કોથમીરના છે અઢળક ફાયદા, આ રોગોનું છે અકસીર ઔષધ

કોથમીર ગુણોથી ભરપૂર છે. કોથમીરનું સાકર સાથે સેવન કરવાથી તેના અઢળક ફાયદા મળે છે.

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:01 PM
coriander benifit for health

દિવ્યશ્રી ડેસ્ક: કોથમીરનો મસાલા તરીકે દરેક ઘરમાં ઉપયોગ થાય છે. જેનાથી ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય. કોથમીર ભારતના મોટાભાગના વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. કોથમીર ખાસ કરીને ભારતીય રસોઈમાં અચૂક જોવા મળે છે. શું તમે જાણો છો કે કોથમીર સ્વાદ વધારવાની સાથે ઔષધિય ગુણ પણ ધરાવે છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી, અને મેગ્નશિયમથી ભરપૂર માત્રા જોવા મળે છે. જે કેટલીક બીમારીથી બચાવે છે.

જો રોજ કોથમીરને સાકરમાં મિક્સ કરીને ખાવામાં આવે તો તે બોડી ડિટોક્સ હોવાની સાથે તેના કેટલા હેલ્થ બેનિફિટસ પણ છે.

માઉથફ્રેશર
કોથમીર એક માઉથ ફ્રેશરનું કામ પણ આપે છે. મોંમાંથી જો દુર્ગંઘ આવતી હોય તો ઘાણાજીરૂના પાવડરને સાકર સાથે ખાવ, રાહત મળશે. તેના તમારા મોંમાંથી મહેક આવશે. આટલું જ નહીં ડુંગળી અને લસણયુક્ત ફૂડ લીધા બાદ જો કોથમીરનું સાકર સાથે સેવન કરવામાં આવે તો લસણ-ડુંગળીની વાસ પણ નથી આવતી.


થકાવટ
કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે. જેના કારણે તે બેચેન રહે છે. જો આવી સમસ્યા સતાવતી હોય તો કોથમીરને પીસીને તેમાં સાકર મિક્સ કરીને તેનું સેવન કરો. આ પ્રયોગથી સારી ઊંઘ આવે છે અને થાક પણ દૂર થાય છે.

ઉધરસ
કેટલાક લોકોની ઇમ્યૂન સિસ્ટમ નબળી હોય છે. તેવા લોકોને ઉધરસ થઈ જાય તો લાંબા સમય સુધી મટતી નથી. આવી હાલતમાં તેને દમ શ્વાસની તકલીફ પણ થઈ શકે છે. જો કોઈને જુની ઉઘરસ હોય અને અનેક ઈલાજ છતાં ઠીક ન થતી હોય તો સાકર સાથે કોથમીરને બારીક પીસી લો અને તેને ચોખાના પાણી સાથે નિયમિત લો. તેનાથી ઉધરસથી લાભ મળશે. માત્ર આ પ્રયોગથી જ ઉધરસ મટી શકે છે.કોથમીરના પ્રયોગ બાદ કોઈ મેડિસીનની પણ જરૂર નથી રહેતી.

ગ્લોઈંગ સ્કિન
કોથમીર સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે તેમાં લિનોલેનિક એસિડ પણ જોવા મળે છે. જે ઇન્ફેકશનથી બચાવીને ત્વચાને ચમકદાર બનાવે છે. કોથમીર અને સાકરની પીસીને તેનું નિયમિત સેવન કરવાથી ચહેરાનો ગ્લો બરકરાર રહે છે.

પિરિયડની પીડા
કોથમીર મહિલામાં પિરિયડસ સંબંધિત સમસ્યાને પણ દૂર કરે છે. આ માટે ધાણાના પાવડરને સાકર સાથે મિક્સ કરીને નિયમિત પીવાથી પિરિયડમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે.


યુરીન સંબંધિત સમસ્યા
યુરીન સંબંધિત સમસ્યામાં પણ કોથમીર બેસ્ટ ઉપાય છે. જો યુરીન સંબંધિત કોઈ સમસ્યા હોય કે પેશાબ સમયે બળતરા થતી હોય અથા તો આંખોમાં બળતરા થતી હોય તેમજ માથાનો દુખાવો રહેતો હો ય તો વરિયાળી. ધાણા પાવડરમાં સાકર મિક્સ કરીને નિયમિત એટલે કે રોજ 6-6 ગ્રામ લેવાથી આંખ, માથાનો દુખાવો અને યુરીન સંબંધિત સમસ્યાથી છૂટકારો મળે છે.

X
coriander benifit for health
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App