ઘરે બેઠાં કમાણી

ફ્લોર મિલનો આ રીતે બિઝનેસ ઘર પર શરૂ કરીને કરો કમાણી

 • ફ્લોર મિલનો આ રીતે બિઝનેસ ઘર પર શરૂ કરીને કરો કમાણી

  દિવ્યશ્રી ડેસ્ક:ખંભાતમાં મારા દાદાના સમયથી ઘંટીનો વ્યવસાય ચાલ્યો આવે છે. હું ખલાસી પરિવારમાંથી આવું છું. મેં દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી મારા મેરેજ થયાં. પણ મારા પતિની હેરાનગતિ સહન નહીં થતાં મેં લગ્નજીવનનો અંત આણવાનો નિર્ણય લીધો. લગ્નનાં એક જ વર્ષમાં છૂટાછેડા લઇને હું મારા પિયરમાં રહેવા આવી ગઇ. આ દરમિયાન મારા ભાઇનું અવસાન થયું. એટલે મારા પપ્પાને ઘંટીના કામકાજમાં મદદ કરવાનું મેં નક્કી કર્યું. આ કામ નાનપણથી હું જોતી આવી હતી. એટલે આ કામ કરવામાં મને ખાસ કંઇ તકલીફ પડતી નથી. 

   

  લગ્નજીવનની નિષ્ફળતાએ મને આત્મનિર્ભર બનાવી
  હું 34 વર્ષની શારીરિક મર્યાદા ધરાવતી મહિલા છું. કોઇ પણ યુવતીની જેમ જ મેં પણ મધુર દાંપત્યજીવન માણવાના અને નિરાંતની જિંદગી જીવવાનાં સપનાં સેવ્યાં હતાં પણ દરેક વ્યક્તિના દરેક શમણાં ક્યાં કદી સાચા પડતા હોય છે! મારી ખુશી કદાચ ઇશ્વરને મંજૂર નહીં હોય. લગ્ન કર્યાના એક જ વર્ષમાં મારા પતિની અસલિયત સામે આવી અને તેની કનડગત દિવસે ને દિવસે વધવા લાગી. છેવટે આ પરિસ્થિતિ મારા માટે અસહ્ય બની ગઇ. પરિણામે મેં તેનાથી છૂટા થવાનું નક્કી કર્યું. છૂટાછેડા લઇને હું ખંભાત મારા મમ્મી-પપ્પા, ભાઇ-બહેન સાથે રહેવા લાગી. 

   

  ઘર કામ અને ઘરના વ્યવસાયમાં સાથ આપ્યો
  આ દરમિયાન મારો ભાઇ મૃત્યુ પામ્યો.પછી મેં મારા પિતાને ઘંટી ચલાવવાના વ્યાવસાયિક કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. મારે ત્યાં અનાજ દળવાની બે ઘંટી છે. દરરોજ સવારે આઠ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી અને બપોરે ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ઘંટી ચલાવું છું. ઘઉં, બાજરી, ચણાની દાળનો લોટ દળું છું. સ્વાભાવિક રીતે આ કામમાં ઊઠબેસ વધારે રહે છે. વળી, ઘરના કામકાજમાં પણ મમ્મીને મદદ કરતી હોઉં છું. 

   


  મૂડી કરતાં સાહસનું જોખમી રોકાણ કરવું પડે છે
  અમારા વિસ્તારમાં મારા ઉપરાંત બીજી એક- બે ઘંટીની દુકાન ચાલતી હોવાથી આ વ્યવસાયમાં મહેનત ઉપરાંત સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આમાં કમાણીની તકો મર્યાદિત રહેલી છે. ચાર વર્ષના અનુભવે મને સમજાયું કે ઘંટી ચલાવવાના વ્યવસાયમાં મૂડી કરતાં સાહસનું જોખમી રોકાણ કરવું પડે છે. વળી, અનાજ દળવાના કામમાં કંઇ ગરબડ થાય તો તેમાં સુધારો મુશ્કેલ બની જાય છે. એટલે બને તેટલી સાવચેતી રાખીને લોટની ગુણવત્તા જા‌ળવવાનો પ્રયત્ન કરું છું. મારી શારીરિક ક્ષમતાની મર્યાદા ભલે હોય, પણ અનાજ દળવાના કામની સજ્જતા છે એટલે વાંધો નથી આવતો. લોટની જરૂરિયાત દરેકને હોય છે. એટલે આના દ્વારા થતી કમાણીમાંથી  ઘર પરિવારનું ગુજરાન વ્યવસ્થિત રીતે થઇ શકે છે. હાલમાં કારીગરો રાખીને આ કામ આગળ વધારું છું. છેલ્લે, મારા અનુભવને આધારે એક વાત કહેવા માગું છું કે જિંદગીને સ્વતંત્ર રીતે જીવવા માટે પગભર થવું જરૂરી છે.
  - મિત્તલ ખલાસી, ખંભાત

   

   

 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • દર મહિને કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
 • કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ ક્યાંથી મળે?
 • દર મહિને કેટલી કમાણી કરી શકાય?
 • ?????? ??????
??? 'કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી