તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે અન્નપૂર્ણા જયંતી:ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભીક્ષા માગી હતી, આજે અન્નદાન કરવાથી અનેક ગણું પુણ્યફળ મળે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્નપૂર્ણા જયંતીના દિવસે ચૂલા, ગેસ સ્ટોવની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અનાજની ખોટ પડતી નથી

માગશર મહિનાની પૂનમ એટલે આજે અન્નપૂર્ણા જયંતી ઊજવવામાં આવી રહી છે.(પંચાંગ ભેદના કારણે અમુક જગ્યાએ આવતીકાલે એટલે 30 તારીખે પૂનમ ઊજવવામાં આવશે) કાશીના પં. ગણેશ મિશ્ર જણાવે છે કે આ તિથિએ માતા પાર્વતીએ અન્નપૂર્ણા સ્વરૂપ લીધું હતું. ધર્મગ્રથોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે રસોઈઘરમાં ચૂલા, ગેસ સ્ટોવની પૂજા પણ કરવી જોઇએ. સાથે જ ઘરના અન્નકોષમાં પણ દેવી અન્નપૂર્ણાની પૂજા કરવી જોઇએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં ક્યારેય અનાજ અને ભોજનની ખોટ પડતી નથી. સાથે જ ઘરમાં બનેલાં ભોજનને ખાવાથી બીમારીઓ પણ દૂર રહે છે. દેવી અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘર-પરિવારમાં ક્યારેય અનાજ અને ધન-ધાન્યની ખોટ પડતી નથી. જોકે, અનાજનો અનાદર ક્યારેય કરવો જોઇએ નહીં, પરંતુ આ દિવસે ખાસ કરીને સાવધાની રાખવી જોઇએ નહીં. ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ પડે નહીં અને દેવીની કૃપા હંમેશાં જળવાયેલી રહે.

આ દિવસે અનાજદાનનું મહત્ત્વઃ-
માગશર મહિનાની પૂર્ણિમાએ દેવી અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે પૂજા પછી અનેક પ્રકારના ભોગ બનાવીને દેવી અન્નપૂર્ણાને નેવેદ્ય ધરાવવામાં આવે છે. તે પછી અનાજદાન કરવું જોઇએ. જરૂરિયાતમંદ લોકોને પેટભરીને ભોજન કરાવવું જોઇએ. જોકે, માગશર મહિનાના દરેક દિવસે અનાજદાન કરવાની પરંપરા છે. પરંતુ કોઇ કારણે માગશરમાં આખો મહિનો દાન ન કરી શકો તો આ પૂર્ણિમાએ જ અનાજદાન કરવાથી આખા મહિનાનું ફળ મળે છે.

ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગી હતીઃ-
માન્યતા છે કે, જ્યારે ધરતી ઉપર પાણી અને અનાજ ખતમ થવા લાગ્યું ત્યારે દરેક જગ્યાએ હાહાકાર મચી ગયો. ત્યારે મનુષ્યોએ અનાજની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીની પૂજા કરી. ત્યારે શિવજીએ ધરતીનું ભ્રમણ કર્યું અને તે પછી માતા પાર્વતીએ અન્નપૂર્ણા સ્વરૂપ ભગવાન શિવજીએ ભિક્ષુ સ્વરૂપ ધારણ કર્યું.

ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઇને ધરતી ઉપર વસેલાં લોકોને વહેંચ્યું. ત્યારથી બધા દેવોની સાથે મનુષ્યોએ પણ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાનું શરૂ કરી દીધું. જે દિવસે માતા અન્નપૂર્ણા પ્રકટ થયાં, તે માગશર મહિનાની પૂનમ હતી. આ કારણે માગશર પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે અનાજ દાનનું ખાસ મહત્ત્વ છે.

પૂજા વિધિઃ-
માતા અન્નપૂર્ણા અનાજની દેવી છે. એટલે આ દિવસે રસોઈ ઘર સાફ રાખવું જોઇએ અને ગંગાજળ છાંટીને ઘરને શુદ્ધ કરવું જોઇએ.

તે પછી ભોજન પકાવવામાં આવતા ગેસ સ્ટોવ ઉપર કંકુ, ચોખા, ફૂલ, ધૂપ અને દીવો પ્રગટાવીને પૂજન કરવું જોઇએ.

તે પછી રસોઈમાં જ માતા પાર્વતી તથા ભગવાન શંકરજીની પૂજા પણ કરો.

માતા અન્નપૂર્ણાની પૂજા પણ રસોઈ ઘરમાંજ યોગ્ય વિધિથી કરીને પ્રાર્થના કરો કે હે માતા આપણાં ઘર-પરિવારમાં હંમેશાં અનાજ ભરેલું રહે

પૂજા કર્યા પછી પોતાના ઘરમાં બનાવેલ ભોજન ગરીબોને ખવડાવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો