ભૂખ નથી લાગતી? હોઈ શકે છે આ બીમારીના લક્ષણ

divyabhaskar.com

Sep 01, 2018, 08:21 PM IST
health tips

દિવ્યશ્રીડેસ્ક: ભોજન પ્રત્યે અરૂચિ, ભૂખ ન લાગવી કેટલીક બીમારીના લક્ષણ છે. કેટલીક વખત બેથી ત્રણ દિવસ સુધી જમવાનું મન નથી થતું. તો સ્વાભાવિક છે પરંતુ જો આ સમસ્યા રોજની બની જાય તો તે બીમારીના લક્ષણ છે. ભૂખ ન લાગવા પાછળ પેટને લગતી કોઇ તકલીફ અથવા તો માનસિક વિકાર પણ હોઈ શકે.

અનોરેક્સિયા નર્વાસા
વજન વધી જવાની ચિંતા સાથે કેટલાક લોકો ભોજનની માત્રા ઘટાડી દે છે તે સ્વાભાવિક છે. જો કે કેટલીક વખત એવું બને છે કે ભોજન પ્રત્યેની રૂચિ ઘટતી જાય છે. આ સાથે હૃદયના ધબકારા પણ વધવા લાગે છે. સખ્ત બોડી પેઇન પણ થાય છે. ખૂબ જ થકાવટ લાગે છે. આ તમામ લક્ષણ અનોરેક્સિયા નર્વાસાના છે.

વાયરલ ગૈસ્ટ્રોએનટ્રાઈટિસ
ભૂખમાં ઓછી લાગવાનું કારણ વાયરલ ગૈસ્ટ્રોએનટ્રાઈટિસ છે. આ પેટ અને આંતરડા સાથે જોડાયેલી બીમારી છે. આ બીમારીમાં વાયરલ સંક્રમણના કારણે પેટમાં બળતરા તેમજ ગૈસ્ટ્રિકની તકલીફ હોય છે. ડાઇટ ઓછું થઇ જવાની સાથે વજન પણ ઘટવા લાગે છે. આ સાથે ત્વચા સંબંધી સમસ્યા અને રેક્ટલ બ્લીડિંગ જેવી સમસ્યા પણ આ રોગના સંકેત છે.

તણાવની સમસ્યા
જો તમારૂં નિયમિત રૂટીન ખૂબ જ વ્યસ્ત અને થકવી દે તેવું હોય, જેનાથી તમે તણાવ અનુભવતા હો. તેની અસર ભૂખ પર પણ પડે છે. ટૂંકમાં ભૂખનો સંબંધ તણાવ સાથે પણ છે. આ સ્થિતિમાં કેટલીક બીજી સમસ્યા પણ થઇ શકે છે. જેમકે ઊંઘ ન આવવી, થકાવટ, સેક્સ પ્રત્યે અનિચ્છા, બ્લડપ્રેશરમાં ચઢાવ -ઉતાર વગેરે સમસ્યા અનુભવાય છે.

લિવરની સમસ્યા
લિવર લાંબો સમય સુધી ખરાબ રહે અને ઉપચાર કરવામાં ન આવે તો લિવર ફેઇલ પણ થઇ શકે છે. લિવરની તકલીફમાં વજન પણ ઉતરવા લાગે છે. આવા કિસ્સામાં દર્દી ખૂબ જ નબળું પડી જાય છે.તેમને નસના માધ્યમથી પોષકતત્વ આપવામાં આવે છે.

ડિપ્રેશન
મેજર ડિપ્રેસિવ ડિસોર્ડર જેને ટૂંકમાં એમડીડી નામની ડિપ્રેશનની અવસ્થા કહે છે. જેમાં વ્યક્તિના મૂડમાં બહુ પરિવર્તન થાય છે. તેનો સંબંઘ પણ ભૂખ લાગવા સાથે છે આ સ્થિતિમાં ભૂખ ઘટી જવાની સાથે-સાથે મૂડ ઝડપથી બદલવો, વજન ઘટવું, થકાવટ અને ગભરામણ જેવી સમસ્યા રહે છે.

X
health tips
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી