તમે વર્કિંગ વુમન છો? તો આપનો ડાયટ પ્લાન આવો હોવો જોઇએ

વર્કિગ વૂમને સવારનો નાસ્તો ક્યારેય ન છોડવો જોઇએ. સવારના સમયમાં આપને ઉર્જાની જરૂર હોય છે તેથી નાસ્તો જરૂરી છે.

divyabhaskar.com | Updated - Aug 27, 2018, 04:08 PM
health tips, working women diet plan

-બ્રેકફાસ્ટ મસ્ટ
વર્કિગ વૂમને સવારનો નાસ્તો ક્યારેય ન છોડવો જોઇએ. સવારના સમયમાં આપને ઉર્જાની જરૂર હોય છે તેથી નાસ્તો જરૂરી છે.ઘરની નીકળતા પહેલા નાસ્તામાં દૂધ, પરાઠા લઇ શકો છો. વિટામીન ઇ યુક્ત ફળો જમકે સ્ટ્રોબેરી, પપૈયું, સફરજન ખાવું હિતાવહ રહે છે. સમયના અભાવના કારણે બધું જ શક્ય ન બને તો માત્ર એક ગ્લાસ દૂધ અને એક ફળ લો,. થોડી ડ્રાયફ્રૂટસ જોડે રાખો. ઓફિસ સમય મળે ત્યારે લો.

- હેલ્ધી લંચ
લંચ અને બ્રેકફાસ્ટ વચ્ચે પાંચ કલાકનો સમય હોવો જોઇએ.લંચમાં દાળ, ભાત, રોટલી શાક, સલાડ, છાશને સામેલ કરો. શાકમાં હંમેશા લીલાપાનવાળા શાક લેવાનું પ્રીફર કરો. જેમકે બ્રોકલી પાલક, લેવા હિતકારી છે.

- હેલ્ધી સ્નેક્સ
બપોરે જમ્યા બાદ સાંજે 6 સાત વાગ્યે ભૂખ લાગે ત્યારે મોટાભાગે આપણે જંકફૂડને પ્રીફર કરતા હોઇએ છીએ. જંકફૂડને અવોઇડ કરો. જો બપોરે જમ્યા બાદ પણ આ સમયે ભૂખ લાગતી હોય તો જંકફૂડને અવોઈડ કરો અને આ સમયે ફ્રૂટસ કે સ્પ્રાઉટસ લેવાનું પ્રીફર કરો.આ ફૂડથી ભૂખ પણ સંતોષાશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે.

લાઇટ ડિનર

રાત્રે સૂવાના સમય અને ડિનર વચ્ચે એક કલાકનું અંતર રહે તે રીતે ડિનર લો, જેથી સારી રીતે પાચન થાય. રાત્રિનું જમવાનું લાઇટ જ પ્રીફર કરો,. વધુ તેલ અને મસાલાવાળા વ્યંજનને અવોઇડ કરો. રાત્રે રોટલી અથવા ભાખરી સાથે શબ્જી લઇ શકાય. આ સિવાય રાત્રે ખીચડી પણ રાત્રિ ભોજન માટે સૂપાચ્ય રહે છે. રાત્રે જમ્યા બાદ તરત સૂઈ જવાની આદતને ટાળો.

X
health tips, working women diet plan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App