ઉંમર પહેલા સ્કિન પર રિંકલ્સ પડવા લાગ્યા છે? તો કરો આ અકસીર ઉપાય

જો આપની સ્કિન નાની ઉંમરમાં જ ડલ થઇ ગઇ હોય અને કરચલી પડવા લાગી હોય તો સમજી લો કે ખામી તમારી લાઇફ સ્ટાઇલમાં છે.

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 08:40 PM
if you are suffring from wrinkle problem try this tips

દિવ્યશ્રી ડેસ્ક:વધતી ઉંમર સાથે સામાન્ય રીતે સ્કિન પર રિંકલ્સ પડવા લાગતા હોય છે. પરંતુ ઘણા કેસમાં એવું પણ જોવા મળે છે કે નાની ઉંમરમાં સ્કિન પર કરચલી પડવા લાગે અને ચામડી ઢીલી પડવા લાગે છે. નાની ઉંમરમાં રિકલ્સ પડવાના અનેક કારણો છે.


-પૂરતી ઉંઘ લો
-જો આપની સ્કિન નાની ઉંમરમાં જ ડલ થઇ ગઇ હોય અને કરચલી પડવા લાગી હોય તો સમજી લો કે ખામી તમારી લાઇફ સ્ટાઇલમાં છે. જી હાં, વધુ પડતા ઉજગરા, અનિયમિત જીવન શૈલીના કારણે સ્કિન ડલ થવા લાગે છે અને તેના પર કરચલી થવી સ્વાભાવિક છે. તો ત્વચાને હેલ્ધી અને સુંદર રાખવા માટે પૂરતી ઉંઘ લો.તણાવગ્રસ્ત જીવન પણ કરચલીનું કારણ છે. તો તણાવ અને સ્ટ્રેસથી દૂર રહીને 6 થી 7 કલાક ગાઢ નિદ્રાને માણો.

-વિટામિન સી યુકત આહાર લો
-ત્વચાની તમે બહારથી ગમે તેટલી માવજત કરશો, ફેશિયલ, મસાજ કરશો પરંતુ જો હેલ્ધી ફૂડ શરીરમાં નહીં જતું હોય તો પણ સ્કિન પર તેનો સીધો જ પ્રભાવ જોવા મળે છે. ત્વચાની સુંદરતા જાળવવા માટે હેલ્ધી ફૂડ લેવું તે પહેલી શરત છે. વિટામીન ડી અને સીની કમી થતાં આ સમસ્યા થાય છે. આપના ડાયટમાં લીલા પાનવાળા શાકભાજી. સિઝનનલ ફ્રૂટ અને દૂધ, દહીને સામેલ કરો. ડ્રાયફ્રૂટસમાં અખરોટ અને બદામ લો, આ બંને ડ્રાયફ્રૂટ સ્કિનને ટાઇટ કરવામાં અને કરચલીથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે.


-સનસ્ક્રિન લોશન યુઝ કરો
- હવે વાત કરીએ ત્વચાની ઉપરથી કરવામાં આવતી માવજતની, જો આપ વધુ પડતા તાપમાં ફરતા હો અને સનસ્ક્રિન યુઝ ન કરતા હોય, તાપમાં શરીરને કપડાથી કવર ન કરતા હોય તો સૂર્યના યૂવી કિરણો આપની સ્કિનને ડેમેજ કરવાની કોઇ ખામી નથી રાખતા, તો ઘરેથી નીકળતાના વીસ મિનિટ પહેલા જ ખુલ્લા રહેતા દરેક ભાગ સનસ્ક્રિન સારી રીતે લગાવવું, આંખની આસપાસની ત્વચા બહુ પાતળી હોય છે અને આ ભાગમાં બહુ જલ્દી કરચલી પડવા લાગે છે માટે સનગ્લાનનો ઉપયોગ કરો અને ત્વચાને તાપથી બચાવવા કપડાથી કવર કરો.

-કરચલી દૂર કરવાની સરળ ટિપ્સ
-લીંબુના રસમાં તાજી મલાઈ મિક્સ કરીને ચહેરા પર લગાવો, વીસ મિનિટ બાદ ચહેરાના ધોઇ લો, વીકમાં બેથી ત્રણ વખત આ પ્રયોગ કરો. આ પ્રયોગથી ત્વચા મુલાયમ બનશે અને કરચલી દૂર થશે.

- રાત્રે અડદની દાળને પલાળી દો, સવારે તેને પીસીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને ચહેરા પર લગાવો, અડધો કલાક કે કલાક બાદ ચહેરાને વોશ કરી લો. આ પેકથી પણ કરચલી દૂર થશે.

- પપૈયા અથવા તો અનાનસનો પલ્પ ચહેરા પર લગાવવાથી પણ કરચલીને દૂર કરી શકાય છે, ટામેટામાં પણ એન્ટિએન્જિંગ ગુણ હોય છે ટામેટાને પીસીને ચહેરા પર લગાવવાથી કરચલી દૂર થશે અને સ્કિન ક્લિન પણ થશે.

X
if you are suffring from wrinkle problem try this tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App