મહાશિવરાત્રિએ કઈ રાશિના જાતકોએ શું કરવું?:ન્યાયના દેવતા શનિ મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં બિરાજમાન, 30 વર્ષ પછી દુર્લભ સંયોગ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવપૂજાનું મહાપર્વ એટલે શિવરાત્રિ છે. પંચાંગ પ્રમાણે આ દિવસે મહા મહિનાના વદ પક્ષની ચૌદશનો હોય છે. આ વખતે 18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રિ છે. શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહાશિવરાત્રિથી શિવલિંગ સાથે જ સૃષ્ટિ શરૂ થઈ હતી. આ દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી હતી. ત્યારથી જ દરેક યુગમાં આ દિવસે ભગવાન શિવની મહાપૂજા અને વ્રત-ઉપવાસ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ તહેવારમાં આખો દિવસ શિવપૂજા કરવામાં આવે છે, પરંતુ ગ્રંથોમાં રાતે પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. આ પર્વ સાથે જોડાયેલી માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન શિવ-પાર્વતીનાં લગ્ન થયાં હતાં.

મહાશિવરાત્રિ પર 30 વર્ષ માટે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે
જ્યોતિષીના મતે, મહાશિવરાત્રિ પર 30 વર્ષ પછી એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ વર્ષે ન્યાયના દેવતા શનિ મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં બિરાજમાન થશે. બીજું, 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પણ પિતા-પુત્ર સૂર્ય અને શનિનીની યુતિ બનવા જઈ રહી છે. આ સિવાય સુખનો કર્તા શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીન રાશિમાં રહેશે. આ દિવસે પ્રદોષ વ્રતનો સંયોગ પણ બની રહ્યો છે.

પૂજાના મંત્ર
1. ૐ નમઃ શિવાય 2. ૐ હૌં જૂં સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્। ઉર્વારૂકમિવ બંધનાન્ મુત્યોર્મુક્ષિય મામૃતાત્।। ઉ સ્વઃ ભુવઃ ભૂઃ ૐ સઃ જૂં હૌં ૐ

વ્રત કેવી રીતે કરવું

શિવરાત્રિએ સૂર્યોદય પહેલાં જાગીને પાણીમાં ગંગાજળ અને કાળા તલ મિક્સ કરીને સ્નાન કરવું. એ પછી આખો દિવસ વ્રત અને શિવપૂજા કરવાનો સંકલ્પ લો. વ્રત કે ઉપવાસમાં અનાજનું સેવન કરવું નહીં. પુરાણોમાં ઉલ્લેખ છે કે આ દિવસે આખો દિવસ પાણી પીધા વિના રહેવું જોઈએ. જાણકારો પ્રમાણે આટલું કઠોર વ્રત ન કરી શકો તો ફળ, દૂધ અને પાણી પી શકો છો. આ વ્રતમાં સવાર-સાંજ સ્નાન કર્યા પછી શિવ મંદિરમાં દર્શન માટે જવું જોઈએ

10 સરળ સ્ટેપ્સમાં શિવપૂજા કરી શકો છો

1. શિવરાત્રિએ સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં કે કોઈ અન્ય મંદિરમાં શિવપૂજા કરવાનો અને વ્રત કરવાનો સંકલ્પ લો.

2. આખો દિવસ વ્રત રાખવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. જે લોકો આખો દિવસ ઉપવાસ કરી શકે નહીં તેઓ દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકે છે.

3. સાંજે સૂર્યાસ્ત પહેલાં ફરીથી સ્નાન કરો. કોઈ મંદિરમાં કે ઘરમાં જ શિવલિંગની પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રી ગણેશનું ધ્યાન કરો અને પૂજાની શરૂઆત કરો.

4. પૂજા કરતી સમયે પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખશો તો સારું રહેશે.

5. પૂજામાં શુદ્ધ જળમાં થોડું ગંગાજળ મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો.

6. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવો અને એનાથી શિવલિંગનો અભિષેક કરો.

7. પંચામૃત પછી સાફ જળથી અભિષેક કરો. એ પછી શિવલિંગ ઉપર ચંદન, ફૂલ, બીલીપાન, ધતૂરો, સુગંધિત સામગ્રી અને સીઝનલ ફળ ચઢાવો, સાથે જ ગણેશજી અને દેવી પાર્વતીની પણ પૂજા કરો. તેમને પણ વસ્ત્ર, ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો.

8. દેવી-દેવતાઓ સામે ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવો.

9. ઓમ ગં ગણપતૈય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગૌર્ય નમઃ મંત્રનો જાપ કરો.

10. કપૂર પ્રગટાવીને આરતી કરો. એ પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલો માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો.

ચંદ્ર રાશિ પ્રમાણે જાણો બારેય રાશિઓએ શિવલિંગની પૂજા કઈ રીતે કરવી

મેષ : શિવરાત્રિએ લાલ ચંદન અને લાલ ફૂલ ભગવાન ભોલેનાથને અર્પણ કરો, આ બાદ ૐ નાગેશ્વરાય નમઃ મંત્રનો 51 વાર જાપ કરો.

વૃષભ : ભગવાન ભોલેનાથની પૂજા કરીને ચમેલીનાં ફૂલ અર્પણ કરો, રુદ્રાષ્ટકનો પાઠ કરો.

મિથુન : શિવલિંગ પર ધતૂરો અને ભાંગ અર્પણ કરો, ધતૂરો અર્પણ કરતાં ૐ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો.

કર્ક : શિવલિંગ પર ભાંગ મિશ્રિત ગાયના દૂધથી અભિષેક કરો, બાદમાં રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરો,

સિંહ રાશિ : મહાદેવની પૂજા કરવામાં લાલ ફૂલનો ઉપયોગ કરો અને શિવાલયમાં બેસીને શ્રી શિવચાલીસાનો પાઠ કરો.

કન્યા રાશિ : શિવરાત્રિના દિવસે બીલીપત્ર, ધતૂરો, ભાંગ ને દૂધથી અભિષેક કરો અને ૐ નમઃ શિવાયનો જાપ કરો અને શિવચાલીસા પણ કરો.

તુલા : શિવલિંગ પર દહીં મિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરો. શિવાષ્ટક પાઠ અને સહસ્ત્રનામનો જાપ કરો.

વૃશ્ચિક : મહાશિવરાત્રિના દિવસે મહાદેવને ગુલાબનાં ફૂલો અને બીલીપત્ર પૂજા કરો.

ધન : સવારે ભગવાન શિવની પીળાં ફૂલથી પૂજા કરો, આ સાથે જ ખીરનો પ્રસાદ ચઢાવો અને શ્રી શિવાષ્ટકનો પાઠ કરો.

મકર : ભગવાન ભોલેનાથની ધતૂરા, ભંગ, અષ્ટગંધથી પૂજા-અર્ચના કરો. 108 વાર ૐ પાર્વતી નાથાય નમઃ મંત્રનો જાપ કરો.

કુંભ : આ રાશિના જાતકોએ દૂધ, દહીં, સાકર, ઘી, મધથી શિવજીનો અભિષેક કરવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.

મીન : મહાશિવરાત્રિના શુભ દિવસે પંચામૃત, દહીં, દૂધ અને પીળાં ફોલ અર્પણ કરો. પૂજા સંપન્ન થયા બાદ 108 વાર ૐ ભામેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.