ઘરે બેઠાં કમાણી

અકાઉન્ટનું કામ જાણતા હો તો ઘરે બેઠા આ રીતે કરો કમાણી

 • અકાઉન્ટનું કામ જાણતા હો તો ઘરે બેઠા આ રીતે કરો કમાણી

  ઘરે બેસીને એકાઉન્ટ-નામું લખીને કમાણી કરો
  એકાઉન્ટિંગ અને બૂક કીપિંગ એટલે કે નામું લખવાનું કામ ખૂબ સરળ છે. તે ગમે ત્યાંથી થઈ શકે છે. જે સ્ત્રીઓને કુટુંબની જવાબદારીઓ નિભાવતાં કમાણી કરવી છે તેમના માટે આ વ્યવસાય સારો વિકલ્પ છે. જો તમે ગંભીરતાથી આ બિઝનેસ શરૂ કરો તો મહિને 15,000થી માંડીને 1,00,000 લાખ રૂપિયા સુધીની કમાણી ઘરેબેઠાં કરી શકો છો.


  ભારતમાં એકાઉન્ટિંગ કલ્ચર
  શરૂઆતમાં, ભારતમાં એકાઉન્ટન્ટ મુનીમજી તરીકે ઓળખાતા હતા, તે પરંપરાગત રીતે ‘બહીખાતા’તરીકે ઓળખાતા હિસાબ-કિતાબના ચોપડાની સંભાળ રાખતા હતા. પરંતુ ધીમે ધીમે ઉદ્યોગો વિકસ્યાં એટલે તેની સાથે એકાઉન્ટિંગનું ક્ષેત્ર પણ વિકસ્યું. બજારમાં ટેક્નોલોજી પ્રવેશી, ત્યારે એકાઉન્ટિંગનાં અનેક સોફટવેર્સ ઉપયોગથી હિસાબી કામકાજ થવા લાગ્યું.

   

  અકાઉન્ટિંગ એન્ડ બુક કીપિંગમાં શું કરવાનું હોય? 
  એકાઉન્ટિંગ અને બુકકીપિંગની પ્રવૃત્તિઓમાં રોજબરોજના વેપાર-વ્યવસાયને લગતાં નાણાંકીય વ્યવહારોની વિગતવાર નોંધ રાખવાની હોય છે. હિસાબ-કિતાબમાં સામાન્ય રીતે ખરીદી, સેલ્સ, કેશ/બેન્ક પેમેન્ટ્સ અને રિસિપ્ટ્સ અને અન્ય તમામ બિઝનેસ સંબંધિત ખર્ચાઓની એન્ટ્રીઝનો ડેટા એન્ટ્રી સમાવેશ થાય છે.

   

  ઘરેબેઠાં એકાઉન્ટિંગ કઇ રીતે કરી શકાય?

  ભારતની સરખામણીએ યુકે, ઑસ્ટ્રેલિયા અને યુએસએ જેવા દેશોમાં એકાઉન્ટિંગ અને બૂકકીપિંગનું કલ્ચર જુદું છે કારણ કે આઉટસોર્સિંગનું કલ્ચર ભારત કરતાં વિદેશોમાં વધુ છે. જો કે ભારતમાં હજુ પણ એકાઉન્ટિંગ માટે આઉટસોર્સિંગનો ટ્રેન્ડ જોવા મળતો નથી. એકાઉન્ટિંગ બેક ઓફિસનું કામ છે અને તે ઘરબેઠાં કરવું ખૂબ સરળ છે. જોકે, આ કામ ઘરથી તમામ ઉદ્યોગો માટે શક્ય નથી, પરંતુ કેટલાક ઉદ્યોગો માટે તેને સરળતાથી ઘરમાંથી કરી શકાય છે. જે કંપની એકાઉન્ટ્સની કામ કરાવવા ઇચ્છતી હોય તે તેમને ઇ-મેલ મારફત કે કુરિયર દ્વારા તેમના રોજના કે મહિનાના તમામ આર્થિક વ્યવહારની વિગતો – ડોક્યુમેન્ટ્સ મોકલી આપે છે અને તમારે તેને જમા-ઉધારના ફોર્મેટમાં ગોઠવવાના હોય છે. 

   

  ઘરેથી એકાઉન્ટિંગનું કામ કરી શકાય એવા ઉદ્યોગો કયા છે?

  •  નાના આઇટી કંપનીઓ
  • રેસ્ટોરન્ટ્સ
  •  20 થી વધુ રૂમ ન ધરાવતી હોય એવી હોટલ
  • બ્યૂટી પાર્લર અને બ્યૂટી સલૂન
  • ટુર અને ટ્રાવેલ એજન્ટ્સ
  • ડૉક્ટર્સ અને ફિટનેસ ક્લબ
  • કન્સલ્ટન્ટ્સ અને પ્રોફેશનલ્સ
  • બુટિક્સ
  • શહેરની જાણીતી CA ફર્મ
  • 1.00 કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતો હોય એવો કોઇ પણ નાનો બિઝનેસ

   

   

 • કેટલું રોકાણ કરવું પડે?
 • કામ કઇ રીતે શરૂ કરી શકાય?
 • દર મહિને અંદાજિત કમાણી કેટલી કરી શકાય?
 • ?????? ??????
 • કેટલું રોકાણ કરવું પડે?
 • કામ કઇ રીતે શરૂ કરી શકાય?
 • દર મહિને અંદાજિત કમાણી કેટલી કરી શકાય?
 • ?????? ??????
??? 'કેટલું રોકાણ કરવું પડે?' ??????...
x
?? ???

અન્ય આર્ટિકલ્સ

  કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
  મારી બહેનપણી દિવ્ય શ્રી