આરોગ્યની ગુરુચાવી

તમે રોજ શેમ્પૂ કરો છો? તો આ રીતે કરો ઉપયોગ નહિતો થશે નુકસાન

divyabhaskar.com | Last Modified - Aug 23, 2018, 20:19PM IST
 • તમે રોજ શેમ્પૂ કરો છો? તો આ રીતે કરો ઉપયોગ નહિતો થશે નુકસાન

  દિવ્યશ્રી ડેસ્ક:ગરમીની સિઝનમાં પરસેવા કારણે વાળ બહુ જલ્દી ગંદા થઇ જાય છે ત્યારે વાળને  સ્વચ્છ રાખવા માટે લગભગ આપણે રોજ શેમ્પુ કરવાનું પસંદ કરતા હોઈએ છીએ. પરંતુ શેમ્પુ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો રોજ શેમ્પૂ કર્યાં બાદ તમે અમુક પ્રકારની સાવધાની નહીં રાખો તો વાળ રફ,ડ્રાય અને ડલ  થઇ જશે. તો શેમ્પૂ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

   

   

  1.યોગ્ય શેમ્પૂની પસંદગી 

  જો આપ શેમ્પૂથી વાળ વોશ કરતા હો તો સૌથી પહેલી શરત છે. યોગ્ય શેમ્પૂની પસંદગી, આ માટે જરૂરી છે. વાળના પ્રકાર પ્રમાણે શેમ્પૂની પસંદગી, વાળને વોશ કરતા પહેલા તેને તેલ નાખીને મસાજ કરવાનું ન ભૂલો.

   

   

  2.કેમિકલયુક્ત શેમ્પૂ અવોઈડ કરો 

  કેમિકલયુક્ત શેમ્પુ વાળને ડેમેજ કરે છે. સૂકા વાળ માટે કેમિકલ યુક્ત શેમ્પૂના ઉપયોગની બદલે પ્રાકૃતિક તત્વોવાળું શેમ્પૂનો પ્રયોગ કરવો ઉત્તમ છે. કારણ કે કેમિકલ વાળની અંદરની ચમકને છીનવી લે અને તેને નબળુ બનાવે છે. 

   

   

  3. વધુ શેમ્પુ ન વાપરો
  જો ઓછી શેમ્પૂની માત્રાથી જ  વાળ સાફ થઇ જતાં હોય તો વધુ શેમ્પૂ ન વાપરો.  જો એક વખત ઓછી શેમ્પૂના માત્રા લઇને વાળને વોશ  કરી લો. જો ત્યારબાદ એવું લાગે કે
  વાળ સરખી રીતે સાફ નથી થયાં તો જ વધુ માત્રામાં શેમ્પૂ વાપરો. 

   


  કંડિશનરનો પ્રયોગ કરો

  શમ્પૂના ઉપયોગ બાદ જો આપ કંન્ડિશનનો પ્રયોગ નહીં કરો તો શેમ્પૂ વાળને રફ અને બેજાન બનાવી દેશે. વાળની સ્મૂધનેશ જાળવવા માટે શેમ્પૂ બાદ કંડિશનર કરવાનું ન ભૂલો
  જેનાથી વાળનું  મોઈશ્ચર જળવાય રહેશે અને વાળ રફ અને ડલ નહીં થાય.

   

  પાણીમાં મિકસ કરી વાપરો

  મોટાભાગના લોકો શેમ્પુને સીધું જ વાળમાં અપ્લાય કરે છે. આવું કરવાથી વાળ વધુ ડેમેજ થાય છે. જો આપ રોજ શેમ્પૂનો ઉપયોગ કરતા હો તો ડાયરેક્ટ તેને યુઝ  ન કરો, તેમાં થોડું પાણી ઉમેરીને પછી વાપરો અથવા તો, હથેળીમાં થોડી પ્રવાહી લઇને તેને વાળમાં અપ્લાય કરો.

આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી