પ્રેગ્નન્સીમાં આયોડીની કમીના કારણે થઈ શકે છે ગર્ભપાત

iodine decency is harmful for pregnant women

divyabhaskar.com

Sep 06, 2018, 08:20 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: પ્રેગ્નન્સીમાં ન્યૂટ્રિશિયન બહુત જરૂરી હોય છે. શિશુ તેના જીવનના શરૂઆતના નવ મહિનામાં પોષણ માટે તેના માના શરીર પર નિર્ભર હોય છે. આ ચરણમાં તેને જે પણ પોષણ મળે છે. તે તેના વિકાસમાં આગળ સુધી મદદરૂપ થાય છે. તેવામાં ગર્ભવતી મહિલાઓ માટે ઉચિત પોષણ લેવું માટે જરૂરી હોય છે.

ન્યુટ્રિશિનલ ફૂડમાં સંતુલિત આહાર સામેલ હોય છે. ગર્ભવતી મહિલાએ જરૂરી પોષકતત્વ લેવા જરૂરી હોય છે. તેમાં એક આયોડીન પણ છે. સામાન્ય મહિલાઓને 150 એમસીજી ઓયોડીની જરૂરિયાત હોય છે. જ્યારે ગર્ભવતી મહિલાઓને 220 એમસીજી આયોડીનની ડેઈલી જરૂરિયાત હોય છે.

સ્તનપાન કરાવતી મહિલાઓને 290 એમસીજી આયોડીનની જરૂરિયાત હોય છે. જો કોઇ મહિલા રોજ આયોડિનની જરૂરિયાતને પૂર નથી કરતી તો તેને અઠવાડિયે તે મુજબની પૂર્તિ કરવી જરૂરી બને છે.

આયોડીન શા માટે જરૂરી
આયોડીનનું સેવન કરવાથી શરીરનો વિકાસ થાય છે. તમારે એ વાત સમજવી જોઈએ કે બાળકના વિકાસ માટે આયોડિનનું સેવન કરવું જરૂરી બની જાય છે. તેનાથી બાળકના મગજ અને તેની નર્વસ સિસ્ટમનો વિકાસ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન આયોડિનની કમીના કારણે થાઈરોઈડ ગ્લેડ નિયંત્રિત નથી રહેતો. જો તમે બાળકને સ્વસ્થ રાખવા ઇચ્છો છો તો ગર્ભાવસ્થા સમયમાં માતાએ નિયમિત આહારથી જ આયોડિન પૂર્તિ થતી રહે તેવું ડાયટ લેવું જોઇએ.

આયોડિનની કમીની અસર
જો ગર્ભવતી મહિલા આયોડિનની પૂર્તિ થાય તેવો આહાર ન લેતી હોય તો તેનામાં આ કમી શરીર પર વર્તાય છે. ગર્ભવતી મહિલાની સ્કિન શુષ્ક થઈ જાય. તેનો મેટાબોલિજ્મ રેટ પણ પ્રભાવિત થાય છે. આ અસરથી બચવા માટે ગર્ભવતી માતાએ સહી માત્રમાં નિયમિત આયોડીન લેવું જોઇએ. કેટલીક મહિલા ગર્ભાવસ્થામાં વ્યવસ્થિત ડાયટ નથી લેતી તેના કારણે આયોડીનની ઉપણ વર્તાય છે. ગર્ભાવસ્થામાં આયોડિનની કમી બાળક અને માતા બંને માટે ખતરારૂપ છે.

બાળક પર અસર

- જે માતામાં આયોડિનની કમી હોય છે તેના બાળકનો માનસિક વિકાસ ધીમો થાય છે. આવી સ્થિતિમાં બાળક મંદબુદ્ધિનું જન્મે તેવી સ્થિતિને પણ નકારી ન શકાય.

- આયોડિનની કમી બાળકના વિકાસ માટે અવરોધક બને છે. જે માતામાં આયોડિનની કમી હોય છે તેના બાળકના શરીરનો વિકાસ ધીમો થાય છે. જે માતાને આયોડીનની કમી હોય તેનું બાળક લેઈટ બોલતા, ચાલતા શીખે છે. આટલું જ નહીં ગર્ભમાં પણ તેનો વિકાસ ધીમો થાય છે.

- આ અવસ્થાને જન્મજાત હાઈપોથાયરાયડિજ્મ કહે છે. જે નવજાત શિશુમાં થાઇરાયડ પર્યાપ્ત ઉત્પાદન ન હોવાના કારણે થાય છે. તેમાં બાળકના ગ્લેડમાં એનાટોમિક વિકાર અથવા થાયરોયડ મેટાબોલિઝ્મમાં પણ મુશ્કેલી થાય છે. ગર્ભાવસ્થામાં આયોડીનની કમીના કારણે આ બધી જ સમસ્યા ઉત્પન થઈ શકે છે.

- આ બીમારીને પ્રાઈમરી હાઇપોથાયરાયડિજ્મના નામે ઓળખાય છે. જો કે આ રેર બીમારી છે પરંતુ ખતરનાક છે. જો શિશુના જન્મ બાદ પણ આ બીમારીનું નિદાન ન થઇ શકે તો તે ખૂબ જ ઘાતક સ્વરૂપ ધારણ કરે છે. આ બીમારીનો એક જ ઇલાજ છે અને તે છે હોર્મોન રિપ્લેસમેન્ટ, જે બાળક માટે મુશ્કેલ પણ હોય છે અને બેહદ ખર્ચાળ પણ ખરો. તેથી ઉત્તમ એ છે કે ગર્ભવતી મહિલા ઉચિત માત્રામાં આયોડીનનું નિયમિત સેવન કરે.

- ગર્ભપાતએ કોઇપણ મહિલા માટે મુશ્કેલ અવસ્થા છે. ગર્ભાવસ્થામાં આયોડીનની કમીના કારણે ભૂણનો વિકાસ નથી થતો. તેના કારણે ગર્ભવતી મહિલાના શરીર અને મગજ બંને પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે. આ મુશ્કેલીથી બચવા માટે આપને ગર્ભધારણ કરતા પહેલા જ શરીરમાં આયોડિનની કમીની પૂર્તિ કરી લેવી જોઇએ. જો આ મામલે આપના મનમાં કોઈ શંસય હોય તો ડોક્ટર સાથે આ અંગે વાતચીત કરી લેવી. લાઇફ સ્ટાઈલમાં થોડા બદલાવ સાથે શિશુ અને માતાના જીવનને હેલ્ધી બનાવી શકાય છે.

X
iodine decency is harmful for pregnant women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી