આરોગ્યની ગુરુચાવી

ગર્ભાવસ્થામાં આ ફળ ક્યારેય ન ખાશો થશે આ પ્રકારનું નુકસાન

divyabhaskar.com | Last Modified - Sep 10, 2018, 16:18PM IST
 • ગર્ભાવસ્થામાં આ ફળ ક્યારેય ન ખાશો થશે આ પ્રકારનું નુકસાન
  દિવ્યશ્રી ડેસ્ક:ગર્ભાવસ્થામાં સતત ડાયટ અંગેનું સૂચન મહિલાઓને આપવામાં આવે છે. હેલ્ધી ફૂડ લેવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે. લીલાપાનવાળા શાકભાજી, અને સલાડ, દૂધને ડાયટમાં નિયમિત સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે કેટલાક ફળો એવા છે. જેને ગર્ભાવસ્થા દરમિયાન ન ખાવા જોઇએ. જે ફળની પ્રકૃતિ ગરમ હોય તેવા ફળોને ગર્ભાવસ્થામાં અવોઇડ કરવા જોઇએ, આવા ફળો ખાવાથી મિસકેરેજનો પણ ભય રહે છે, તો ચાલો જાણીએ કે ક્યાં ફળોને ગર્ભાવસ્થા દરમિયાન ન ખાવા જોઇએ.

   
   
  1. પપૈયા
  ગર્ભાવસ્થામાં ક્યારેય પપૈયાને ન ખાવું જોઇએ.  પપૈયું ખાવાથી ગર્ભપાતની સમસ્યા થઇ શકે છે. પપૈયામાં લેટેક્સ હોય છે.  જે ગર્ભાવસ્થા માટે હાનિકારક છે. અડધું પાકેલું કે કાચા પપૈયામાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે. તેથી પપૈયાને હંમેશા ગર્ભાવસ્થામાં અવોઇડ કરવું જોઇએ. કારણ કે પપૈયાની પ્રકૃતિ ગરમ છે, જે શરીરમાં ગરમીને વધારે છે, તેથી ગર્ભપાતનો ભય રહે છે. આ સ્થિતિમાં પપૈયાને અવોઇડ કરવું જોઇએ.
   
   
  2. કાળા અંગૂર
  ડોક્ટર ગર્ભવતી મહિલાને કાળા અંગૂર ન ખાવાની સલાહ આપે છે. જી હાં, કાળા અંગૂરની ભૂલથી પણ ગર્ભવસ્થામાં ન ખાવા જોઇએ. સામાન્ય રીતે ગર્ભવસ્થાના શરૂઆતના પીરિયડમાં તો કાળા અંગૂરને અવોઈડ જ કરવા જોઇએ,,કાળા અંગૂર પણ પપૈયાની જેમ શરીરમાં ગરમી વધારે છે. તેથી ગર્ભવસ્થા માટે તે નુકસાનદાયી સાબિત થાય છે. 
   
   
  3. અનાનસ
  ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય અનાનસ ન ખાવ. અનાનસને અવોઈડ કરવાની ડોક્ટર પણ સલાહ આપે છે. અનાનસની પ્રકૃતિ પણ ગરમ હોવાથી તે ગર્ભવસ્થામાં હાનિ પહોંચાડી શકે છે. અનાનસ ગર્ભાશયને નરમ કરી શકે છે. અનાનસ ખાવાથી પણ ગર્ભપાતનું જોખમ વધી શકે છે.
   
   
  4. અંગૂર
  ગર્ભાવસ્થા દરમિયાન અંગૂર પણ ન ખાવાની ડોક્ટર સલાહ આપે છે. નિષ્ણાતના મત મુજબ ગર્ભાવસ્થાના અંતિમ પીરિયડમાં જો અંગૂર ખાવામાં આવે તો ડિલીવરી સમય પહેલા થવાનો ભય રહે છે. આ કારણોથી અંગૂરને પણ ગર્ભવસ્થા દરમિયાન ન ખાવાની ડોક્ટર્સ સલાહ આપે છે. 
   
  5. સંતરા
  ગાયનેક ડોક્ટરના મત મુજબ ખાટ્ટા ફળોને ગર્ભાવસ્થા દરમિયાન અવોઈડ કરવા જોઇએ, સંતરાને પણ ન ખાવાની નિષ્ણાત સલાહ આપે છે. ખાટ્ટા ફળો  ડિલીવરી સમયે નુકસાન પહોંચાડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન કિવી, શરીફા, કેળા, સફરજન, તરબૂચ અને ચિક્કૂ ખાઈ શકાય છે. 
   
   

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી