આરોગ્યની ગુરુચાવી

પ્રેગ્નન્સીમાં દાડમના સેવનથી થાય છે આટલા ફાયદા

divyabhaskar.com | Last Modified - Nov 03, 2018, 20:57PM IST
 • પ્રેગ્નન્સીમાં દાડમના સેવનથી થાય છે આટલા ફાયદા

   દિવ્યશ્રી ડેસ્ક:પ્રેગ્નન્સીમાં ડાયટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલો સંતુલિત આહાર ગર્ભવતી મહિલા લેશે  તેટલું જ ગર્ભમાં રહેલા બાળકને ફાયદો થશે. આ સમયમાં પોષકતત્વોનું ભરપૂર સેવન કરવાથી કેલ્શિયમ, વિટામિન સી, આયરન, મિનરલ્સ, અને પ્રોટીનની પૂર્તિ થાય છે. ગર્ભાવસ્થાથી સંબંધિત બધી જ પરેશાની દૂર થઈ જાય છે. આ સમયમાં દાડમ ખાવું વધુ ફાયદાકારક છે. ગર્ભાવસ્થામાં દાડમ ખાવાથી નીચે મુજબના ફાયદા થાય છે. 

   

  દાડમ ખાવાના ફાયદા
  આર્યનની કમી

  પ્રેગ્ન્ન્સીમાં માતાની ડાયટથી જ બાળકનો શારીરિક માનસિક વિકાસ થાય છે. જો ગર્ભવતી મહિલામાં આર્યનની કમી હોય તો એનિમિયાના કારણે ડિલીવરી સમયે પરેશઆની થાય છે. હિમોગ્લોબીનની માત્રા વધારવા માટે દાડમનું સેવન બેસ્ટ છે. 

   

   

  પેટ માટે લાભકારી
  પેટ માટે દાડમ હિતકારી છે, એટલે ડાયરિયાના પેશન્ટને ડોક્ટર દાડમના સેવનની સલાહ આપે છે. પાચનની ગરબડને દાડમ દૂર કરે છે. ગર્ભવતી મહિલાને ખાસ પાચનને લગતી સમસ્યા સતાવે છે. તેમાં મોજૂદ ફાઇબર પેટ માટે લાભકારી છે. તો ગર્ભવતી મહિલા માટે દાડમ દરેક રીતે શ્રેષ્ઠ છે. 

   

   


  હાડકા અને માંશપેશી મજબૂત 
  દાડમ હાડકાને માંશપેશીને પણ મજબૂત બનાવે છે.  જે મહિલા ગર્ભાવસ્થામાં દાડમનું સેવન કરે છે, તે મહિલાના ગર્ભમાં રહેલા બાળકની પણ માંશપેશી અને હાડકા મજબૂત બને છે.

   

   

   

  નોર્મલ ડિલિવરી
  પ્રેગન્ન્સીમાં લોહીની કમીના કારણે નોર્મલ ડિલીવરીની શકયતા ઓછી રહે છે. દાડમના લોહીની કમીની પૂર્તિ કરે છે.લોહીની ઉણપ ન હોય તેવી સ્થિતિમાં નોર્મલ ડિલિવરીના ચાન્સ વધી જાય છે. 

   

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી