ટિપ્સ / ગર્ભવતી મહિલાએ ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન આટલી વાતોનું ધ્યાન રાખવું

A pregnant woman should take care of such things while traveling on the flight

Divyabhaskar.com

Jul 21, 2019, 03:40 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. પ્રેગ્નેન્સીમાં ટ્રાવેલ કરવું મહિલાઓ માટે મુશ્કેલ હોય છે. ખાસ કરીને ગર્ભાવસ્થાના ત્રીજા મહિનામાં ડોક્ટર ટ્રાવેલ કરવાની ના પાડે છે અથવા ઓછું ફરવાની સલાહ આપે છે કેમ કે, તેનાથી લેબર પેન થવાનો ડર રહે છે. કેટલીક એરલાઈન્સ એવી છે ગર્ભાવસ્થા દરમિયાન જે મહિલાઓને 36 સપ્તાહ પૂરા થયા હોય તેમને જ ટ્રાવેલ કરવાની પરવાનગી આપે છે.

ટ્રાવેલ પહેલાં આટલી વાતોનું રાખવું ધ્યાન

 • ટ્રાવેલનો પ્લાન બનાવી રહ્યાં હો તો આ અંગે ડોક્ટરને જાણ કરો. તેમની પાસેથી ફ્લાઈટમાં શું સાવધાની રાખવાની તે વિશે પૂછી લેવું. શક્ય છે કે ડોક્ટર તમને અમુક દવા પણ આપે તેથી તમારી તબિયત ખરાબ થાય તો તમે દવા લઈ શકો. તેમજ ડોક્ટર દ્વારા જે પણ ચિઠ્ઠી લખી આપવામાં આવી હોય તેને સાથે રાખવી તાત્કાલિક ગમે ત્યારે જરૂર પડી શકે છે.
 • કોઈ પણ દવા જાતે ન લેવી કેમ કે ફ્લાઈટમાં તબીયત ખરાબ થાય તો મેડિકલ સારવાર જલ્દી નથી મળતી.
 • બને ત્યાં સુધી ફ્લાઈટમાં વધારે લાંબા સમય સુધીની મુસાફરી ન કરવી કેમ કે, તેનાથી તમને ઘણી તકલીફ થઈ શકે છે.
 • મદદ માગવાથી ગભરાવું નહીં. તમે ઈચ્છો તો એટેન્ડન્ટ અથવા કોઈ પણ અન્ય પેસેન્જર પાસેથી મદદ માગવી.
 • ભારે સામાન કેબિન જાતે રાખવાની જગ્યાએ એટેન્ડન્ટની મદદ લેવી.
 • વધારે વજન વાળી બેગ લઈને ન ફરવું. ખાસ કરીને એકલા ટ્રાવેલ કરી રહ્યા હો તો આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખવું.
 • ફ્લાઈટ દરમિયાન લાંબા સમય સુધી બેસી ન રહેવું નહીં તો સોજા અથવા દુખાની સમસ્યા થઈ શકે છે. સ્ટેબલ થઈ જાય ત્યારબાદ થોડું ચાલવું અથવા સિટ પર બેસીને પોતાના હાથ-પગને સ્ટ્રેચ કરવાં.
 • હાઈડ્રેશનનું ખાસ ધ્યાન રાખવું. ફ્લાઈટ દરમિયાન પ્રવાહી વધારે પીવું.
 • ટ્રાવેલ માટે હંમેશા ખુલ્લા અને ગરમી ન લાગે તેવા કપડાં પહેરવાં જેથી તમારે હેરાન ન થવું પડે.
X
A pregnant woman should take care of such things while traveling on the flight
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી