• Home
  • Dharm Darshan
  • Vrat Tyohar
  • Rakshabandhan will be celebrated on 2nd August of Shravan and Sarvarth Siddhi Yoga on 3rd August, Bhadra will be till 9.29 am

ઉત્સવ / 3 ઓગસ્ટના રોજ શ્રાવણના બીજા સોમવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગમાં રક્ષાબંધન ઉજવાશે, સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે

X

  • પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા છે, ભદ્રા પછી આખો દિવસ રાખડી બાંધી શકાશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 11:07 AM IST

સોમવાર, 3 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ છે. આ તિથિએ રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. માન્યતા છે કે, આ યોગમાં કરેલાં શુભ કામ જલ્દી જ સિદ્ધ થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સોમવારે સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે. ભદ્રા પછી જ રાખડી બાંધવી જોઇએ.

ભદ્રા સાથે જોડાયેલી માન્યતાઃ-
પં. શર્મા પ્રમાણે ભદ્રા અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. થોડાં વિદ્વાનો પ્રમાણે ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ પણ શનિદેવની જેમ ક્રૂર છે. જ્યોતિષમાં આ એક વિશેષ કાળ માનવામાં આવે છે, આ સમયમાં કોઇપણ શુભ કામ શરૂ કરી શકાતા નથી. શુભ કાર્ય જેમ કે, લગ્ન, મૂંડન, નવા ઘરમાં પ્રવેશ, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી વગેરે. ભદ્રાને સરળ શબ્દોમાં અશુભ મુહૂર્ત કહી શકાય છે.

પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા છેઃ-
દરેક મહિનાની પૂનમે સત્યનારાયણ ભગવાનની કથા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. સત્યનારાયણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે. તેમની કથામાં સત્ય એટલે સાચું બોલવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જે લોકો ખોટું બોલે છે, તેમણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સત્યનારાયણ ભગવાનને કેળાનો ભોગ ધરાવવો જોઇએ.

શિવલિંગ ઉપર જળ ચઢાવો અને મંત્રનો જાપ કરોઃ-
સોમવારે શ્રાવણ મહિનાની અંતિમ તિથિ છે. આ દિવસે શિવલિંગ ઉપર જળ ચઢાવીને અભિષેક કરવો જોઇએ. હાર-ફૂલ અને પૂજન સામગ્રી સાથે જ બીલીપાન, આંકડાના ફૂલ વિશેષ રૂપથી ચઢાવો. શિવજીના મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી