હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દર વર્ષે હોળી અને ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે 8 માર્ચના દિવસે ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ વર્ષે હોળીના દિવસે ખાસ પ્રકારનો સંયોગ પણ બની રહ્યો છે. રાશિ અનુસાર, હોળીના દિવસે કયો કલર તમારા માટે સારો રહેશે અને રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ એ તે વિશે વિગતે જણાવીશું.
હોળી પર લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આ 3 વસ્તુનું દાન અચૂક કરો
જરૂરિયાતમંદને વસ્ત્રનું દાન કરો
હોળીના દિવસે ગરીબને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય ફળ મળે છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
ભુખ્યાને જમાડો
હોળીના દિવસે ઘરમાં અનેક પ્રકારના પકવાન બનાવવામાં આવે છે તો ગરીબો ભૂખ્યાને જમાડવામાં આવે તો ક્યારેય અન્નની કમી જોવા નથી મળતી.
ધનના દાનથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે
હોળીના દિવસે ધનનું દાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, તમે કોઈ મંદિરમાં બ્રાહ્નણ અને કોઈ ગરીબ કે ભિખારીને દાન કરી શકો છો.
રાશિ અનુસાર દાન કરો
મેષ રાશિ : આ રાશિના જાતકોએ પૈસાની સાથે વસ્ત્ર અને ગોળનું દાન કરવું શુભ છે.
વૃષભ રાશિ : આ રાશિના જાતકોએ અન્નાના દાનની સાથે ચમકીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ.
મિથુન રાશિ : આ રાશિના જાતકોએ લીલા મગ અને લીલાં કપડાંનું દાન અચૂક કરવું જોઈએ.
કર્ક રાશિ : આ રાશિના જાતકોએ ચોખાનું અને મગદાળ મિશ્રિત ચોખાનું દાન કરવું જોઈએ.
સિંહ રાશિ : રાશિના જાતકોને ઘઉંનું અને ટોર્ચ કે ચીમનીનું દાન કરવું ફાયદાકારક છે.
કન્યા રાશિ : આ રાશિના જાતકોએ કોઈ ગરીબને ભોજન કરાવવું જોઈએ તથા મંદિરમાં રૂનું દાન આપવું.
તુલા રાશિ : આ રાશિના જાતકોએ સાકર અને ધાણાનું દાન કરવું જોઈએ.
વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકો માટે લાલ વસ્ત્ર અને મસૂરની દાળના દાનને ઉત્તમ માનવામાં આવે છે.
ધન રાશિ : ચણાની દાળને પીળા કપડામાં બાંધીને દાન કરવું જોઈએ અને થોડી દક્ષિણા આપવી.
મકર રાશિ : આ રાશિના જાતકોએ શ્રીફળના દાનની સાથે લોખંડની વસ્તુનું દાન કરવું.
કુંભ રાશિ : કાળા અડદને કાળા કપડામાં બાંધીને દાન કરવું તેમજ ધાબળાનું દાન પણ કરવું.
મીન રાશિ : આ રાશિના જાતકોએ વસ્ત્રના દાનની સાથે-સાથે સાત પ્રકારનાં અનાજનું દાન કરવું.
હોળી પર આ વસ્તુની ખરીદી કરો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોળીના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો શુભ માનવામાં આવે છે. ચાંદીના સિક્કાને પીળા રંગના કપડામાં હળદરથી બાંધ્યા બાદ તેને માતા લક્ષ્મીની મૂર્તિની સાથે રાખવા જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સિવાય ધન મેળવવા માટે હોલિકાદહનની ભસ્મને એક ડબ્બામાં રાખીને તિજોરી કે અલમારીમાં રાખવાથી પણ ક્યારેય આર્થિક સંકટ આવતું નથી. હોળી પર ચાંદીની વીંટી ખરીદવી પણ શુભ છે. પૂજા કર્યા પછી ગળામાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ તેમજ હોળીના તહેવાર પર મહિલાઓ ચાંદીનો હાર ખરીદી શકે છે.
રાશિ અનુસાર કલરથી રમો
જો તમે હોળીના દિવસે ભાગ્યશાળી રંગના ગુલાલથી રમશો તો ઘણી બધી અડચણો દૂર થઈ શકે છે. આ સાથે જ ગ્રહોની સ્થિતિ સુધરી શકે છે. ચાલો... જાણીએ કયો રંગ રાશિ માટે શુભ છે.
મેષ અને વૃશ્ચિક રાશિ
આ બંને રાશિના પર મંગળનું શાસન છે અને મંગળનો શુભ રંગ લાલ છે, તેથી બંને રાશિના જાતકોનો પણ શુભ રંગ લાલ થાય છે. હોળીના દિવસે બંને રાશિના જાતકોએ લાલ, ઓરેન્જ અને ગુલાબી રંગથી રમવું જોઈએ
વૃષભ અને તુલા રાશિ
શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી કહેવામાં આવે છે. શુક્રને શુભ અને શાંતિ આપનાર ગ્રહ માનવામાં આવે છે. આ બે રાશિનો શુભ રંગ સફેદ અને ગુલાબી છે. જો હોળીમાં સફેદ રંગનો ગુલાલ ઉપલબ્ધ ન હોય તો સિલ્વર અને ગુલાબી રંગનો પણ ઉપયોગ કરી શકાય છે.
કન્યા અને મિથુન રાશિ
બુધને આ બંને રાશિઓનો સ્વામી માનવામાં આવે છે. બુધ ગ્રહનો રંગ પણ લીલો માનવામાં આવે છે. કન્યા અને મિથુન રાશિના જાતકોનો શુભ રંગ લીલો છે. આ રંગ પહેરવાથી જીવનમાં શાંતિ આવે છે. આ બંને રાશિના જાતકોએ પીળા અને નારંગી સિવાય લીલા રંગથી હોળી રમી શકે છે.
મકર અને કુંભ રાશિ
મકર અને કુંભ રાશિ પર ન્યાયના દેવતા શનિનું શાસન હોય છે. શનિદેવનો પ્રિય રંગ કાળો અને વાદળી છે. તમે જાંબલી અને વાદળી રંગના ગુલાલથી રમી શકો છો.
ધન અને મીન રાશિ
ધન અને મીન રાશિનો સ્વામી ગુરુ છે. આ રાશિઓ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. બંને રાશિઓ માટે શુભ રંગ પીળો અને કેસરી માનવામાં આવે છે.
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિના જાતકોનો શુભ રંગ સફેદ હોય છે.
સિંહ રાશિ
સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. આ રાશિના લોકો સ્વભાવે ગુસ્સાવાળા માનવામાં આવે છે. આ રાશિ માટે શુભ રંગ લાલ, નારંગી અને પીળો છે.
આ 7 અશુભ વસ્તુ છે ગરીબીનું કારણ
જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે ઘરમાં રાખવામાં આવેલી અશુભ વસ્તુઓ હોળી પહેલાં ફેંકી દેવી જોઈએ. આ વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે અને શુભતાના સંચારમાં અવરોધ આવે છે. એટલા માટે હોળાષ્ટકના સમયગાળામાં જ આ વસ્તુઓને ઘરમાંથી દૂર કરવાની તૈયારી શરૂ કરી દો.
ખરાબ ઇલેક્ટ્રિક આઇટમ
આપણા ઘરમાં ઘણીવાર ઇલેક્ટ્રિક આઈટમ ખરાબ થયેલી પડી હોય છે. જો કોઈ વસ્તુ ખરાબ હોય અને ઘરમાં હોય તો એને અશુભ માનવામાં આવે છે. જો તમે આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓને ઘરની બહાર કાઢો અથવા તો એને રિપેર કરાવો. એનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થશે.
ખંડિત મૂર્તિઓ
ઘરમાં તૂટેલી કે ખંડિત મૂર્તિ રાખવી પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરના મંદિરમાં કોઈ તૂટેલી મૂર્તિ હોય તો એને તરત જ બહાર કરી દો. આવી જ મૂર્તિઓને ઘરની બહાર ફેંકશો નહીં. એને તળાવ અથવા નદીમાં વહેવડાવો અથવા ઝાડની નજીક રાખો.
ખરાબ ઘડિયાળ
આપણે ઘણીવાર ખરાબ ઘડિયાળ રાખીએ છીએ. શું તમે જાણો છો કે બંધ કે ખરાબ ઘડિયાળ વ્યક્તિ માટે ખરાબ સમય લાવી શકે છે. આ વસ્તુઓ ઘરમાં રાખવી શુભ નથી. જો ઘરમાં તૂટેલી ઘડિયાળ હોય તો એને તરત જ ઘરની બહાર કાઢી લો. બંધ થયેલી ઘડિયાળથી નકારાત્મક ઊર્જા રહે છે.
તુૂટેલાં ચંપલ
હોળી પહેલાં ઘરમાં રહેલાં તૂટેલાં ચંપલને બહાર કાઢો. ફાટેલાં જૂનાં ચંપલ ઘરમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લાવે છે. એનાથી પૈસાની અછત પણ થાય છે.
તૂટેલો અરીસો
તૂટેલો અરીસો અથવા કાચની કોઈ તૂટેલી વસ્તુ ઘરમાં રાખવી પણ અશુભ માનવામાં આવે છે. એટલા માટે હોળી પહેલાં આવી કોઈપણ વસ્તુ ઘરની બહાર રાખો. પછી ભલે તમે આવી કોઈ વસ્તુ વાપરતા હોવ. આ કારણે વાસ્તુ દોષ લાગે છે અને માનસિક તણાવ અને સમસ્યાઓ થાય છે.
મુખ્ય દ્વાર
ઘરનો મુખ્ય દરવાજો હંમેશાં સાફ રાખવો જોઈએ. કહેવામાં આવે છે કે મુખ્ય દરવાજાની સામે ગંદકી રાખવાથી અશુભ થાય છે. એટલા માટે હોળી પહેલાં ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરી લો. ધ્યાન રાખો કે અહીં ગંદકી ન ફેલાઈ અને દરવાજામાં કોઈપણ રીતે ઘસારો ન હોવો જોઈએ.
ઘરની ગંદકી દૂર કરો
હોળીના તહેવારમાં દરેક વ્યક્તિ ઘરની સફાઈ કરે છે. આવી સ્થિતિમાં ખાતરી કરો કે ઘરમાં ક્યાંય પણ જાળા ન હોય. ઘરની જાળીઓ ગરીબીને પ્રોત્સાહન આપે છે. એટલા માટે હોળીની સફાઈ કરતી વખતે એને સાફ કરવાનું ભૂલશો નહીં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.