15 દિવસમાં બે ગ્રહણ:વૈશાખી પુનમના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, ધાર્મિક કામ થઇ શકશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

16 મેના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ રહેશે. જે ભારતમાં જોવા નહીં મળે. ફક્ત ખગોળીય રીતે જ ખાસ રહેશે. આ ગ્રહણનું ધાર્મિક રીતે કોઈ ખાસ મહત્વ ના હોવાને કારણે કોઈ અશુભ અસર નહીં પડે. જેના કારણે આ ગ્રહણનું સૂતક દેશમાં માનવામાં નહીં આવે આ સાથે જ પૂનમના દિવસે થતા ધાર્મિક કામ કરવામાં કોઈ દોષ નહીં આવે. પૂનમ દિવસે સ્નાન-દાન અને પૂજા-પાઠ કરી શકાશે.

લગાતાર ત્રણ વર્ષ સુધી વૈશાખ પૂનમ દિવસે ગ્રહણ
પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા કહે છે કે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ સતત ત્રણ વર્ષ સુધી ચંદ્રગ્રહણ થશે. ગયા વર્ષે 26મી મેના રોજ અને આ વખતે 16મી મેના રોજ પણ વૈશાખ માસની પૂર્ણિમાએ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ 5મી મે 2023ના રોજ પણ થશે. ઉપરાંત ચંદ્રગ્રહણના 15 દિવસ પહેલા અને પછી આ ત્રણ વર્ષમાં સૂર્યગ્રહણનો અનોખો સંયોગ બનશે. આ એક અલગ પ્રકારનો સંયોગ છે.

વૈશાખ પૂર્ણિમાના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ
સોમવારે પૂર્ણ ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ રહેશે નહીં. પરંતુ તે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી વિશેષ માનવામાં આવે છે. ડો.મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગ્રહણની અસર 12 રાશિઓ તેમજ દેશ અને દુનિયા પર પડશે. જેના કારણે કુદરતી આફતો આવવાના અને રાજકીય પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. આ સાથે આ ગ્રહણથી ઘણા લોકો માનસિક રીતે પણ હેરાન થશે.

આગામી ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે
8 નવેમ્બર, મંગળવારે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ જોવા મળશે. કારતક પૂનમના દિવસે થનારું આ ગ્રહણ વર્ષનું છેલ્લું ગ્રહણ રહેશે. આ બ ગ્રહણ ભારતમાં જોવા મળશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે પરંતુ ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ જોવા મળશે. આ સાથે જ આ ચંદ્રગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને મધ્ય અમેરિકાના કેટલાક દેશોમાં જોવા મળશે. ભારતીય સમય અનુસાર, તે બપોરે 2.38 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.19 વાગ્યે સમાપ્ત થશે.

15 દિવસમાં 2 ગ્રહણની દેશ-વિદેશમાં અસર જોવા મળશે
ડો.મિશ્રાના જણાવ્યા અનુસાર 15 દિવસમાં બે ગ્રહણને કારણે કુદરતી આફત કે હવામાનમાં અચાનક ફેરફાર આવી શકે છે. જોરદાર પવન, વાવાઝોડું, ભૂકંપ અથવા ભૂસ્ખલનની સંભાવના છે. આ સિવાય દેશમાં તણાવ અને ભયનું વાતાવરણ બની શકે છે. દેશની સરહદો પર તણાવ વધી શકે છે. આતંકવાદી ઘટનાઓ વધી શકે છે. વહીવટીતંત્રમાં ભય રહેશે. કેટલીક જગ્યાએ અકસ્માતો વધી શકે છે. ઔદ્યોગિક વિકાસના કાર્યોમાં ઘટાડો થઈ શકે છે. વેપારી વર્ગમાં ચિંતા રહેશે.