ઘરે બેઠાં કમાણી
Home » Divyashree » Earn From Home » earn from home by making clay pot

પરંપરાગત માટી કામનો વ્યવસાય અપનાવીને કરો કમાણી

 • પરંપરાગત માટી કામનો વ્યવસાય અપનાવીને કરો કમાણી

  માટી કામનો વ્યવસાય

  પહેલાંના જમાનામાં દરેક ઘરનાં રસોડામાં પાણિયારું જોવા મળતું હતું. માટલાં ઉપરાંત રસોઇકામમાં વપરાશમાં લેવાતી તાવડી, દહીં જમાવવાની કાળી માટીની હાંડીથી માંડીને પૂજાઘરમાં દીવો કરવા માટે વપરાતાં માટીના કોડિયાં, નવરાત્રિ સમયે ગુજરાતના ઘરેઘરમાં માતાજીની સ્થાપનામાં મૂકવામાં આવતો ગરબો (કાણાવાળી માટીની માટલી), ચા- દૂધની કુલડીઓ ઉપરાંત માટીનાં રમકડાં વગેરે બનાવવાનું કામ કુંભારો સદીઓથી કરી રહ્યા છે. ઉપરાંત કુંડા, કોઠી, કુંજા વગેરેની પણ માર્કેટમાં માંગ રહે છે. કચ્છના તુણાનાં માટલાં, સુરેન્દ્રનગર નજીક આવેલું થાનગઢનું માટીકામ અને મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશભરમાં વખણાય છે.


  પરંપરાગત માટી કામના વ્યવસાયને ટેક્નોલોજી સાથે સાંકળીને નવું રૂપ આપીને આવક ઊભી કરી શકાય છે.હવે તો સાદા માટલા, કોડિયાં, ગરબાને ને બદલે રંગબેરંગી ડિઝાઇન કરેલાં કલરફુલ માટલાં, કોડિયાં, ગરબા બનાવાય છે. વિસ્તારની જરૂરિયાત મુજબ માટીની બનાવટોનું ઉત્પાદન કરવાથી સહેલાઇથી માર્કેટ મળી રહે છે.


  શું હોવું જોઇએ?

  • કાચો માલ, ભઠ્ઠી રાખી શકાય એ માટે ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. જ્યારે પાકો માલ રાખવા તથા વેચાણ માટે પણ પૂરતી જગ્યા જોઇએ.
  • માટલા બનાવવા માટે લાલ તથા કાળી માટી સહેલાઈથી મળી રહેતી હોવી જોઇએ.
  • આ વ્યવસાય માટે ઘર-પરિવારની બે ત્રણ વ્યક્તિની જરૂર પડે.​

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • આર્થિક મદદ અને વ્યાવસાયિક તાલીમ ક્યાંથી મળે?
 • સક્સેસ સ્ટોરી
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • આર્થિક મદદ અને વ્યાવસાયિક તાલીમ ક્યાંથી મળે?
 • સક્સેસ સ્ટોરી
ટેબ 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' લોડિંગ...
x
રદ કરો

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી