આવું કરો તો હંમેશા રહેશો જવાન, આ હર્બ્સમાં છે સૌંદર્યનું રહસ્ય

સ્કિનને તરોતાજા રાખવા માટે જે રીતે હેલ્ધી ફૂડ જરૂરી છે તેવી જ રીતે પાણી પણ એટલું જ અનિવાર્ય છે.

divyabhaskar.com | Updated - Aug 24, 2018, 08:12 PM
try this herb for beautyful skin

દિવ્યશ્રીડેસ્ક:સમય સાથે આવતા પરિવર્તનના કારણે જીવનશૈલી પણ બદલાય જાય છે. આજની લાઇફ સ્ટાઇલ એવી થઇ ગઇ છે કે મોડે સુધી જાગવાનું, પુરતી વ્યવસ્થિત ઊંઘ ન થવી, વ્યસ્થિત ત્રણેય ટાઇમ હેલ્ધી ફૂડ ન મળવું. તાપ ઘૂળ, પ્રદૂષિત હવા આ બધું જ શરીરને બેહદ નુકસાન કરે છે. તણાણ અને થકાવટ પણ શરીરને બહુ જલ્દી વૃદ્ધ બનાવી દે છે. આ બધા જ કારણોને કારણે ત્વચા પર કરચલી દેખાવા લાગે છે અને નાની ઉંમરમાં પણ વૃદ્ધત્વના સકેંત દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં થોડું પહેલા જ સભાન થઇ જવું જરૂરી છે. જો થોડી સભાનતા હેલ્થ પ્રત્યે દાખવવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે સૌંદર્યને પણ મેઇન્ટેઈન કરી શકાય છે તો ચાલો બ્યુટીએ ફોરએવર રાખવા માટેની ટિપ્સ સમજી લઇએ.

- બધા લોકોની ઇચ્છા સદાજવા રહેવાની હોય છે. જો કે આ માટેની સભાનતા બધા જ લોકોમાં ઓછી હોય, જો આપ કુદરતી સૌંદર્યને યથાવત રાખવા માંગતા તો જરૂરી છે ડાયટની સાથે સ્કિનની વિશેષ સારસંભાળ લેવામાં આવે, આ માટે પહેલા તો ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. ચા-કોફીનું સેવન ઓછું કરો, તીખી તળેલી વસ્તુને ડાયટમાં સામેલ ન કરો. સિઝનના કોઇ પણ બે ફળને ડાયટમાં સામેલ કરો. ગ્રીન સલાડ ડેઇલી લો. દૂઘ,દહી,. ફળો અને ખાસ કરીને લીલા પાનવાળા શાકભાજીને ડાયટમાં સામેલ કરો.હેલ્ધી સ્કિન માટેસ 6-7 કલાકની ઘસઘસાટ ઉંઘ પણ જરૂરી છે. સ્કિનની સારસંભાળ માટે બાહ્ય ઉપચાર કરવા પણ જરૂરી છે.


-સફરજન -દૂધ
સફરજનના પલ્પને ક્રશ કરી લો, આ પલ્પમાં કાચુ દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લાગવો. કલાક બાદ સૂકાય ગયા બાદ તેને રગડી રગડીને સાફ કરી દો. આ પ્રયોગ વીકમાં ચાર વખત કરો. એકથી 2 મહિના આ પ્રયોગ કરવાથી રિઝલ્ટ તમને આપોઆપ જોવા મળશે.

-દહીં અને જવનો લોટ
બે ટામેટાંને ક્રશ કરી લો. આ પેસ્ટમાં દહીં અને જવનો લોટ ઉમેરો, આ પેસ્ટને ચહેરા પર લગાવો. અડધો કલાક બાદ આ પેસ્ટને સાફ કરી દો. આ પ્રયોગ વીકમાં 3થી ચાર વખત કરો. આ પેસ્ટ સ્કિન પર પડતી કરચલીને રોકશે અને સ્કિનને ટાઇટ કરશે.


-અડદનો લોટ
અડદનો લોટ પણ સ્કિન પર થતી કરચલીને રોકવા માટે કારગર નીવડે છે. અડદને રાત્રે પલાળી દો. ત્યારબાદ સવારે પલાળેલા અડદને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, સ્કિન ટાઇટ બનશે અને કરચલી દૂર થશે આ પ્રયોગ વીકમાં 2થી 4 વખત કરો. બેથી ત્રણ મહિના બાદ તમને સ્કિન પર ફરક જોવા મળશે.

-SPF-50વાળું ક્રિમ
ઉંમર વધવા લાગે બાદ SPF-50વાળું ક્રિમ વાપરો. વધુ પડતો તાપ પણ સ્કિનને ઢીલી કરીને કરચલી પાડી દે છે. તો તાપમાં નીકળવાની 20 મિનિટ પહેલા સનસ્ક્રિન વ્યવસ્થિત લગાવીને જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરો. આ સામે કોઇ પણ સારૂં મોઇશ્ચરાઈઝર ક્રિમ વાપરો.

-પુરતું પાણી પીવો
સ્કિનને તરોતાજા રાખવા માટે જે રીતે હેલ્ધી ફૂડ જરૂરી છે તેવી જ રીતે પાણી પણ એટલું જ અનિવાર્ય છે જો તમે ઓછુ પાણી પીતા હશો તો સ્કિન સૂકાવવા લાગશે અને સ્કિન પર કરચલી નાની ઉંમરમાં જ પડવા લાગશે. તો સ્કિનને તરોતાજા અને સદાજવા રાખવા માટે પુરતું પાણી પીવો. જેનાથી સ્કિન હાઇડ્રેટ રહેશે.

X
try this herb for beautyful skin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App