોજન રિસેપ્ટર્સ ન હોય, પ્રોજેસ્ટેરોન રિસેપ્ટ્સ ન હોય અને એચઆર રિસ્પેટર્સ ન હોય, તેમાંથી કોઈ પણ રિસેપ્ટર ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર નથી. આ એક પ્રકારની સમસ્યા છે કેમ કે, આ કેન્સર, બ્રેસ્ટ કેન્સરની સામાન્ય સારવાર સારવાર અસરકારક નથી બનાવતી.

બેસલ જેવા બ્રેસ્ટ કેન્સરઃ આ કેન્સરને આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કેમ કે, દૂધની નળીઓના આંતરિક ભાગમાં જોવા મળે છે. મોટાભાગના કેસમાં તે 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને અસર કરે છે તેની ઓળખ કરવી મુશ્કેલ હોય છે. આ પ્રકારના કેન્સરને મોટાભાગના કિસ્સામાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર સમજવામાં આવે છે કેમ કે તેમાં પણ બ્રેસ્ટ કેન્સરના ત્રણ રીસેપ્ટર્સમાંથી કોઈ પણ શામેલ નથી.

X
About 21 million women suffer from breast cancer every year
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી