તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રત-ઉપવાસ:25 માર્ચે આમલકી એકાદશી, હોળી પહેલા આવતી આ અગિયારસમાં વિષ્ણુજી સાથે શિવજીની પણ પૂજા કરો

2 મહિનો પહેલા
  • આ એકાદશી ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે
  • આ એકાદશીમાં આંબળાના ઝાડની પૂજા કરવામાં આવે છે

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આમલકી એકાદશીના દિવસે જ ભગવાન શિવ માતા પાર્વતીને લગ્ન પછી પહેલીવાર કાશી લઇને આવ્યાં હતાં. આ દિવસથી વારણસીમાં હોળીનો તહેવાર શરૂ થાય છે, જે સતત 6 દિવસ સુધી ચાલે છે. આ વખતે આમલકી એકાદશી 25 માર્ચના રોજ છે. આમલકી એકાદશીને

આમલકી એકાદશીના દિવસથી કાશીમાં હોળીનો પર્વ શરૂ થાય છેઃ-
ફાગણ મહિનાના સુદ પક્ષની એકાદશીને કાશીમાં રંગભરી એકાદશી કહેવામાં આવે છે. રંગભરી એકાદશી બાબા વિશ્વનાથના ભક્તો માટે ખૂબ જ વિશેષ છે. આ તે પર્વ છે જેને ભોળાનાથની નગરી કાશીમાં માતા પાર્વતીના સ્વાગતના પ્રતીક સ્વરૂપમાં ઊજવવામાં આવે છે. આ દિવસે બાબા વિશ્વનાથનો શ્રૃંગાર થાય છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે રંગભરી એકાદશીના દિવસે જ ભગવાન શિવજી માતા પાર્વતીને લગ્ન પછી પહેલીવાર કાશી લઇને આવ્યાં હતાં. આ દિવસથી કાશીમાં હોળીનો પર્વ શરૂ થઇ જાય છે, જે સતત 6 દિવસ સુધી ચાલે છે. આ વખતે રંગભરી એકાદશી 25 માર્ચના રોજ છે.

રંગભરી એકાદશી બાબા વિશ્વનાથના ભક્તો માટે ખૂબ જ વિશેષ છે
રંગભરી એકાદશી બાબા વિશ્વનાથના ભક્તો માટે ખૂબ જ વિશેષ છે

રંગભરી એકાદશીના દિવસે ઉપાસના કેવી રીતે કરવી?
આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજાનો સંકલ્પ લેવો. ઘરેથી એક વાસણમાં જળ ભરીને શિવ મંદિર જવું. અબીર, ગુલાલ, ચંદન અને બીલીપાન પણ સાથે લઇ જવા. પહેલાં શિવલિંગ ઉપર ચંદન લગાવો પછી બીલીપાન અને જળ અર્પણ કરો. તે પછી અબીર અને ગુલાલ અર્પણ કરો. ભોળાનાથ પાસે તમારી બધી જ સમસ્યાઓને દૂર કરવાની પ્રાર્થના કરો.

આ દિવસે આંબળાના પૂજન સાથે જ અન્નપૂર્ણા માતાની સોના કે ચાંદીની મૂર્તિના દર્શન કરવાની પણ પરંપરા છે
આ દિવસે આંબળાના પૂજન સાથે જ અન્નપૂર્ણા માતાની સોના કે ચાંદીની મૂર્તિના દર્શન કરવાની પણ પરંપરા છે

રંગભરી એકાદશી અને આંબળાનો સંબંધઃ-
પ્રાચીન માન્યતા પ્રમાણે રંગભરી એકાદશીએ આંબળાના વૃક્ષની પણ ઉપાસના કરવામાં આવે છે. એટલે આ એકાદશીને આમલકી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે આંબળાના પૂજન સાથે જ અન્નપૂર્ણા માતાની સોના કે ચાંદીની મૂર્તિના દર્શન કરવાની પણ પરંપરા છે. રંગભરી એકાદશી મહાદેવ અને શ્રીહરિની કૃપા આપનાર સંયુક્ત પર્વ છે. માન્યતા છે કે આ દિવસે પૂજા-પાઠ કરવાથી સારું સ્વાસ્થ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો