તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિથિ-તહેવાર:17 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે, આ દિવસે સર્વ પિતૃ અમાસ પણ રહેશે

10 મહિનો પહેલા
  • 18 તારીખથી અધિકમાસ શરૂ થશે, તેને પુરૂષોત્તમ કે મળમાસ પણ કહેવામાં આવે છે

17 સપ્ટેમ્બર, ગુરુવારે સૂર્ય કન્યા રાશિમાં આવી જશે અને આ રાશિમાં આ ગ્રહ 17 ઓક્ટોબર સુધી રહેશે. આ દરમિયાન બધી રાશિઓ ઉપર સૂર્યની અસર પડશે. સૂર્યના કન્યા રાશિમાં આવી જવાથી તેને કન્યા સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં.ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે સૂર્યની શુભ અસરના કારણે મેષ, કર્ક અને ધન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં સારા ફેરફાર થવાની સંભાવના છે. સાથે જ, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય માટે પણ સારો સમય શરૂ થશે. ત્યાં જ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

જ્યોતિર્વિજ્ઞાનમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કામ પૂર્ણ થઇ જાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળે છે. વડીલો અને અધિકારીઓ પાસેથી મદદ મળે છે અને સન્માન પણ વધે છે. ત્યાં જ, સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓ આવે છે. નુકસાન પણ થાય છે. વડીલો સાથે વિવાદ થઇ શકે છે. આંખ સાથે જોડાયેલી પરેશાની થઇ શકે છે. માથાનો દુખાવો થાય છે. કામકાજમાં મુશ્કેલીઓ આવે છે. વિવાદ અને તણાવ પણ રહે છે.

17 સપ્ટેમ્બરના રોજ રાશિ પરિવર્તન અને 18 સપ્ટેમ્બરથી અધિકમાસઃ-
હિદુ કેલેન્ડરમાં અધિકમાસનું ખૂબ જ મહત્ત્વ છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. અધિકમાસ ન આવે તો આપણાં તહેવારોની વ્યવસ્થા ખરાબ થઇ જાય. પં. મિશ્રાના જણાવ્યાં પ્રમાણે સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષની વચ્ચેનું અંતર દૂર કરવા માટે દર ત્રણ વર્ષમાં અધિકમાસની વ્યવસ્થા બનાવવામાં આવી છે. અધિકમાસથી તહેવારોની વ્યવસ્થા જળવાયેલી રહે છે. અધિકમાસના કારણે જ બધા તહેવારો પોતાના યોગ્ય સમયે ઉજવાય છે. નહીંતર હોળી ઠંડીના દિવસો એટલે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉજવવી પડે અને દિવાળીનો તહેવાર વરસાદમાં ઉજવવો પડે.

અધિકમાસને મળમાસ પણ કહેવામાં આવે છે. તેના કારણે કોઇપણ દેવતા આ મહિનાના સ્વામી બનવા માંગતાં નહતાં. ત્યારે મળમાસે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુજીએ તેને પોતાનું નામ આપ્યું. આ કારણે આ મહિનાને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.

સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્ય સંક્રાંતિઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે 17 સપ્ટેમ્બરે સૂર્ય રાશિ બદલીને કન્યામાં આવી જશે. આ દિવસે શ્રાદ્ધનો છેલ્લો દિવસ પણ છે. જેને સર્વપિતૃ અમાસ કે મોક્ષ અમાસ પણ કહેવામાં આવે છે. આ તિથિએ તે મૃત લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમની મૃત્યુ તિથિ જાણ ન હોય. આ દિવસે બધા પિતૃઓને શ્રાદ્ધ સાથે વિદાય આપવામાં આવે છે. આ પર્વ ઉપર કન્યા રાશિમાં સૂર્યના હોવાથી પિતૃઓને શ્રાદ્ધનું વિશેષ ફળ મળશે.

અન્ય સમાચારો પણ છે...