આરોગ્યની ગુરુચાવી

ટૂથપેસ્ટથી આપ સ્કિન પ્રોબ્લેમ્સથી મેળવી શકશો છૂટકારો

divyabhaskar.com | Last Modified - Aug 21, 2018, 18:11PM IST
 • ટૂથપેસ્ટથી આપ સ્કિન પ્રોબ્લેમ્સથી મેળવી શકશો છૂટકારો

  દિવ્યશ્રી ડેસ્ક:ખુબસૂરત અને મજબૂત દાંત માટે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ ટૂથપેસ્ટની મદદથી સ્કિનને લગતી નાની-મોટી સમસ્યાથી પણ રાહત મળી શકે છે. જી હાં આપ હોઠને સ્મૂધ કરવા માંગતા હો કે નેઇલ્સની પીળાશને દૂર કરવા ઇચ્છતા હો, તો ટૂથપેસ્ટ આ સમસ્યાથી અપાવશે છૂટકારો

  જો કે ટૂથપેસ્ટનો સ્કિન કે હોઠ પર ઉપયોગ કરતા પહેલા એટલું જાણી લો કે એવા ટૂથપેસ્ટનો જ ઉપયોગ સ્કિન માટે કરવો જે ટૂથપેસ્ટ ફલોઇરાઇડ ફ્રી હોય અથવા તો તેમની માત્રા ઓછી હોય. ટૂથપેસ્ટને હોઠ કે સ્કિન માટે ઉપયોગ્ કરતા પહેલા થોડા જ ભાગમાં લગાવીને  ટેસ્ટ કરી લેવો હિતાવહ છે ઘણી વખત સેન્સિટિવ સ્કિન પર તેનું રિએકશન આવતું હોય છે. 


  -નખની પીળાશને દૂર કરવા માટે

  સામાન્ય રીતે પાણીમાં રહેલા કેમિકલ્સને કારણે કેટલીક વખત નખ પીળાશ પકડી લે  છે. આવા નખ જોવામાં બહુ જ ખરાબ દેખાય છે. નખની આ પીળાશને દૂર કરવા માટે નખ પર ટૂથપેસ્ટને ઘસો, સૂકાયા ગયા બાદ ઠંડા પાણીથી સારી રીતે સાફ કરી દો. આ પ્રયોગ વીકમાં બે વખત કરો. 

  -બ્લેકહેડસ માટે

  નાક પર બ્લેકહેડસ વધુ થાય છે, ત્યારે નાક પર થતાં બ્લેક હેડસને હટાવવાની આ સરળ રીત છે. બ્લેકહેડસ પર ટૂથપેસ્ટ લગાવો અને સૂકાય ગયા બાદ તેને ઇયર બડની મદદથી રગડીને હટાવો, ત્યારબાદ ઠંડા પાણીથી સાફ કરી લો. વીકમાં એક વખત આ પ્રયોગ કરવાથી ધીરે ધીરે નાક પરની ત્વચા એકદમ ક્લિન બની જશે. 

   

  -હોઠને સ્મૂધ બનાવવા માટે

  હોઠની ખોવાયેલી સુંદરતાને ફરી પરત લાવવા માટે ટૂથપેસ્ટ બેસ્ટ ઓપ્શન છે  આ માટે  હોઠ પર ટૂથપે્સ્ટ લગાવો ત્યારબાદ તેને હાથથી અથવા તો બ્રિસલ્સવાળા ટૂથબ્રશથી હળવે હાથે ઘસી લો, આ માટે મેન્થોલવાળું ટૂથપેસ્ટ બેસ્ટ ઓપ્શન છે. આ પ્રયોગથી હોઠ પરની ડેડે સ્કિન નીકળી જશે અને હોઠ સ્મૂધ બનશે. 


  -દાઝી ગયેલી સ્કિન પર લગાવો

  -ઘણીવખત ઉતાવળમાં રસોઇ બનાવતી વખતે દાઝી જવાય છે.ત્યારે ત્વચા સામાન્ય દાઝી ગઇ હોય તેવા કિસ્સમાં દાઝી ગયેલી સ્કિન પર ટૂથપેસ્ટ લગાવો, ટૂથપેસ્ટના કારણે જલન ઓછી થશે તેમજ સોજો આવી ગયો હશે તો તેમાં પણ રાહત મળશે.


  -ઓઇલી સ્કિન માટે 

  જો આપની ત્વચા તૈલીય હોય તો પણ ટૂથપેસ્ટ આપના માટે કારગર છે. ઓઈલી સ્કિન પર ટૂથપેસ્ટ લગાવો ત્યારબાદ ઘસીને સાફ કરી દો. આ પ્રયોગ બાદ ઓઇલી સ્કિનમાં થોડો સમય માટે રાહત મળેવી શકાય છે. આ સીબમ પ્રોડક્ટશનને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આ પ્રયોગ માટે જેલ ટૂથપેસ્ટ બેસ્ટ ઓપ્શન છે. 

આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી