ઘરે બેઠાં કમાણી

સોફ્ટવેર એન્જિનિયર માનસી કક્કડે મસાલાનો વ્યવસાય કરી દાખલો બેસાડ્યો

 • સોફ્ટવેર એન્જિનિયર માનસી કક્કડે મસાલાનો વ્યવસાય કરી દાખલો બેસાડ્યો

  દિવ્યશ્રી ડેસ્ક: મારી સ્ટોરી સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે કેમકે હું સોફ્ટવેર એન્જિનિયર છું પણ વ્યવસાય મસાલાનો કરું છું!
  મારો જન્મ અને ઉછેર રાજકોટમાં થયો છે. મારાં લગ્ન થયાં પછી હાલમાં હું અમદાવાદ રહું છું. મારા પતિ પણ સોફ્ટવેર એન્જિનિયર છે. હું ઘર સંભાળવાની સાથોસાથ મારા પતિ તરફથી સોંપવામાં આવતું કામ પણ કરતી. એક દિવસ મને વિચાર આવ્યો કે હું ઘરમાં રહીને મારો ખુદનો વ્યવસાય કેમ ન કરું? મારે હવે કયો વ્યવસાય કરવો તે નક્કી કરી આ વિચારને અમલમાં મૂકવાનો હતો. મેં મસાલાના વ્યવસાય પર પસંદગી ઉતારી.

   

   

  હોસ્ટેલમાં લઈ જવા મસાલા બનાવ્યા
  મેં મસાલાનો વ્યવસાય પસંદ કર્યો તેની પાછળ પણ એક કહાની છે. હું જ્યારે હોસ્ટેલમાં રહીને ભણતી હતી ત્યારે પહેલીવાર છાસ અને ખીચડીના એમ બે મસાલા બનાવ્યા હતા. મને હોસ્ટેલમાં ખાવાનું ભાવતું નહીં. તેનું કારણ રસોઈમાં વપરાતા મસાલા હતા. હોસ્ટેલની રસોઈ બનાવવી કે બદલવી મારા હાથમાં નહોતું, પણ છાસ અને ખીચડીમાં મસાલો નાખી ટેસ્ટી બનાવી શકાય. આથી હું જ્યારે હોસ્ટેલમાંથી ઘરે ગઈ તો ઘરે મમ્મી પાસે શીખીને છાસ અને ખીચડીના મસાલા બનાવીને લઈ ગઈ.

   

   

  પહેલો ઓર્ડર સાંભાર મસાલાનો મળ્યો
  આથી મેં મસાલાનો વ્યવસાય શરૂ કર્યો અને હાલમાં મોટાભાગના તમામા મસાલા હું બનાવીને વેચાણ કરું છું. મને પહેલો ઓર્ડર સાંભાર મસાલાનો મળ્યો હતો અને ઓર્ડર આપનાર હતાં મારાં કાકી. મને યાદ છે મારા કાકીએ મને મસાલાના 50 રૂપિયા ચૂકવ્યા હતા જે મારી પહેલી કમાણી હતી.

   

   

  આજે લોકોની રસોઈ સ્વાદિષ્ટ બનાવું છું
  આજે હું ઘરે બેસી અનેક ઘરો સુધી મારા મસાલાને પહોંચાડી લોકોની રસોઈને ટેસ્ટી બનાવું છું. મને સંતોષ છેકે હાલમાં હું ખુદ મારી બોસ છું. આથી મારા જેવી અન્ય બહેનોને પણ કહીશ કે સ્વનિર્ભર બનવાનો સંતોષ જ કંઈક જુદો છે ત્યારે વધારેમાં વધારે મહિલાઓ સ્વનિર્ભર બને.
  -માનસી કક્કડ, મસાલા બિઝનેસ, અમદાવાદ

?????? ??????: ???? ???, ?????ICECD Logo

??? '' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી