વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે માઘ શુક્લ પ્રતિપદા તિથિ 22 જાન્યુઆરી સિદ્ધિ યોગમાં માઘ ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થશે.એ છે અને નવમી તિથિ 30 જાન્યુઆરીએ છે. એટલા માટે ભક્તો 9 દિવસ સુધી ગુપ્ત રીતે માતાની પૂજા કરશે.
પંચાંગ અનુસાર નવરાત્રી વર્ષમાં 4 વખત આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી અને આસો માસની શારદીય નવરાત્રિ હોય છે. આ વર્ષે 22 જાન્યુઆરીએ સિદ્ધિ યોગમાં માઘ ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થશે. આ દિવસે સવારે 10:06 સુધી વજ્ર યોગ છે અને તે પછી સિદ્ધિ યોગ છે, જે બીજા દિવસે સવારે 05:41 સુધી છે. આ કિસ્સામાં, માઘ ગુપ્ત નવરાત્રિનું કલશ સ્થાન સિદ્ધિ યોગમાં રહેશે. કલશની સ્થાપના સમયે અભિજીત મુહૂર્તમાં સિદ્ધિ યોગ હોય તો કાર્ય સિદ્ધ થાય છે.
આ વખતે સિદ્ધિ યોગમાં માઘ ગુપ્ત નવરાત્રી શરૂ થઈ રહી છે. જેના કારણે આ વખતે ગુપ્ત નવરાત્રીનું મહત્વ વધુ વધી ગયું છે
આ દિવસોમાં 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે
ચાલો જાણીએ કળશની સ્થાપનાનું શુભ મુહૂર્ત અને તિથિ
હિન્દુ પંચાગ મુજબ, માઘ ગુપ્ત નવરાત્રિ રવિવાર, 22 જાન્યુઆરી 2023થી શરૂ થઈ રહી છે, જે 30 જાન્યુઆરી 2023, શનિવારના રોજ પૂર્ણ થશે.
પ્રતિપદાનો પ્રારંભ – 22મી જાન્યુઆરી 2022, સવારે 10.30 કલાકે
પ્રતિપદાની સમાપ્તિ તારીખ – 23મી જાન્યુઆરી 2022,સવારે 04:32 કલાકે
અભિજિત મુહૂર્ત – 22મી જાન્યુઆરી 2022, બપોરે 12.10 થી 12.54 વાગ્યા સુધી
ઘટ સ્થાપના મુહૂર્ત – 22મી જાન્યુઆરી 2022,બપોરે 12:11 થી 12:54 સુધી.
માઘ ગુપ્ત નવરાત્રીનું ગૌરી તૃતીયા વ્રત 24મી જાન્યુઆરીએ છે.
વિવાહિત મહિલાઓ અને વિવાહ યોગ્ય યુવતિઓ આ દિવસે વ્રત રાખવું જોઈએ. ગૌરી તૃતીયા વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, પતિનું આયુષ્ય વધે છે. આ સિવાય ઈચ્છિત જીવનસાથીની ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે. આ દિવસે દેવી પાર્વતીના ગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.