ત્વચામાં નિખાર જોઈએ છે તો અપનાવો આ સાત વસ્તુ, ખીલી ઉઠશે ચહેરો

health tips

divyabhaskar.com

Sep 05, 2018, 06:09 PM IST

દિવ્યશ્રી ડેસ્ક:ક્લિયર અને ગ્લોઈંગ સ્કિન સૌંદર્યનું પ્રમાણ છે. જો કે સ્કિનને હેલ્ધી અને તરોતાજા રાખવા માટે એન્ટીઓક્સિડન્ટ જરૂરી હોય છે. તો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફળ અને શાકભાજીને ડાયટમાં સામેલ કરીને તમે સ્વાસ્થ્યની સાથે સૌંદર્યને પણ જાળવી શકો છો. તો ચાલો જાણીએ કંઇ કઇ વસ્તુઓથી આપની ત્વચા નિખરી શકે છે.

1.એવાકેડો

એવાકેડો લ્યૂટીન અને બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. આ ફળ ત્વચાને હાઇડ્રેટ કરીને સ્કિનને સ્મૂધ બનાવે છે. તમે એક ચમચી મધની સાથે એવાકેડોના મોશ્ચરિંગ માસ્કનો ઉપયોગ કરો. થોડા સમય ડાયટ અને લગાવવા માટે ઉપયોગ કરવામાં આવતા તમને સ્કિન પર સીધું જ રિઝલ્ટ જોવા મળશે.આપ ઓરેંજ જ્યુસ સાથે પણ આ ફળનો ઉપયોગ કરી શકો છો.

2.સંતરા
સંતરા કરતા વધુ વિટામિન સી સંતરાની છાલમાં હોય છે. સંતરાની છાલમાં બેક્ટરિયા સામે લડવાના ગુણ મોજૂદ હોય છે. એટલા માટે તેને ફેસપેક માટે ઉપયોગ કરીને સ્કિનને નિખારી શકાય છે. સંતરાના છાલના પાવડરમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો વીકમાં બેથી3 વખત આ પ્રયોગ કરો, સ્કિન પર તમને તેનો પ્રભાવ જોવા મળશે સ્કિન ગ્લોઈંગ બનશે.


3.સ્ટ્રોબેરી

સ્ટોબેરીમાં મોજૂદ આલ્ફા હાઇડ્રોક્સાઈલ એસિડથી ભરપૂર સ્ટ્રોબેરી ડેડ કોશિકાઓથી મુક્તિ અપાવે છે, સ્ટ્રોબેરીથી કોલેજનનું ઉત્પાદન વધે છે. વિટામીન સીની કમીથી કરચલીઓ પણ સ્કિનમાં નથી પડતી. તેમાં મોજૂદ ઓમેગા થ્રી પણ સ્કિન ટોન કરે છે. એક ચમચી કોકો પાવડરમાં સ્ટ્રોબેરીનો પલ્પ ઉમેરીને એક ચમચી મધ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. 30 મિનિટ બાદ ચહેરાના વોશ કરી દો. ત્વચામાં નિખાર આવશે.

4.બટાટા
બટાટા પ્રાકૃતિક બ્લીચિંગની જેમ કામ કરે છે. બટાટા ત્વચાનો રંગ નિખારવામાં મદદરૂપ થાય છે. પીસેલા બટાટાનો ફેસમાસ્ક બનાવી, ચહેરા પર લગાવો, 30 મિનિટ બાદ ચહેરાના સાફ કરી દો. બટાટા ડેડ સ્કિન સેલ્સ, સનબર્ન, ડાર્ક સ્પોટ અને ડાર્ક સર્કલથી મુક્તિ અપાવે છે. બટાટાનો રસ કાઢીને ચહેરા પર લગાવો, અથવા તો બટાટાની પાતળી સ્લાઈસને કાપીને ચહેરા પર લગાવો, ચહેરાની રંગત ખીલશે. જો કે આ પ્રયોગ બાદ મોશ્ચરાઇઝર લગાવવાનું ન ભૂલો.

5.લીંબુ

લીંબુ વિટામીન સીથી ભરપૂર છે. અને ફોસ્ફોરસની માત્ર પણ તેનામાં ભરપૂર છે. ત્વચા માટે એક ખૂબ સારૂ કામ કરે છે. લીંબુમાં મોજૂદ પ્રાકૃતિક એસિડ, આપની ડેડસ્કિનને હટાવીને વધતી જતી ઉંમરનો પ્રભાવ ઓછો કરે છે. આ ત્વચાને પ્રાકૃતિક તેલને યથાવત રાખીને છિદ્રોની સફાઇ કરે છે. અંગૂરના અને લીંબુના રસને મિક્સ કરીને સ્કિન પર લગાવો,. તમારો ચહેરો ચમકવા લાગશે.

6.ટામેટાં
ટામેટામાં તમામ પ્રકારના પ્રાકૃતિક વિટામિન જેવા કે એ, કે, બી1,બી5,બી6,બી7 અને સી વિટામિન અને મિનરલ હોય છે, ટામેટામાં મોજૂદ એન્ટીઓક્સિડેન્ટ લાઇકોપીન સ્કિને જવા રાખવામાં મદદરૂપ થાય છે. આપ ટામેટાના પલ્પ અથવા રસને પણ સ્કિન પર અપ્લાય કરી શકો છો. આ પ્રયોગથી પિમ્પલ ઓછો થાય છે. તેમજ ત્વચાને ક્લિયર કરીને ગ્લોઈંગ બનાવે છે.

7.બીટ

બીટ સ્વાસ્થયવર્ધક હોવાની સાથે સૌદર્યવર્ધક પણ છે. બીટ શરીરમાં લોહીની કમીની પૂર્તિ કરે છે સાથે-સાથે ખીલના ડાઘને દૂર કરે છે. આંખ નીચેના ડાર્ક સર્કલને પણ મટાડે છે. બીટમાં મોજૂદ પોટેશિયમ, આયરન, કોપર વિટામીન સી, હોવાથી તે સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ લૂક આપશે. બીટનો ફેસ માસ્ક બનાવી તેને ચહેરા પર લગાવો, ત્રીસ મિનિટ બાદ ચહેરાને સાફ કરી દો, આ પ્રયોગ વીકમાં એક વખત કરો સારૂ રિઝલ્ટ મળશે.

X
health tips
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી