તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલે ફાગણ મહિનાની એકાદશી:તકલીફોથી છુટકારો મેળવવા માટે પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે

7 દિવસ પહેલા
  • આ વખતે પંચાંગ ભેદ ન હોવાથી 7 એપ્રિલ, બુધવારે ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત કરવામાં આવશે

ફાગણ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે પંચાંગ ભેદ ન હોવાથી આ વ્રત 7 એપ્રિલના રોજ કરવામાં આવશે. આ વખતે એકાદશી તિથિ બુધવારે સૂર્યોદય પહેલાં જ શરૂ થઇ જશે અને બીજા દિવસે સૂર્યોદય સુધી રહેશે. એટલે આ વ્રત બુધવારે જ કરવામાં આવશે.

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે પાપમોચની એકાદશી વ્રત કરવાથી ભક્તના બધા પ્રકારના કષ્ટ દૂર થઇ જાય છે. આ વ્રતને કરવાથી ભક્તોને મોટા યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે હજાર ગાયના દાન સમાન ફળ મળે છે. બ્રહ્મ હત્યા, સોનાની ચોરી અને સુરાપાન(નશો કરવો) જેવા મહાપાપ પણ આ વ્રતને કરવાથી દૂર થઇ જાય છે.

એકાદશી વ્રતની વિધિઃ-

  • પાપમોચની એકાદશી અંગે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે
  • વ્રત રાખનાર વ્યક્તિએ દશમ તિથિએ એક સમય સાત્વિક ભોજન કરવું જોઇએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઇએ.
  • એકાદશીએ સવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. સંકલ્પ પછી 16 સામગ્રીઓ દ્વારા ભગવાન શ્રીવિષ્ણુની પૂજા કરો.
  • પૂજા પછી ભગવાન સામે બેસીને ભગવત કથાનો પાઠ કરો અથવા કોઇ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવો. પરિવાર સહિત બેસીને ભગવત કથા સાંભળો.
  • રાતે જાગરણ કરો. રાતે પણ કશું જ ભોજન કરવું નહીં. શક્ય ન હોય તો ફળ ખાઈ શકો છો. ભજન કીર્તન કરીને જાગરણ કરો.
  • બારસ તિથિ એટલે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો અને પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો.
  • તે પછી સ્વયં ભોજન કરો. આ પ્રકારે પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે તથા વ્રતીના બધા પાપનો નાશ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો