તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પરંપરા:જો ભાઈને બાંધવા રાખડી મળી ન રહે તો રેશમી અથવા લાલ દોરો પણ રાખડી સ્વરૂપે બાંધી શકાય છે, જો ભાઈ ન હોય તો હનુમાનજીને રાખડી બાંધો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રક્ષાસૂત્રથી મહાલક્ષ્મીએ અસુરરાજ બલિને ભાઈ બનાવ્યો હતો અને ભગવાન વિષ્ણુને પાતાળલોકમાંથી મુક્ત કરાવ્યા હતા
  • જન્માષ્ટમી સુધી ગમે ત્યારે ભાઈને રાખડી બાંધી શકાય છે

આજે એટલે કે સોમવારે રક્ષાબંધનનો તહેવાર છે. આજના દિવસે બહેન ભાઈની રક્ષા કરવાના હેતુથી રક્ષાસૂત્ર અર્થાત રાખડી બાંધે છે. આ વર્ષે કોરોનાવાઈરસને લીધે કેટલાક વિસ્તારોમાં હજુ પણ લોકડાઉન છે. તેવામાં ભાઈ માટે રાખડીની ખરીદી કરવી મુશ્કેલ બની શકે છે. જો તમે રાખડી ન ખરીદી શકતા હોવ તો રેશમી અથવા પૂજામાં ઉપયોગી લાલ દોરો પણ રાખડી સ્વરૂપે બાંધી શકો છો. જો તમે કોઈ કારણોસર ભાઈને રૂબરુ રાખડી બાંધી શકતા નથી તો જન્માષ્ટમી સુધી ગમે ત્યારે આ શુભકાર્ય કરી શકાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, જો કોઈ બહેન પાસે રાખડી નથી તો તે માત્ર રેશમી દોરો અથવા નાડાછડી પણ બાંધી શકે છે. જો આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ ન હોય તો ભાઈના કપાળે તિળક લગાવી માનસિક રૂપે રાખડી બાંધી શકે છે. અર્થાત બહેન મનમાં એ વિચારી શકે છે કે તે ભાઈને સુંદર રાખડી બાંધી રહી છે અને ભાઈના સુખદ ભવિષ્યની કામના કરી શકે છે.

રક્ષાસૂત્રનું મહત્ત્વ
ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે-
सर्वरोगोपशमनं सर्वाशुभविनाशनम्।
सकृत्कृते नाब्दमेकं येन रक्षा कृता भवेत्।।

રક્ષાબંધન પર્વ પર ધારણ કરવામાં આવતું રક્ષાસૂત્ર તમામ પ્રકારના રોગો અને ખરાબ વસ્તુથી બચાવે છે. વર્ષમાં એક વખત તેને ધારણ કરવાથી આખું વર્ષ રક્ષા મળી રહે છે.

રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલવો

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः। तेन त्वां अभिबध्नामि रक्षे मा चल मा चल।।

આ મંત્રનો અર્થ એ થાય છે કે, પ્રાચીન સમયમાં એક દોરી જેવા રક્ષાસૂત્રએ અસુરરાજ બલિને બાંધી દીધો હતો, એ જ પ્રકારનું રક્ષાસૂત્ર હું તમને બાંધી રહી છું. ભગવાન તમારી રક્ષા કરે. આ રક્ષાસૂત્ર ક્યારે પણ ન તૂટે અને તમે હંમેશા સુરક્ષિત રહો. દેવી લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધી ભગવાન વિષ્ણુને પાતાળલોકથી મુક્ત કરાવ્યા હતા.

ભાઈ ન હોય તો તમારા ઈષ્ટદેવને રાખડી બાંધી શકાય છે
જો તમારે કોઈ ભાઈ નથી તો તમે હનુમાનજી, શ્રીકૃષ્ણ, શિવજી અથવા તમારા ઈષ્ટદેવને રાખડી બાંધી શકો છો. મહિલા સાથે પુરૂષ પણ ભગવાનને રાખડી બાંધી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો