આ શનિવારે ફાગણ મહિનાનું પ્રદોષ વ્રત 4 માર્ચે રાખવામાં આવશે. શનિવારે પ્રદોષ તિથિ આવે તો તેને શનિ પ્રદોષ કહેવાય છે. ફાગણ મહિનાની તેરસની તિથિએ પ્રદોષ વ્રત રાખવાથી સુયોગ્ય સંતાન પ્રાપ્ત થાય છે. શનિ પ્રદોષનું વ્રત એક તરફ શિવની આરાધના કરવા માટે ખાસ છે, તો બીજી તરફ શનિદેવની પૂજા માટે પણ આ વ્રત ખાસ છે. શનિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ શંકરની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ તિથિ પ્રદોષ કાળમાં શિવશંકરની પૂજાની સાથે શનિદેવના ઉપાયો ખાસ કરીને સાડાસાતી, ઢૈય્યા અને મહાદશાવાળાને કરવા જોઈએ. જેનાથી શનિપીડા દૂર થાય છે.
શનિ પ્રદોષની તિથિ-પૂજા મુહૂર્ત-
ફાગણ માસના સુદ પક્ષની તેરસ તિથિ 4 માર્ચના દિવસે શનિવારે સવારે 11-43 મિનિટે શરૂ થશે અને આ તિથિની સમાપ્તિ બીજા દિવસે 5 માર્ચ રવિવારે બપોરે 2-07 મિનિટે થશે. પ્રદોષ પૂજાના મુહૂર્ત 4 માર્ચે રહેશે. એટલા માટે પ્રદોષ વ્રત 4 માર્ચે રાખવામાં આવશે અને શનિ પ્રદોષ વ્રત પૂજાનું મુહૂર્ત સાંજે 6-23 થી રાત્રે 8-50 રહેશે
શનિ પ્રદોષનું મહત્વ-
કહેવાય છે કે શનિ પ્રદોષનું વ્રત રાખવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને બધા દુઃખોને દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે છે. જે લોકો સંતાનવિહિન હોય છે, તેમને વિશેષ કરીને શનિ પ્રદોષ વ્રત કરવું જોઈએ. ભગવાન શિવની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.
શિવજીને આ રીતે પ્રાર્થના કરો-
હે ત્રિનેત્રધારી, મસ્તક પર ચંદ્રદેવનું આભૂષણ ધારણ કરનાર, કરોડો ચંદ્રો સમાન ક્રાંતિવાન, પિંગલવર્ણા, જટાધારી, નીલકંઠ તથા અનેક રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત, ત્રિશૂળધારી, નાગોના કુંડળ પહેરનાર, વ્યાઘ્રચર્મ ધારણ કરનાર, વરદહસ્ત, રત્નજડિત, સિંહાસન પર વિરાજમાન શિવજી અમારા કષ્ટોને દૂર કરીને સુખ-સમદ્ધિના આશીર્વાદ આપો. દરેક પ્રકારે શિવજીના સ્વરૂપનું ધ્યાન કરીને મનોમન પ્રાર્થના કરો. ત્યારબાદ શનિ પ્રદોષ વ્રતની કથા વાંચો અને સંભળાવો
શનિ પ્રદોષની કથા-
શનિ પ્રદોષ વ્રત કથા પ્રમાણે પ્રાચીન કાળમાં એક નગર શેઠ હતો. શેઠજીના ઘરમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ હતી પરંતુ સંતાન ન હતું તેને કારણે શેઠ અને શેઠાણી હંમેશાં દુઃખી રહેતાં હતાં. ઘણો વિચાર કરીને શેઠજીએ પોતાનું કામ નોકરોને સોપી દીધું અને પોતે શેઠાણી સાથે તીર્થયાત્રાએ નિકળી પડ્યો.
પોતાના નગરથી બહાર નિકળીને તેમને એક સાધુ મળ્યાં, જે ધ્યાનમગ્ન બેઠાં હતાં. શે્ઠજીએ વિચાર્યું, શા માટે સાધુના આશીર્વાદ લઈને આગળની યાત્રા કરું. શેઠ અને શેઠાણીએ સાધુની પાસે બેઠાં. સાધુએ જ્યારે આંખો ખોલી તો તેમને જાણ થઈ કે શેઠ અને શેઠાણી ઘણા સમયથી આશીર્વાદ મેળવવાની ઈચ્છાથી રાહ જોઈ રહ્યાં છે.
