તમે ભૂખથી વધુ ખાવ છો? તો તમારી ઉંમર પર થશે તેની ગંભીર અસર

dont over eating, its harmful

divyabhaskar.com

Nov 17, 2018, 05:33 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: એવું જરૂરી નથી કે ફૂડમાં કેલેરી અને ફેટ હોય છે તે ફૂડ જ નુકસાનકારક હોય છે. જો તમે કોઈ પૌષ્ટિક આહાર પણ તમારી ભૂખ અને ક્ષમતાથી વધુ ખાતા હશો તો આ હેલ્ધી આહાર પણ શરીરને નુકસાન પહોંચાડે છે. એક રિસર્ચ મુજબ જો તમે તમારી ખાવાની હેબિટને કન્ટ્રોલમાં નહીં રાખો તો ઉંમર પહેલા જ શરીર વૃદ્ધ થવા લાગશે. ત્વચા પર કરચલી પડવા લાગશે.


ફૂડની એક શરત છે. જો આપ આનંદમાં નહીં પરંતુ તણાવગ્રસ્ત સ્થિતિમાં જમશો તેમજ ભૂખથી વધુ જમશો અથવા તો જે મળે તે ખાઈ લેવાની આદત રાખશો તો આ આદત આપની સ્કિન સૌ પ્રથમ ડેમેજ કરશે જેની અસર થોડા જ સમયમાં જ દેખાવા લાગશે.


ટીવી જોવું
જ્યારે તમે લંચ કે ડિનર લઈ રહ્યાં હો અને એ સમયે જ તમારી ફેવરિટ સિરિયલ આવતી હોય તો તમે ટીવી જોતા-જોતા જ ખાવાનું શરૂ કરી દો છો. આ રીતે ખાવાથી ખૂબ જ નુકસાન થાય છે. એક સર્વે મુજબ ટીવી જોતાં-જોતા જમવાનો એક ગેરફાયદો એ પણ છે કે ધ્યાન ટીવીમાં હોવાથી ભૂખથી વધુ ખવાય જાય છે. આ માટે ટીવી જોતાં-જોતાં ખાવાનું અવોઈડ કરવું જોઈએ.

સ્વીટનો ચસકો
ચોકલેટ અથવા તો પેસ્ટ્રી ખાવાથી ન માત્ર ચરબી વધે છે પરંતુ તેનાથી સ્કિન પર પણ ખરાબ પ્રભાવ પડે છે. મીઠી ચીજોમાં શર્કરા વધુ માત્રામાં હોય છે. જેના કારણે ત્વચા પ્રાકૃતિક ચમક ગુમાવી દે છે. શર્કરની અધિક માત્રાના કારણે ઇલેસ્ટિન અને કોલેજન ત્વચા મોશ્ચર બનાવી રાખતા પ્રોટીન્સ પ્રોડકશન ઓછા થઇ જાય છે. જેના કારણે ચહેરા પર કરચલી આવવા લાગે છે.

તણાવગ્રસ્ત સ્થિતિ
વધુ તણાવ પણ કોર્ટિસોલ નામના હોર્માનને રિલીઝ કરે છે. જે પ્રોટીન અને આવશ્યક પોષક તત્વોના અવશોષનને રોકે છે. કોર્ટિસોલ શરીરને રિપેયર કરવાની પ્રિક્રિયાને પણ અવરોધે છે. તણાવગ્રસ્ત સ્થિતિમાં લંચ કે ડિનર કરવાથી તમને ભોજનનું પોષણ નથી મળી શકતું. જેનો આપના શરીર પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે.

વધુ નમક
ખાવામાં નમકનું વધુ સેવન કરવાથી શરીરમાં પાણી જમા થાય છે. જેના કારણે આંખની નીચે કાળા ડાઘ જોવા મળે છે.

કોફી
જો આપને પણ લાગે છે કે એક કપ કોફીથી બેસ્ટ કંઇ ન હોઈ શકે તો આપ ગલત છો. બની શકે કોફી થોડા સમય માટે સારો મૂડ બનાવી દે પરંતુ તે આપની ત્વચાને ક્ષતિ પહોંચાડે છે. કેફિન માત્ર ત્વચા જ નહીં પરંતુ વાળ અને નખને પણ શુષ્ક અને ડલ બનાવે છે.

શુગર ફ્રી ફૂડ
શુગર ફ્રી ચીજો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી હોતી. શુગર ફ્રી વસ્તુઓ એસ્પેરેટમ, સેકરીન, અને સૂક્રોલોજ જેવા તત્વોથી બને છે. જે શરીર માટે ખૂબ જ હાનિકારક છે.

X
dont over eating, its harmful
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી