ખરતા વાળની સમસ્યામાં ટ્રાય કરો દહીં-મેથીનો આ કારગર પ્રયોગ થશે ફાયદો

useful tips for hair loss problem

divyabhaskar.com

Aug 30, 2018, 12:00 AM IST

દિવ્યશ્રી ડેસ્ક:દહીં ન માત્ર સ્વાસ્થ્યવર્ઘક છે પરંતુ સૌંદર્યવર્ધક પણ છે. દહીં સ્કિન અને હેર બંનેની ખૂબસૂરતી વધારે છે. દહીંમાં મોજૂદ સ્કિન લાઇટિંગ પ્રોપર્ટીંઝ આપને ક્લિયર અને ગ્લોઈંગ સ્કિન આપવામાં મદદરૂપ થાય છે. તો બીજી તરફ દહીં એસિડ ખોળાની પરેસાનીને પણ દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં ન માત્ર વાળ સ્મૂધ અને સિલ્કી બનાવે છે પરંતુ સાથે-સાથે વાળની લંબાઇ વધારવામાં પણ તે કારગર ઉપાય છે. લાંબા સ્મૂધ સિલ્કી વાળ માટે દહીંને ત્રણ રીતે ઉપયોગ કરી શકાય છે. તો જાણીએ કેવી રીતે દહીંથી ખૂબસૂરત લાંબા વાળને મેળવી શકાય.

લાંબા મુલાયમ વાળ અને ગ્લોઈંગ સ્કિન માટે દહીંનો આ રીતે કરો પ્રયોગ.- લાંબા વાળ માટે દહીં સાથે ઈંડાનો પ્રયોગ

ઇંડાની સાથે દહીં

ઈંડા પ્રોટીનથી ભરપૂર છે. એટલા માટે પ્રોટીનથી ભરેલ પેક વાળને મજબૂત અને લાંબા બનાવે છે. આનો પ્રયોગ કરવા માટે એક ઇંડું લો, તેના પીળા ભાગને કાઢીને સારી રીતે ફીણી લો. તેમાં બે મોટી ચમચી દહીં ઉમેરો. આ મિશ્રણને સ્કેલ્પ અને વાળમાં લગાવો. અડઘો કલાક બાદ વાળને વોશ કરી લો. વીકમાં 2થી 3 વખત આ પ્રયોગ કરવાથી વાળ સ્મૂધ અને સિલ્કી બનશે.

મેથી અને દહીંનો પ્રયોગ

આ પ્રયોગથી ન માત્ર વાળ લાંબા બનશે પરંતુ ખરતા અને સફેદ વાળથી પણ રાહત મળશે. આ માટે તમે વાળની લંબાઈના પ્રમાણે મેથીના દાણાને રાત્રે પલાળી દો ,સવારે આ દાણાને પીસી લો, આ મિશ્રણમાં દહીં ઉમેરીને સારી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, વીક એક વખત આ પ્રયોગ કરો, આ પ્રયોગથી વાળ લાંબા, સ્મૂધ બનાવવાની સાથે ખોળાથી પણ મુક્તિ મળશે.

એવાકોડો

આ પેક વાળને પોષણ આપવાની સાથે તેને હેલ્ધી બનાવશે. ગ્રોથમાં પણ મદદ કરશે. એવાકોડોને સારી રીતે મેશ કરી દો. આ મેશમાં 2 ચમચી દહીં મિક્સ કરો, આ પેસ્ટને વાળમાં સ્કેલ્પમાં લગાવો. વીકમાં બે વખત આ પેસ્ટનો વાળ માટે પ્રયોગ કરો. ઉત્તમ રિઝલ્ટ મળશે. આ રીતે દહીં ત્વચાની સાથે વાળને પણ સ્મૂધ અને સિલ્કી બનાવે છે અને વાળને લાંબા ચમકદાર પણ બનશે, દહીં પોષણમૂલ્યથી ભરપૂર છે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન અને મિનરલ્સ જેવા કે રિબોફ્લેવીન, વિટામિન બી12, વિટામિન બી6, પોટેશિયમ, મેગ્નશિયમ છે.

બેશન અને દહીંનો પ્રયોગ

- ખરતા વાળને અટકાવવા હોય તો દહીંમાં મુલતાની માટી મિકસ કરીને વાળમાં આ પેસ્ટને લગાવો, આ પેસ્ટને અડધો કલાક સુધી વાળમાં રહેવા દો, ત્યારબાદ વાળને શેમ્પૂથી વોશ કરી લો. આ પ્રયોગ વીકમાં એકથી બે વખત કરવાથી વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મળશે.

સંતરાની છાલ અને દહીં

- વાળ માટે નહીં પરંતુ સ્કિન માટે પણ દહીં ઉપકારક છે. જો આપની સ્કિન ડલ થઇ ગઇ હોય, તો સ્કિનને ગ્લોઈંગ બનવાવા માટે સંતરાની છાલના પાવડરમાં દહીં મિક્સ કરી,આ પેસ્ટને ચહેરા પર લગાવો,.વીકમાં 3થી 4 વખત આ પ્રયોગ કરવાથી સ્કિન કાંતિમય બને છે, જો ખીલની સમસ્યા થતી હોય તો ચંદન, બેશન પાવડરમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. ખીલની સમસ્યા દૂર થશે

X
useful tips for hair loss problem
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી