આરોગ્યની ગુરુચાવી
Home » Divyashree » Health » milk cream is usefull

દૂધમાંથી નીકળતી આ મલાઈ બહુ કામની છે, જાણો તેના ફાયદા

divyabhaskar.com | Last Modified - Sep 04, 2018, 15:36PM IST
 • દૂધમાંથી નીકળતી આ મલાઈ બહુ કામની છે, જાણો તેના ફાયદા

  દિવ્યશ્રી ડેસ્ક: દૂધમાં મલાઈને બહુ બધા લોકો પસંદ કરતા નથી. પરંતુ આ મલાઇના સ્વાસ્થ્ય અને સૌંદર્યની દષ્ટિએ અનેક ફાયદા પણ છે. તો ચાલો દૂધની આ મલાઈ કરી રીતે ઉપકારક છે જાણીએ..

  બ્યુટી માટે મલાઈનો ઉપયોગ

  - મલાઈમાં સમુદ્ર ફેનનો બારીક પાવડર મિકસ કરીને ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે.

  - મોંસબી કે સંતરાની છાલના પાવડરમાં મલાઈ મિકસ કરીને લગાવવાથી સ્કિન સ્મૂધ અને સાફ બને છે.

  - એક ચમચી મલાઈમાં એક ચમચી સફરજનનો રસ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે ફીણી લો, આ મિશ્રણથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ચહેરો ક્લિન થશે અને ત્વચા મુલાયમ બનશે, જેમની ડ્રાય સ્કિન છે તેમના માટે પણ મલાઈ બેસ્ટ છે.

  મલાઈનો દવા તરીકે ઉપયોગ

  -ઉઘરસમાં મલાઈ દવાનું કામ કરે છે.અડધી વાટકી મલાઈમાં એક ચમચી નારિયેળનું છીણ, ઇલાયચી પાવડર અને મરીને પીસેને ધીમા તાપે ઉકાળી લો. હુંફાળું થયા બાદ રાત્રે સૂતા પહેલા પીવાથી ઉધરસમાં રાહત મળે છે.

  -કાસા અથવા પીતળની થાળીમાં બે ચમચી તાજી મલાઈ નાખો. તેને સારી રીતે ફીણી લો. ત્યારબાદ તેમાં કપૂર પાવડર મિક્સ કરો, ત્વચા પર થતી ફોલ્લીઓમાં આ દવા અકસીર છે.

  - એક ચમચી મલાઈમાં કપૂરનો પાવડર મિક્સ કરો. તેને માથાની વચ્ચોવચ રાખીને હળવા હાથે માલિશ કરો. તેનાથી ખોપડી મજબૂત થાય છે. તેમજ ગરમીની સિઝનમાં ઠંડક પહોંચાડે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી