આરોગ્યની ગુરુચાવી

શું આપના પિરિયડસ અનિયમિત છે? તો કરો આ ઉપાય

divyabhaskar.com | Last Modified - Aug 27, 2018, 15:54PM IST
 • શું આપના પિરિયડસ અનિયમિત છે? તો કરો આ ઉપાય

  દિવ્યશ્રી ડેસ્ક:અનિયમિત પીરિયડસ પણ મહિલાઓને સતાવતી એક સમસ્યા છે. જયારે 12-13 વર્ષની કિશોરીને પીરિયડસ આવવાનું શરૂ થાય તો તે શરૂઆતના સમયગાળામાં અનિયમિત હોય છે. પરંતુ જો બે વર્ષ પછી પણ જો પીરિયડસ નિયમિત ન થાય તો એ ચિંતાજનક વિષય છે.  મેડિકલની ભાષામાં માસિક ધર્મની અનિયમિતતાને 'ઓલિગોમેનોરહિ' કહે છે. સામાન્ય રીતે 21-35 દિવસની પીરિયડસ આવે છે.

   

   

  પીરિયડસમાં અનિયમિતતાનું કારણ છે, એનીમિયા, થાઇરોઇડ, હાર્મોનલ અસુંતલન, લીવરની સમસ્યા, ડાયાબીટિશ, એક્સરસાઈઝને અચાનક વધારી દીધી હોય, ધૂમ્રપાન, આલ્કોહોલ, કેફીન, વધુ માત્રામાં લેવું. તણાવ, ગર્ભનિરોધક પિલ્સ લેવી. જો આપ પણ પિરિયડની અનિયમિતતાને કારણે પરેશાન હો તો  આ સરળ ઘરેલુ નુસખ્ખા ઉપાય ટ્રાય કરો. ચોક્કસ ફાયદો થશે. 

   


  આદુ
  પીરિયડને નિયમિત કરવા માટે આદુ અકસીર છે. આદુનું સેવન કરવાથી પીરિયડસ દરમિયાન થતું પેઇન પણ ઓછું કરી શકાય છે. અડધી ચમચી આદુને પીસીને એક કપ પાણીમાં સાત મિનિટ સુધી ઉકાળો. આ મિશ્રણમાં ખાંડ ઉમેરો અને જમ્યા બાદના સમયમાં દિવસમાં ત્રણ વખત આ લિકવિડને પીઓ, એક મહિના સુધી ઉપાય કરો. 


   

   

  કાચું પપૈયું
  કાચું પપૈયું પણ આ સમસ્યામાં અકસરી છે. રોજ કાચું પપૈયું લેવાની આદત પાડો. કાચું પપૈયું ખાવાથી પીરિયડસ નિયમિત બનશે તેમજ પીરિયડસ દરમિયાન થતી પીડાથી પણ રાહત મળશે. 

   

   

   

   હળદર
  હળદર શરીરમાં ગરમી પેદા કરે છે. આપના હોર્મોન્સને નિયંત્રિત કરે છે અને પીરિયડસને નિયમિત કરવામાં પણ મદદ કરે છે. તેમાં એન્ટીસ્પાસ્મોડિક અને એન્ટીઇફ્લેમેટરી તત્વ હોય છે. જે પીરિયડ દરમિયાન થતી પીડાને ઓછી કરે છે અને પીરિયડસને નિયમિત કરે છે. રોજ દૂધમાં હળદર નાંખીને પીવો, પીરિયડસ નિયમિત થઇ જશે. 

   


  ગાજર જ્યુસ
  ગાજરમાં ભરપૂર માત્રમાં આયરન હોય છે. અનિયમિત પીરિયડસ માટે ગાજરનું જયુસ હિતકારી છે.ત્રણ મહિના સુધી એક ગ્લાસ ગાજરનું જ્યુસ પીવો, પીરિયડસની અનિયમિતતાની સમસ્યાથી છૂટકારો મળશે.

   

   


  ફુદીના 
  એક ચમચી  સૂકા ફુદીનાને મધ સાથે મિક્સ કરીને લો. પીરિયડસની અનિયમિતતામાં તે એકસીર પ્રયોગ છે. આ એક બેસ્ટ આયુર્વેદિક ઉપચાર છે. 

   


  વરિયાળી
  વરિયાળીમાં એન્ટીસ્પાસ્મોડિક તત્વ હોય છે. જે પીરિયડસને નિયમિત રાખવામાં મદદ રૂર થાય છે. આટલું જ નહીં તે ફીમેલ સેક્સ હોર્મોન્સને નિયંત્રિત રાખે છે. 

આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી