આ વર્ષે હોળીની તારીખને લઈને પંચાંગમાં મતભેદ છે. કેટલીક જગ્યાએ હોલિકા દહન 6 માર્ચે અને તો કેટલીક જગ્યાએ 7 માર્ચે કરવામાં આવશે. હોલિકા દહન ફાગણ મહિનાની પૂર્ણિમાએ થાય છે. હોલિકા દહનની તારીખને લઈને અનેક મતભેદો છે, પરંતુ ધુળેટીનો તહેવાર 8 માર્ચે ઉજવાશે. આ તહેવાર રાત્રી જાગરણનો છે. આ દિવસે રાત્રે જાગતા રહીને મંત્ર જાપ અને ધ્યાન કરવાની પરંપરા છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, હોળીની રાત્રે મંત્રોના જાપ કરવાથી પૂજા ઝડપથી સફળ થઈ શકે છે. સંયમ રાખીને ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળીની રાત્રે કરવામાં આવેલ મંત્ર જાપ આખું વર્ષ અસરકારક રહે છે. હોળી, દિવાળી, નવરાત્રી અને શિવરાત્રી, આ બધા રાત્રી જાગરણના તહેવારો છે. આ તહેવારો પર રાત્રે પૂજા કરવાની પરંપરા છે. આ તહેવારો પર રાત્રિ જાગરણ કરવું જોઈએ. તમારા ઇષ્ટ દેવતાની પૂજા કરો અને મંત્રોનો જાપ કરો. આ વર્ષે હોલિકા દહનના સમયે સૂર્ય અને શનિનો સંયોગ કુંભ રાશિમાં રહેશે. આ કારણથી તંત્ર-મંત્રના સાધકો માટે પણ આ તહેવાર વિશેષ બની રહેશે.
હોળીની રાખનો શિવ પૂજામાં ઉપયોગ કરી શકાય છે
પં. શર્મા કહે છે કે હોળી સળગાવવાથી પછી જે રાખ રહે છે તે સામાન્ય નથી. હોળીની ભસ્મ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોળીની ભસ્મને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી ગ્રહોના અનેક દોષ દૂર થાય છે. હોળીની ભસ્મનો શિવપૂજામાં ભસ્મ તરીકે ઉપયોગ કરી શકાય છે. ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાની પરંપરા છે.
ફાગણ પૂનમના દિવસે કરો આ કામ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.