વ્રતની પૂનમ રવિવારે તો સ્નાન-દાન સોમવારે:પૂનમનાં દિવસે શુભ યોગની અસરથી સ્નાન-દાનનું ફળ અનેકગણું વધશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વૈશાખ મહિનાની પુનમ 2 દિવસ એટલે કે 15 અને 16 મેના દિવસે છે. આ કારણે પૂનમનું પર્વ 2 દિવસ મનાવવામાં આવશે. જાણકારોનું કહેવું છે કે, વ્રત અને પૂજા માટે રવિવારે અને સોમવારે સૂર્યોદય પહેલાં સ્નાન-દાન કરવું શુભ માનવામાં આવે છે.

15 મે વ્રત અને પૂજાની પૂનમ
15 મે, રવિવારે પૂનમની તિથિ બપોરે લગભગ 12:45 વાગ્યે શરૂ થશે અને દિવસભર ચાલશે. આ કારણે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને વ્રત કરવામાં આવશે. આ દિવસે સૂર્યોદય સમયે ચતુર્દશી તિથિ હોવાથી કુર્મ અવતારની પૂજા કરવામાં આવશે. આ દિવસે સૂર્ય સંક્રાંતિ થવાને કારણે પિતૃપૂજા અને સ્નાન-દાન માટે ફળદાયી સાબિત થશે. આ દિવસે ખરીદી, લેવડ-દેવડ અને રોકાણ માટે શુભ મુહૂર્ત પણ રહેશે.

વૈશાખ પૂર્ણિમા પર બનશે શુભ યોગ
16 મેના રોજ વારિયાન, મિત્રા અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ થશે. આ શુભ યોગની અસરથી સ્નાન-દાનનું ફળ અનેકગણું વધી જશે. આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યોથી પુણ્ય પ્રાપ્ત થાય છે. વિષ્ણુ, મત્સ્ય, બ્રહ્મા અને નારદ પુરાણો અનુસાર, આ દિવસે આપવામાં આવેલું દાન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા દાનથી અક્ષય પુણ્ય ફળ મળે છે. તેથી આ દિવસે તીર્થ સ્નાન અને પૂજન અનુસાર અન્ન, જળ, સોનું કે વસ્ત્રનું દાન કરવાની પરંપરા છે.

આ દિવસે ભગવાન બુદ્ધનો પ્રાગટ્ય દિવસ હોવાથી બુદ્ધ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ થશે. જો કે તે ભારતમાં જોવા નહીં મળે. તેથી તેનું ધાર્મિક મહત્વ પણ નહીં હોય.