સાધુએ શેઠ અને શેઠાણીને કહ્યું કે હું તારું દુઃખ જાણું છે. તું શનિ પ્રદોષ વ્રત કર. જેનાથી તને સંતાન સુખ પ્રાપ્ત થશે. સાધુએ શેઠ-શેઠાણીને પ્રદોષ વ્રતની વિધિ પણ બતાવી અને શંકર ભગવાનની વંદના પણ બતાવી. જે આ પ્રમાણે છે....
બંને સાધુના આશીર્વાદ લઈને તીર્થયાત્રા માટે આગળ ચાલ્યાં. તીર્થયાત્રાથી પાછા ફર્યા પછી શેઠ અને શેઠાણીને મળીને શનિ પ્રદોષ વ્રત કર્યું જેના પ્રભાવથી તેમના ઘરમાં એક સુંદર પુત્રનો જન્મ થયો અને ખુશીઓથી તેમનું જીવન ભરાઈ ગયું.
પ્રસાદમાં ગળી વસ્તુઓનો જ ઉપયોગ કરવો-
કથા વાંચન કે સાંભળ્યા પછી સમસ્ત હવન સામગ્રીઓ મેળવી લો તથા 21 અથવા 108 વાર નિમ્ન લિખિત મંત્રથી આહુતિ આપો. મંત્રઃ- 'ॐ ह्रीं क्लीं नम: शिवाय स्वाहा'। ત્યારબાદ શિવજીની આરતી કરીને પ્રસાદ વહેંચો અને પોતે ભોજન કરો.
ધ્યાન રાખવું કે ભોજનમાં માત્ર ગળી વસ્તુઓનો જ ઉપયોગ કરો. જો ઘર પર જ પૂજા કરવી શક્ય ન હોય તો વ્રતધારી શિવજીના મંદિરમાં જઈને પૂજા-અર્ચાના કરીને આ વ્રતનો લાભ લઈ શકે છે. તેની સાથે જ આ દિવસે શનિ પૂજાનું પણ વધુ મહત્વ હોવાને કારણે કોઈપણ શનિ મંદિરમાં જઈને શનિ પૂજા કરીને તેમને પ્રસન્ન કરો.
શનિ પ્રદોષના ઉપાય-
તુલા વૃશ્ચિક, મકર, કુંભ, મીન રાશિવાળાએ આ દિવસે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવવો અને જળ અર્પિત કરવું. આમ કરવાથી શનિની સાડાસાતી અને ઢેય્યાની અસરથી ઉત્પન્ન થયેલાં દુઃખોમાં રાહત મળે છે.
શનિ પ્રદોષ વ્રતના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિદેવને તેલ અર્પિત કરો અને વિધિ-વિધાનથી શનિદેવની પૂજા-અર્ચના કરો. શનિદેવને પ્રસન્ન કરવા માટે દશરથકૃત શનિસ્ત્રોતનો પાઠ પણ જરૂર કરો. આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવાનું પણ શુભ રહે છે
આર્થિક તંગી-
માન્યતા છે કે પ્રદોષકાળમાં શિવજી સાક્ષાત શિવલિંગમાં વાસ કરે છે, એટલા માટે પ્રદોષ વ્રતમાં આ સમયે શિવનું સ્મરણ કરીને તેમની પૂજા કરવામાં આવે તો દરેક મનોકામના પૂરી થાય છે, શનિ પ્રદોષવાળા દિવસે સાંજે 108 વાર મહામૃત્યુજય મંત્રનો જાપ કરીને શિવલિંગનો જળાભિષેક કરો. કહેવાય છે કે આ ઉપાયથી આર્થિક તંગી દૂર થાય છે.
વેપાર અને નોકરીમાં પ્રગતિ-
કુંડળીમાં શનિ દોષને કારણે વેપાર અને નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો શનિ પ્રદોષ વ્રતવાળા દિવસે એક મુઠ્ઠી કાળા અડદના દાણા ડાબા હાથથી પોતાના ઉપર ઊતારીને 7વાર ફેરવો અને તેને કાળા કાગડાને ખવડાવી દો. કહેવાય છે કે આ ઉપાયથી પ્રગતિના રસ્તાઓ ખુલી જાય છે.
સંતાન સંબંધી ઉપાય-
શનિ પ્રદોષ વ્રતના દિવસે પીપળા અને બિલીના ઝાડને પાણી પીવડાવો. માન્યતા છે કે આ દિવસે બિલીના ઝાડ પાસે ઘીનો દીવો પ્રગટાવીને શિવ ચાલીસાનો પાઠ કરવાથી શિવ દરેક પીડાથી તમારું રક્ષણ કરે છે. સંતાન પર કંકટો નથી આવતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.