આરોગ્યની ગુરુચાવી

આ 4 વિટામિન્સને કરો ડાયટમાં સામેલ, લાંબા સમય સુધી રહેશો યંગ

divyabhaskar.com | Last Modified - Aug 22, 2018, 20:26PM IST
 • આ 4 વિટામિન્સને કરો ડાયટમાં સામેલ, લાંબા સમય સુધી રહેશો યંગ

  દિવ્યશ્રી ડેસ્ક:વધતી ઉંમરની નિશાનીઓ કેટલીક વખત સમય પહેલા ચહેરા પર જોવા મળે છે. આજકાલની અનહેલ્ધી લાઇફસ્ટાઈલ અને પોલ્યૂશનના કારણે ચહેરા પર ઝુરિયા અને ફાઇન લાઇન્સ નાની ઉંમરથી જ દેખાવા લાગે છે. આ માટે તમે ઓલિવ ઓઇલ, અને લીંબુના રસથી બનેલા ઘરેલુ પેકનો વીકમાં એકવાર ઉપયોગ કરો.  આ માટે તમે ચોખાના લોટમાં દૂધ અને ગુલાબજળ મિક્સ કરીને પેકને ચહેરા પર લાગવો. 

   

   

  વધતી ઉંમરના પ્રભાવને ઓછો કરવા માટે રોજ રાત્રે નાઇટ ક્રિમ લગાવો, સનસ્ક્રિનનો ઉપયોગ કરો.ચહેરા પર કરચલી ઝડપથી પડી જવાનું કારણ તાપ પણ છે. જેથી સ્કિનને આકરા તાપથી બચાવવી પણ જરૂરી છે. આપ કેટલાક વિટામીનની પૂર્તિથી લાબાં સમય સુધી ચહેરાની સુંદરતાને બરકરાર રાખી શકો છો. એવા ચાર વિટામીન  છે જેને તમે ડાયટમાં સામેલ કરીને સદાજવાં રહી શકો છો. 

   

  વિટામિન-ઇ
  ડલ સ્કિનમાં ગ્લો લાવવો હોય કે કરચલીઓથી મુક્તિ જોઇતી હોય. આ વિટામીન ખૂબસૂરતી વધારવા માટે કામ કરે છે. વધતી ઉંમરની પરેશાની ડ્રાયનેસ, તાપ અને ફ્રી-રેડિકલના કારણે પણ થાય છે. જે આપની સ્કિનનું મોઇશ્ચર બનાવી રાખે છે અને આ સાથે યૂવી કિરણોથી પણ પ્રોટેક્ટ કરે છે અને ફ્રી રેડિકલ ડેમેજથી પણ બચાવે છે.આ માટે આપ સુતા પહેલા વિટામીન 'ઇ'યુક્ત ઓઇલ ચહેરા પર લગાવવાની આદત પાડો. ફાયદો થશે. ડાયટમાં લીલા શાકભાજી, બદામ, માછલી,. પપૈયું, બ્રોકલી, પાલક જેવી લીલા પાનાના શાકભાજીને સામેલ કરો. 

   


  વિટામિન-સી
  વિટામીન-સી  કોલેજન પ્રોડક્શન વધારીને સ્કિનની ઇલેસ્ટિસિટીને યથાવત રાખવામાં મદદ કરે છે. વિટામીન 'સી' ફ્રિ રેડિકલ્સ ડેમેજમાં પણ પ્રોટેકેશન કરે છે.ફ્રિ રેડિકલ્સના કારણે ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે. વિટામીન સીને ડાયટમાં સામેલ કરવા માટે તમે સંતરા, બ્રોકલી, પપૈયું, જામફળ જેવી ચીજોને ડાયટમાં સામેલ કરો. નિયમિત લીંબુ પાણી પણ આપની ખૂબસૂરતીને વઘારવામાં મદદરૂપ થશે.

   

   

  વિટામિન-કે
  આંખની આસપાસ કરચલી પડી ગઇ હોય કે પછી આંખની આસપાસ બ્લેક સર્કલથી પરેશાન હો. તો આ બધી જ સમસ્યામાં વિટામીન 'કે'ની પૂર્તિ કરવી બેસ્ટ ઉપાય છે.  વિટામિન કેને ડાયટમાં સામેલ કરવા માટે લીલા શાકભાજી, સ્પ્રાઉટ, દૂધ, પનીર, જેવી વસ્તુને ડાયટમાં સામેલ કરો. 

   

   

  વિટામિન - એ
  આ ફ્રી રેડિકલ્સના કારણે સ્કિન પર થતી ઓક્સિડેશનથીરક્ષણ કરે છે. ઓક્શિડેશનના કારણે ચહેરા પર બહુ ઝડપથી કરચલીઓ પડવા લાગે છે. આ વિટામીનનો ફાયદો તમે રેટિનોલવાળી ક્રિમના ઉપયોગ કરીને પણ ઉઠાવી શકો છો. આ સ્કિન એફસ્ફોલિએટરની જેમ કામ કરે છે અને કરચલીને દૂર રાખે છે. વિટામિન એમાં એવું તત્વ છે જે સ્કિનનું પ્રોટેક્શન કરવાની સાથે એલેસ્ટિસિટી વધારવામાં મદદરૂપ થાય છે. વિટામીન એ ગાજર, ઇંડુ, બટર, શક્કરિયા જેવી ચીજોથી વિટામીન 'એ' મેળવી શકાય છે.

   

   

   

   

   

   

   

   

   

   

   

   

   

આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી