25મીએ તલ પર્વનું અંતિમ વ્રત:બુધવારના શુભ અવસરે તિલકુંદ ચતુર્થી ઉજવાશે, માઘી ચોથના દિવસે ગણેશજીની તલથી પૂજા કરવાનું મહત્વ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે તિલકુંદ ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. જેને વરદ, વિનાયક કે તિલકુંદ ચોથ પણ કહેવામાં આવે છે.આ વખતે તિલકુંદ ચતુર્થી 25 જાન્યુઆરીના રોજ આવે છે. આ દિવસે બુધવારનો શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે ગણેશજીની ઉપાસના અને ઉપવાસના શુભ પરિણામો પ્રાપ્ત થશે. તિલકુંદ ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. તિલકુંદ ચતુર્થીનું વ્રત કરવાથી નોકરી-ધંધાને લગતી સમસ્યાઓ દૂર થાય છે. માનસિક શાંતિ મળે છે અને ઘરમાં સુખ-શાંતિ વધે છે.

શુભ યોગ અને ગ્રહોની સ્થિતિ

મહા મહિનાની ચતુર્થી પર પદ્મ અને રવિયોગબની રહ્યો છે રહ્યા છે. તે સાથે જ બુધવાર છે. ગણેશ પુરાણ અનુસાર, આ દિવસે ગજાનંદ ગણેશ પ્રગટ થયા હતા. ગુરુ પણ આ તારીખે પોતાની રાશિમાં રહેશે. ગ્રહયોગોની શુભ સ્થિતિને કારણે આ દિવસે કરવામાં આવતા ઉપવાસ અને પૂજાના શુભ ફળમાં વધારો થશે.

દાનનું મહત્વ

માઘ માસના કારણે આ ચતુર્થી તિથિએ દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન ગણેશને તલ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. તદુપરાંત જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડાં, ધાબળા અને ભોજન આપવામાં આવે છે. તો બીજી તરફ તલમાંથી બનેલી વિશેષ વસ્તુઓનું દાન કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે.

ઉપવાસ અને પૂજા

તલકુટ ચતુર્થી પર વહેલી સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો.ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાનો સંકલ્પ અને વ્રત કરો, પછી પૂજા કરો. પૂજા કરતી વખતે ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો પાઠ કરો અને ગણેશજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો, પછી ફળ, ફૂલ, ચોખા અર્પણ કરો. ત્યારબાદ, તલ અથવા તલ-ગોળથી બનેલી મીઠાઈ અને લાડુ ચઢાવો. ત્યારબાદ ભગવાન ગણેશ અને ધૂપ-દીપના દર્શન કરો. સાંજે કથા સાંભળ્યા બાદ ગણેશજીની આરતી કરવી.

શું છે માન્યતા?

માન્યતા અનુસાર ચતુર્થીના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે તલનું દાન કરવાનું મહત્વ છે. આ દિવસે ગણેશજીને તલના લાડવાનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તેથી જ તેને તલકુટ ચોથ તરીકે ઓળખવામાં આવે છે.