ઘરે બેઠાં કમાણી

ઘર બેઠા કમાણી કરવા માટે બ્યુટી પાર્લર એક સારો વિકલ્પ

 • ઘર બેઠા કમાણી કરવા માટે બ્યુટી પાર્લર એક સારો વિકલ્પ

  બ્યુટી-પાર્લર ખોલીને કરો આકર્ષક કમાણી

  સુંદર દેખાવા ઇચ્છતી દરેક સ્ત્રી પોતાના રૂપ નિખાર માટે નિયમિતપણે બ્યુટી-પાર્લરમાં જઇને મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. જે મહિલાના પર્સમાં ખણખણતા રૂપિયા છે તે બ્રાન્ડેડ બ્યુટી સલૂનમાં જઇને સુંદર દેખાવાનો કે સુંદરતા જાળવવાનો પ્રયત્ન કરે છે. મધ્યમવર્ગની મહિલાને મોટા બ્યુટી પાર્લરમાં જઇને ખર્ચાળ ટ્રીટમેન્ટ પોસાતી નથી. છતાં તેના પોકેટને પરવડે એવી બ્યુટી ટ્રીટમેન્ટ તો કરાવવી જ હોય છે. એટલે તેણે આનો સરળ અને સસ્તો ઉપાય શોધી કાઢ્યો છે અને એ ઉપાય છે ઘરમાં ખોલેલું બ્યુટી પાર્લર. ઘરે બેઠાં માર્કેટ કરતા ઓછા ભાવે જે મહિલા બ્યુટી પાર્લર ચલાવે છે તેને ત્યાં તે સમય કાઢીને પહોંચી જાય છે અને  જો આ પ્રકારની અનુકૂળતા ન હોય તો તે ફોન કરીને બ્યુટી સર્વિસ આપતી મહિલાને પોતાના ઘરે બોલાવી લે છે. ઘરે બેઠાં બ્યુટી પાર્લરનો બિઝનેસ શરૂ કરીને તમે પણ સારી કમાણી કરી શકો છો. 


  ભારત, ચીન, બ્રાઝિલ જેવા વિકસતા દેશોમાં વાર્ષિક 25 ટકાના વૃદ્ધિ દરે સૌંદર્યપ્રસાધન (કોસ્મેટિક)નું માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. આપણે ત્યાં 300 ( US $3 billion)અબજ અમેરિકન ડોલર્સની બ્યુટી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે. આમાં નાના બ્યુટી પાર્લર્સનો ફાળો નાનોસૂનો નથી. 50 મોટી બ્રાન્ડેડ કંપનીઓના બ્યુટી સલૂનનો હિસ્સો તો માત્ર 15 ટકા જ છે. એનો અર્થ એવો થયો કે કુલ રેવન્યૂના 85 ટકા હિસ્સો નાના બ્યુટી પાર્લર્સના નામે છે. એટલે જરા વિચાર કરો કે વિકસી રહેલાં આ ક્ષેત્રમાં કમાણીની કેટલી મોટી તકો રહેલી છે! તમારામાં જો બ્યુટી ટ્રીટમેન્ટ્સ કરી આપવાની વિશિષ્ટ આવડત હોય તો તમે પણ આના દ્વારા આકર્ષક આવક મેળવી શકો છો.

   

  શું હોવું જોઇએ?
  વિવિધ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ્સ કરી શકવાની કુશળતા. કોસ્મેટોલોજી વિશેનું બેઝિક નોલેજ. તેનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હોય તો વધુ સારું. સ્કિન, હેર, મેક અપ, બ્રાઇડલ મેકઅપ, હેર સ્ટાઇલ વગેરેનું પાયાનું જ્ઞાન તથા બ્યુટી ટ્રીટમેન્ટનો અનુભવ હોવો જરૂરી છે. લેટેસ્ટ બ્યુટી ટ્રીટમેન્ટ્સ અને ટેક્નોલોજી અને સૌંદર્યજગતમાં કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે અંગેની જાણકારી હોવી જરૂરી છે.

?????? ??????: ???? ???, ?????ICECD Logo

 • કઇ રીતે બ્યુટી પાર્લર શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ અને વ્યવસાયની તાલીમ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
 • કઇ રીતે બ્યુટી પાર્લર શરૂ કરી શકાય?
 • કેટલું મૂડી રોકાણ કરવું પડે?
 • આર્થિક મદદ અને વ્યવસાયની તાલીમ ક્યાંથી મળે?
 • કેટલી કમાણી થઇ શકે?
 • ?????? ??????
??? 'કઇ રીતે બ્યુટી પાર્લર શરૂ કરી શકાય?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી