પ્રેગ્નન્સીમાં ન કરો આ 9 વસ્તુનું સેવન થઈ શકે છે ગર્ભપાત

divyabhaskar.com

Sep 08, 2018, 04:21 PM IST
diet tips for pregnant women

દિવ્યશ્રી ડેસ્ક: પ્રેગ્નન્સી પિરિયડમાં આહાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ સમય દરમિયાન મહિલા દ્રારા લીધેલા આહારની ગર્ભમાં પોષાય રહેલા શિશુ પર સીધી જ અસર કરે છે. આ કારણથી પ્રેગ્નન્સી દરમિયાન ડોક્ટર ખાવાપીવામાં ખાસ કાળજી લેવાની સલાહ આપે છે. કેટલીક એવી પણ વસ્તુ છે, જે ગર્ભમાં બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આવી ચીજોને પ્રેગ્નન્સી પિરિયડમાં અવોઈડ કરવી જ હિતાવહ છે. તો ચાલો જાણીએ એવા ક્યાં-ક્યાં ફૂડ છે, જે શિશુ માટે ખતરારૂપ છે અને તેનાથી ગર્ભપાતનું જોખમ પણ વધી જાય છે.

કેફિન
પ્રેગ્નન્ટ વૂમને કેફિનનું સેવન ટાળવું જોઇએ. કેફિનનો સીધો દુષ્પ્રભાવ ગર્ભમાં શિશુ પર પડે છે. આ સિવાય ગર્ભવતી મહિલાએ ચોકલેટને પણ અવોઈડ કરવી જોઇએ., કારણ કે ચોકલેટમાં પણ કેફિન તત્વ હોય છે. જે ગર્ભવતી મહિલા અને બાળક બંને હાનિકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત કોફિનું સેવન પણ ટાળવું જોઇએ.

આલ્કોહોલ
આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે હંમેશા હાનિકારક સાબિત થાય છે. જો કોઈ પ્રેગ્નન્ટ વૂમન આલ્કોહોલનું સેવન કરે તો મિસકેરેજનો ખતરો 50% વધી જાય છે. આલ્કોહાલથી ગર્ભપાતનું જોખમ તો રહે જ છે સાથે- સાથે બાળકના વિકાસ પર પણ તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. તો બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે આલ્કોહોલના સેવનને તદન બંધ કરી દેવું જોઇએ.

કાચું ઈંડુ
કાચા ઇંડામાં સાલ્મોનેલા બેક્ટરિયા હોય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થઇ શકે છે. પ્રેગ્ન્નસી દરમિયાન મહિલાઓની બીમારી સામે લડવાની તાકત ઘટી જાય છે. આ સમય દરમિયાન જો કાચા ઈંડાને ડાયટમાં સામેલ કરવામાં આવે તો ઉલ્ટી, ડાયરિયા, તાવ, પેટદર્દની સમસ્યા વધી જાય છે આટલું જ નહી, સાલ્મોનેલા બેક્ટરિયા ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન પહોંચાડે છે. આ તમામ કારણોને કારણે ગર્ભવતી મહિલાએ કાચા ઇંડાને અવોઈડ કરવા જોઈએ.


સોફ્ટ ચીઝ
પ્રેગ્નન્સી દરમિયાન સોફટ ચીજનું સેવન પણ ટાળું જોઇએ, અનપાશ્ચરાઇઝ્ડ સોફ્ટ ચીજમાં લિસ્ટેરિયા હોય છે. જેનાથી ગર્ભમાં રહેવા બાળકને પણ ઇન્ફેક્શનનો ખતરો થઈ શકે છે. તો આ ચીઝને પણ પ્રેગ્નન્ટ વુમને અવોઈડ જ કરવું જોઇએ.

ફ્રોઝન ફૂડ
ગર્ભવતી મહિલાને હેલ્ધી ફૂડની જરૂરત હોય છે. જો કે ફ્રોઝેન ફૂડમાં પોષકતત્વ ન હોવાની બરાબર હોય છે. સ્ટોરિંગના કારણે તેમાં વિટામિન સી, વિટામિનબી2 અને વિટામિન ઈ,ની માત્રા ખત્મ થઈ જાય છે. ફળ અને શાકભાજીને જેટલી તાજી ખાઈ શકાય તેટલો તેનો વધુ ફાયદો લઈ શકાય છે. એટલા માટે ફ્રોઝન ફૂડ ખાવાને અવોઇડ કરવું જોઇએ, આપને જણાવી દઇએ કે આવું ફૂડ પોઈઝનિંગનું પણ કારણ બની શકે છે.

કાચું સી ફૂડ

ભોજનને હંમેશા સારી રીતે પકાવીને જ ખાવું જોઇએ. પ્રેગ્નન્સી દરમિયાન અડધું કાચુ સી ફૂડ ખાવાથી નુકસાન થાય છે. કાચા સી ફૂડમાં બેક્ટરિયા હોય છે. જે શરીરમાં બીમારીને


પપૈયું
સામાન્ય રીતે પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જો કે પપૈયું કાચું કે પાકું તેને ગર્ભવસ્થામાં ન ખાવું જોઇએ.આ સમય દરમિયાન પપૈયાનું સેવન ખતરનાક સાબિત થઇ શકે છે. પપૈયામાં લેટેક્સ હોય છે. જે યુટેરાઈન કોનટ્રેક્શન શરૂ કરી દે છે. જેના કારણે પ્રેગ્નન્સીમાં સમય પહેલા જ લેબર પેઈન શરૂ થઈ જાય છે અને ગર્ભપાત પણ થઈ શકે છે.

સોફ્ટ ડ્રિન્કસ
ગર્ભાવસ્થામાં સોફ્ટ ડ્રિન્કસને પણ અવોઈડ જ કરવું જોઇએ. સોફ્ટ ડ્રિન્કસમાં એવા પદાર્થ હોય છે. જે ડિલિવરી બાદ નાની ઉંમરમાં જ બાળકને પાચન અને વજન સાથે જોડાયેલી સમસ્યાથી પરેશાન કરી શકે છે.

પ્રોસેસ્ડ જંક ફૂડ
ગર્ભવતી મહિલાને સામાન્ય રીતે વધુ ન્યુટ્રિશિયનની જરૂર હોય છે પરંતુ પ્રોસેસ્ડ જંક ફૂડમાં ન્યૂટ્રિએટસની માત્રા ઓછી અને કેલોરી વધું હોય છે. આટુલું જ નહી પ્રોસેસ઼્ડ ફૂડમાં શુગર અને ફેટસ પણ વધુ હોય છે. જે ડાયાબિટિશ અને હાર્ટની બીમારીને આમંત્રણ આપે છે.

X
diet tips for pregnant women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી